Carrot-Apple Juice: ગાજર-સફરજનનો જ્યુસ સ્વાસ્થય માટે છે ફાયદાકારક, પાંચ મિનિટમાં કરો આ રીતે તૈયાર
- Carrot-Apple Juice શરીર માટે છે ફાયદાકારક
- Carrot-Apple Juiceથી તમે એનર્જીથી ભરપુર રહેશો
- ગાજર અને સફરજનના જ્યુસથી દિવસની કરો શરૂઆત
જો તમે દિવસભર એનર્જીથી ભરપુર રહેવા માંગો છો તો ગાજર અને સફરજનના જ્યુસથી દિવસની કરો શરૂઆત, આ જ્યુસ પીશો તો તમને તાજગી અને સ્ફુર્તિનો અનુભવ કરશો,શરીર ઉર્જાથી ભરપુર જોવા મળશે. આ જ્યુસમાં અનેક પોષક તત્વો રહેલા જોવા મળે છે. જેના લીધે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.
નાસ્તામાં અથવા વર્કઆઉટ બાદ ગાજર અને સફરજનનો જયુસ પીવાથી શરીરને એનર્જી અને તાજગી મળશે. ગાજરમાં વિટામિન A અને બીટા-કેરોટીન, સફરજનમાં એન્ટીઑકિસડન્ટ અને આદુમાં એન્ટી બાયોટિક જેવા ગુણધર્મો જોવા મળે છે.
Carrot-Apple Juice બનાવવા માટેની સામગ્રી
ગાજર - 3
સફરજન - 2 (સારી રીતે ધોયેલા)
આદુ - 1 ઇંચના ટુકડા
લીંબુનો રસ - 1 ચમચી (વૈકલ્પિક)
પાણી - 1/2 કપ (જરૂર મુજબ)
મધ - 1 ચમચી (જો ઇચ્છા હોય તો)
Carrot-Apple Juice બનાવવાની રીત
ગાજર અને સફરજન માંથી બનાવેલ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર હોય છે. તેને તૈયાર કરવા માટે, પહેલા ગાજર, સફરજન અને આદુને સારી રીતે ધોઈ લો. ગાજર અને આદુને છોલી લો. સફરજનને છોલવાની જરૂર નથી, ફક્ત બીજનો ભાગ કાઢી નાખો.
હવે બધું નાના ટુકડામાં કાપી લો જેથી તેને મિક્સર અથવા જ્યુસરમાં સરળતાથી પીસી શકાય. સમારેલા ગાજર, સફરજન અને આદુને જ્યુસરમાં નાખો. જો મિક્સર વાપરી રહ્યા છો, તો અડધો કપ પાણી ઉમેરો. મિક્સરને એક થી બે મિનિટ સુધી ચલાવો જ્યાં સુધી એક સ્મૂધ ન બને.
હવે તેને બારીક ચાળણી અથવા મલમલના કપડાથી ગાળી લો. રસમાં લીંબુનો રસ અને મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તે સ્વાદ અને પોષણ બંનેમાં વધારો કરે છે. રસને ઠંડુ કરીને અથવા બરફના ટુકડા સાથે પીરસો.
આ પણ વાંચો: Tiranga Barfi:સ્વતંત્રતા દિવસે ઘરમાં ત્રિરંગી બરફી બનાવીને કરો ઉજવણી,આ રેસિપીથી બનાવો


