Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Alum Home Remedies: ફટકડી તમારી આ સમસ્યાઓને દૂર કરશે,જાણો તેના અદભૂત ફાયદા

Alum Home Remedies: ફટકડીનો ઉપયોગ ઘરેલુ સફાઈ, આરોગ્ય અને સુંદરતા સહિતના કાર્યો માટે કરવામાં આવે છે.
alum home remedies  ફટકડી તમારી આ સમસ્યાઓને દૂર કરશે જાણો તેના અદભૂત ફાયદા
Advertisement
  • Alum Home Remedies માં ખુબ કામ આવે છે
  • ફટકડી અનેક રોગમાં ઉપયોગી છે
  • ફટકડી પાણીને શુદ્વ કરે છે  

ફટકડી દેખાવમાં ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ તેના ફાયદા ખુબ  અસરકારક છે. ફટકડીના અનેક ફાયદા છે, ખાસ કરીને ફટકડીનો ઉપયોગ ઘરેલુ સફાઈ, આરોગ્ય અને સુંદરતા સંબંધિત કાર્યો માટે કરવામાં આવે છે.ફટકડીના ફાયદાઓ વિશે આજે આપણે જાણીશું.

Alum Home Remedies, પાણી શુદ્વ કરી શકો છો
ફટકડીને પાણીમાં ઓગાળવાથી ગંદકી નીચે બેસી જાય છે, જેનાથી પાણી સ્વચ્છ અને પીવાલાયક બને છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તેનો ઉપયોગ વ્યાપક છે, કારણ કે તે બેક્ટેરિયા અને અશુદ્ધિઓ દૂર કરે છે.

Advertisement

Alum Home Remedies, શ્વાસની દુર્ગંધ દૂર કરે છે
ફટકડીને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણો પેઢાને મજબૂત કરે છે અને મૌખિક સ્વચ્છતામાં સુધારો લાવે છે.

Advertisement

Alum Home Remedies, રક્તસ્ત્રાવ રોકવા
નાના ઘા કે કટ પર ફટકડી લગાવવાથી રક્તસ્ત્રાવ ઝડપથી બંધ થાય છે. તેના એન્ટિસેપ્ટિક ગુણો ચેપને અટકાવે છે, જેના કારણે પહેલાના સમયમાં દાઢી પછી તેનો ઉપયોગ થતો હતો.

પરસેવાની દુર્ગંધ નિયંત્રણ
ફટકડીને પાણીમાં પલાળીને બગલ કે પગ પર લગાવવાથી પરસેવાની દુર્ગંધ ઘટે છે. આ કુદરતી ગંધનાશક બેક્ટેરિયાને નાશ કરે છે અને શરીરને તાજગી આપે છે.

ત્વચાની કરચલી દૂર કરવામાં મદદ કરે છે
ફટકડીની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા કડક બને છે, કરચલીઓ ઓછી થાય છે અને કુદરતી ચમક આવે છે. નિયમિત ઉપયોગથી ત્વચા યુવાન અને સ્વસ્થ દેખાય છે.

ખોડો દૂર કરે
ફટકડીને પાણીમાં ઓગાળી વાળ ધોવાથી ખોડો અને ખંજવાળ ઘટે છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણો ખોપરીની ચામડીને સાફ કરે છે, જેનાથી વાળ મજબૂત અને સ્વસ્થ રહે છે.

આ પણ વાંચો:    ઘરમાંથી ઉંદરને ભગાડવાનો સસ્તો અને સરળ રસ્તો આ રહ્યો

Tags :
Advertisement

.

×