Cancer Vaccine : ફ્લોરિડામાં વૈજ્ઞાનિકોને કેન્સરની રસી સંદર્ભે મળી સફળતા, ઉંદરો પર પ્રયોગ રહ્યો સફળ
- રાજરોગ કેન્સરની રસી સંદર્ભે વૈજ્ઞાનિકોને મળી સફળતા
- ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ mRNA રસી વિકસાવી છે
- વૈજ્ઞાનિકો દ્વારા ઉંદર પર કરવામાં આવેલા પ્રયોગો સફળ રહ્યા છે
Cancer Vaccine : અત્યાર સુધી કેન્સર રોગની રસી બનાવવામાં કોઈ નોંધનીય સફળતા મળી નથી. જો કે આ દિશામાં એક આશાના કિરણ સમાન સફળતા ફ્લોરિડા યુનિવર્સિટી (University of Florida) ના વૈજ્ઞાનિકોને મળી છે. વૈજ્ઞાનિકોએ એક એવી રસી શોધી કાઢી છે જે કેન્સરની ગાંઠો સામે રક્ષણ મેળવવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા સક્ષમ છે. ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોમાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. જો આ પ્રયોગ માનવો પર સફળ રહેશે તો વિશ્વમાંથી કેન્સરને નાબૂદ કરી શકાશે.
રસી કઈ રીતે કામ કરે છે ?
નેચર બાયોમેડિકલ એન્જિનિયરિંગના કેસ સ્ટડી અનુસાર આ રસીનો ઉપયોગ ઉંદરો પર રોગપ્રતિકારક ચેકપોઈન્ટ ઈન્હિબિટર ઈમ્યુનોથેરાપી દવાઓ સાથે કરવામાં આવ્યો છે. આ રસીને લીધે ઉંદરોમાં મજબૂત એન્ટિ-ટ્યુમર અસર જોવા મળી. આ રસીની ખાસ વાત એ છે કે તે કોઈ ચોક્કસ પ્રોટીનને લક્ષ્ય બનાવતી નથી પરંતુ તે કેન્સર સામે રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ઉંદરો પર કરેલ પ્રયોગોમાં સફળતા મળતા હવે માનવો પર પણ વૈજ્ઞાનિકો કેન્સર માટે તૈયાર કરેલ રસી અજમાવવાના છે.
Following on from their breakthrough human trial that successfully reprogrammed the immune system to overpower glioblastoma, an aggressive brain tumor, the same scientists have now further developed the mRNA vaccine to fight not one but any cancer. It has the potential to do away… pic.twitter.com/5rtPVp66Wa
— New Atlas (@nwtls) July 18, 2025
આ પણ વાંચોઃ આ NRI એ રૂ.25 કરોડની Bugatti Chiron હાઇપર કાર ખરીદી, ખાસિયતો જાણી હોશ ઉડી જશે
શું કહે છે ડો. એલિયાસ સયુર ?
યુએફ હેલ્થના ઓન્કોલોજિસ્ટ અને મુખ્ય સંશોધક ડો. એલિયાસ સયુરે (Dr. Elias Sayur) આ શોધ વિશે વાત કરતા કહ્યું કે, આનાથી સર્જરી, રેડિયેશન કે કીમોથેરાપી પર આધાર રાખ્યા વિના કેન્સરની સારવારનો નવો રસ્તો ખુલી શકે છે. જો કે આ રસીનું હજૂ સુધી માનવો પર પરીક્ષણ કરવામાં આવ્યું નથી. જો આ રસીના સમાન પરિણામો મનુષ્યો પર જોવા મળે છે, તો તે કેન્સરની રસી બનાવવાનો માર્ગ મોકળો કરશે. આ રસીનો ઉપયોગ સંભવિત રીતે સાર્વત્રિક કેન્સર રસી તરીકે થઈ શકે છે. આ કેન્સરની ગાંઠો સામે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે.
આ પણ વાંચોઃ Gaza War : ઈઝરાયલે ખોરાક મેળવવા એકત્ર થયેલા લોકો પર કર્યો ઘાતક હુમલો, 85 પેલેસ્ટિનિયનોના થયા મોત


