ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Eye care: આંખોની રોશની સુધારવા માટે ગાજર રામબાણ ઈલાજ, આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યા ઉપાયો

આયુર્વેદ (Ayurveda)ના વિદ્વાન આચાર્ય બાલકૃષ્ણએ શિયાળામાં ઉપલબ્ધ ગાજરના રસને દ્રષ્ટિ સુધારવા માટે Super food ગણાવ્યુ છે. ગાજરમાં રહેલું બીટા-કેરોટીન વિટામિન Aમાં રૂપાંતરિત થાય છે. જે રાત્રિ અંધત્વ અને મોતિયા સામે રક્ષણ આપે છે. ગાજરના રસથી આંખોની બગડતી દ્રષ્ટિમાં સુધારો થઈ શકે છે. આચાર્યએ ગાજરના સેવનથી કેટલાક ઉપાયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સાર્વજનિક કર્યા છે. આવો જાણીએ બાલકૃષ્ણએ આપેલી ટિપ્સ.
11:28 AM Dec 13, 2025 IST | Laxmi Parmar
આયુર્વેદ (Ayurveda)ના વિદ્વાન આચાર્ય બાલકૃષ્ણએ શિયાળામાં ઉપલબ્ધ ગાજરના રસને દ્રષ્ટિ સુધારવા માટે Super food ગણાવ્યુ છે. ગાજરમાં રહેલું બીટા-કેરોટીન વિટામિન Aમાં રૂપાંતરિત થાય છે. જે રાત્રિ અંધત્વ અને મોતિયા સામે રક્ષણ આપે છે. ગાજરના રસથી આંખોની બગડતી દ્રષ્ટિમાં સુધારો થઈ શકે છે. આચાર્યએ ગાજરના સેવનથી કેટલાક ઉપાયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સાર્વજનિક કર્યા છે. આવો જાણીએ બાલકૃષ્ણએ આપેલી ટિપ્સ.
Eye care GAJAR_GUJARAT_FIRST

Eye care: અત્યારના ડિજિટલ (Digital) યુગમાં મોબાઈલથી લોકો આંખોની સમસ્યાઓને નોતરી રહ્યા છે. લાંબા સમય સુધી મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર (Computer) સામે બેસી રહેવાથી નાની ઉંમરે જ લોકોની દૃષ્ટિ બગડવા લાગી છે. હાલમાં બાળકોથી માંડીને પુખ્ત વયના લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આંખોની સમસ્યાઓ ધીમે ધીમે વધી રહી છે. નબળી પડતી દૃષ્ટિ રોજિંદા કાર્યોને મુશ્કેલ બનાવી રહી છે. અને બાળકોને નાની ઉંમરે જાડા ચશ્મા પહેરવા મજબૂર બન્યા છે. સ્ક્રીન ટાઈમ (Screen time) વધારવાની સાથે, આહાર પણ આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે તમામ વયના લોકો આરોગ્યપ્રદ ખોરાક (Healthy food) કરતાં જંકફૂડ (Junk food) વધારે પસંદ કરે છે. આ તેમના સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર કરે છે. ત્યારે આ સમસ્યા સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ આચાર્ય બાલકૃષ્ણ (Acharya Balkrishna) એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી છે. જેમાં તેમણે દ્રષ્ટિ સુધારવા માટે ઘરેલું ઉપાયો શેર કર્યા છે.

Eye care:આચાર્ય બાલકૃષ્ણએ ગાજરને સુપર ફૂડ ગણાવ્યું

આચાર્ય બાલકૃષ્ણએ શિયાળામાં સરળતાથી મળી રહેતા લાલ શાકભાજીને આંખો માટે ઔષધિ સમાન ગણાવ્યા છે. લાલ શાકભાજીનો રસ આંખો માટે ઉત્તમ છે. શિયાળાની લાલ શાકભાજીનું સેવન કરવાથી જાડા ચશ્માથી છૂટકારો મેળવવામાં પણ મદદ મળી શકે છે. બાલકૃષ્ણએ ગાજરને ઉત્તર ઔષધિ બતાવી છે. તેઓ જણાવે છે કે, ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તેને ખાવાથી આંખોની રોશની સુધારવા સહિત અન્ય ફાયદાઓ પણ થાય છે.

આ પણ વાંચો- દાંતને સાફ રાખવા માટે ટૂથબ્રશ, દાતણ કે આંગળી, શું મહત્વનું.! જાણો વૈદ્યનું શું કહેવું છે

ગાજરનો રસ આંખોની દ્રષ્ટિ સુધારે છેઃ આચાર્ય બાલકૃષ્ણ

આચાર્ય બાલકૃષ્ણએ ગાજરના રસને દ્રષ્ટિ સુધારવાનો શ્રેષ્ઠ માર્ગ ગણાવ્યો છે. ગાજરમાં બીટા-કેરોટીન (Beta-carotene) હોય છે. જે શરીરમાં પ્રવેશતા જ વિટામિન A (Vitamin A) માં રૂપાંતરિત થાય છે. ગાજરનો રસ દ્રષ્ટિ સુધારવાની સાથે સાથે રાત્રિ અંધત્વ અને મોતિયા (Night blindness and cataracts) સામે પણ રક્ષણ આપે છે. આચાર્ય કહે છે કે, શિયાળા દરમિયાન ગાજર પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. અને દરરોજ ગાજરનો રસ પીવાથી આંખો સ્વસ્થ રહે છે. ગાજરમાં વિટામિન સી (Vitamin C), એન્ટીઑકિસડન્ટ (antioxidants) અને પોટેશિયમ (potassium) પણ હોય છે. જે આંખોમાં નાની રક્તવાહિનીઓનું સ્વાસ્થ્ય જાળવવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

ગાજરનો રસ કોણે ન પીવો જોઈએ?

સ્વસ્થ લોકોએ કેટલો રસ પીવો જોઈએ?

સ્વસ્થ લોકોએ અઠવાડિયામાં ૩-૪ વખત 150 થી 200 મિલી (Milli) ગાજરનો રસ પીવો જોઈએ. દરરોજ તે પીવું જરૂરી નથી, અને ખાલી પેટે પણ પીવું જોઈએ નહીં. બીટ કે સફરજન સાથે ગાજરનો રસ ભેળવવાનું ટાળો. કારણ કે તેનાથી ખાંડનું સ્તર વધે છે. તાજો રસ પીવો હંમેશા શ્રેષ્ઠ છે.

આ પણ વાંચો-  Home Remedies for Cracked Heels: 1 રાતમાં ફાટેલી એડીઓને માખણ જેવી બનાવશે આ 5 જાદુઈ નુસ્ખા!

Tags :
Acharya BalakrishnaAllergyCarrot JuiceEyesightGujarat FirstLifeStyle
Next Article