Junagadh: 'ભાજપની ચાપલૂસી ન કરો, પટ્ટા ઉતરતા વાર નહીં લાગે' ચૂંટણીમાં કોંગ્રેસ નેતાનું ધમકીભર્યુ નિવેદન
- ધમકી આપતા પુંજા વંશે કહ્યું સમય દરેકનો આવતો હોય છે
- પોલીસ અને સરકારી કર્મચારીઓને આડકતરી ધમકી આપી
- પૂર્વ MLA પુંજાભાઈ વંશની પોલીસ અને સરકારી કર્મચારીઓને ધમકી
Junagadh: ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યારે માહોલ જામેલો છે. આગામી 16 તારીખે મતદાન યોજાવાનું છે. જેથી દરેક પાર્ટી દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ કેટલા નેતાઓના નિવેદનો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. વિગતે વાત કરવામાં આવે તો, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશનું એક નિવેદન સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે પોલીસ અને સરકારી કર્મચારીઓેને આડકતરી રીતે ધમકી આપી છે, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Sabarkantha: પ્રાંતિજ-તલોદ નગરપાલિકામાં બળવાખોર અપક્ષોને મદદ કરનારની ખેર નહીં
અસામાજિક પ્રવૃતિ પોલીસની ભાગીદારી વગર શક્ય નથીઃ વંશ
નોંધનીય છે કે, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ચૂંટણી પહેલા સરકારી અધિકારીઓને ધમકી આપી છે. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે કહ્યું કે, ‘ભાજપની ચાપલૂસી ન કરો, પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણાં બધા સ્થળો છે, ત્યાં રેડ પાડો! અસમાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યાંરેય શક્ય ના બને! ગુંડાગર્દી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય ના બની શકે.’ આવી અનેક વાતો સાથે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ધમકી આપી તેનો વીડિયો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો: મહાકુંભમાંથી આવી રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, અચાનક બ્રેક ફેલ થતાં બસ પલટી
જૂનાગઢના કાળવા ચોકમાં સભામાં બોલ્યા પુંજાભાઈ વંશ
મળતી વિગતો પ્રમાણે જૂનાગઢના કાળવા ચોકમાં યોજાયેલી એક સભામાં દરમિયાન પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે આ નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે,તેમના નિવેદનમાં આડકતરી રીતે પોલીસ અને સરકારી કર્મચારીઓને ધમકી આપવામાં આવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે પોલીસ અને સરકારી અધિકારીઓને ધરકી આપી છે અને ભાજપની ચાપલૂસી ના કરવા માટે પણ ચેતવ્યાં છે.’ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપો કરી રહ્યાં છે.


