Amit Shah in Gujarat : ભારતની સેના જોડે મજાક ન કરાય તેવો સંદેશ વિશ્વમાં આપ્યો : અમિત શાહ
- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની વિકાસભેટ (Amit Shah in Gujarat)
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ચાપરડાની લીધી મુલાકાત
- અમિતભાઈ શાહના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ
- ભારતની સેના જોડે મજાક ન કરાય તેવો સંદેશ વિશ્વમાં આપ્યો : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 8 અને 9 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે (Amit Shah in Gujarat) છે. દરમિયાન, અમિત શાહ જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરનાં (Gandhinagar) વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાનાં છે. આજે જુનાગઢની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાધામ ચાપરડાની (Chaparda) મુલાકાત લીધી છે. અમિત શાહના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ થયું અને નાગરિકોને વિકાસકામોની ભેટ મળી.
આ પણ વાંચો - રાહુલ ગાંધી ગુજરાતમાં ટુંક સમયમાં મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરશે : મુમતાઝ પટેલ
અભ્યાસની સુવિધા માટે મુકતાનંદ બાપુને ધન્યવાદ છે : અમિત શાહ
જણાવી દઈએ કે, જુનાગઢની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah in Gujarat) વિદ્યાધામ ચાપરડા પહોંચ્યા હતા અને તેમનાં હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ થયું હતું. અમિત શાહે સૈનિક શાળા ભવન, મુકતાનંદ બાપુ મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટર, અંબે હોસ્પિટલ ડોક્ટર કવારટર બિલ્ડિંગ અને મોડયુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ સહિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનસભાને પણ સંબોધિ હતી અને કહ્યું હતું કે, ચાપરડામાં બાલમંદિરથી ઉચ્ચ અભ્યાસની સુવિધા ઊભી કરાઈ છે. અભ્યાસની સુવિધા માટે મુકતાનંદ બાપુને ધન્યવાદ છે. તેમણે કહ્યું કે, કુંભમાં દરરોજ મુકતાનંદ બાપુ દ્વારા 25 હજાર લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. તે માટે પણ મુકતાનંદ બાપુને (Muktanand Bapu) અભિનંદન છે.
આ પણ વાંચો - મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણ માટે અમિત શાહ પહોંચ્યા સૌરાષ્ટ્ર
ભારતની સેના જોડે મજાક ન કરાય તેવો સંદેશ વિશ્વમાં આપ્યો : અમિત શાહ
અમિત શાહે કોંગ્રેસ (Congress) પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ સરકારમાં અનેક પ્રશ્નો અધૂરા રહેલા હતા. જે હવે હલ થઈ રહ્યા છે. અમિત શાહે આગળ કહ્યું કે, કાશ્મીરમાં 370 કલમ, ત્રિપલ તલાક, રામ મંદિર (Ram Temple) સહિતના પ્રશ્નો હતા. છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારમાં તમામ પ્રશ્નો હલ કરાયા છે. સોમનાથ મંદિર સોનાનું બનાવવાની શરૂઆત થઇ ગઈ છે. અમિત શાહે આગળ કહ્યું કે, મોદી સરકારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને ભારતની સેના જોડે મજાક ન કરાય તેવો સંદેશ વિશ્વમાં આપ્યો હતો. ખેડૂતો અંગે વાત કરતા તેમણે કહ્યું કે, મોદી સરકારમાં ખેડૂતો માટે અનેક જોગવાઈ કરાઈ છે.
આ પણ વાંચો - રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં, પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને આપ્યુ અલ્ટીમેટમ