Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નબળા હાડકાં પણ બનશે મજબૂત, કાજુનું સેવન આ 5 રીતે કરો

Cashew Benefits : B6 હાડકાં અને સાંધાઓમાં દુખાવો ઘટાડવામાં મદદ કરે છે
નબળા હાડકાં પણ બનશે મજબૂત  કાજુનું સેવન આ 5 રીતે કરો
Advertisement
  • કાજુને Smoothie માં મિક્સ કરીને પણ પી શકો છો
  • B6 હાડકાં અને સાંધાઓમાં દુખાવો ઘટાડવામાં મદદ કરે છે
  • કાજુને પીસીને Smoothie માં મિક્સ કરો અને પછી તેને પીવો

Cashew Benefits : વધતી ઉંમર સાથે હાડકાં પણ નબળા થવા લાગે છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં હેલ્ધી ફૂડનો સમાવેશ કરવો જરૂરી છે. આ માટે કાજુ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાજુમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી6, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

B6 હાડકાં અને સાંધાઓમાં દુખાવો ઘટાડવામાં મદદ કરે છે

કાજુમાં હાજર વિટામિન ડી અને મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ માટે 6 થી 7 કાજુને એક કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પછી તેને સવારે ખાલી પેટે ખાઈ શકો છો. હાડકાંને મજબૂત કરવા માટે દૂધમાં પલાળેલા કાજુનું સેવન વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે હાડકાં માટે જરૂરી છે. તે જ સમયે, કાજુમાં હાજર વિટામિન K અને B6 હાડકાં અને સાંધાઓમાં દુખાવો ઘટાડવામાં મદદ કરે છે.

Advertisement

આ પણ વાંચો: જાણો, દિવસમાં અથવા સવારે કેટલા પ્રમાણમાં બદામ ખાવી જોઈએ

Advertisement

કાજુને પીસીને Smoothie માં મિક્સ કરો અને પછી તેને પીવો

તમે કાજુને Smoothie માં મિક્સ કરીને પણ પી શકો છો. આ માટે 5 થી 6 કાજુને પીસીને Smoothie માં મિક્સ કરો અને પછી તેને પીવો, તેનાથી નબળા હાડકાં મજબૂત થશે. અને શરીરનો દુખાવો પણ દૂર થશે. આ માટે તમારે તેનું નિયમિત સેવન કરવું પડશે. કાજુને બદામ, કિસમિસ અને અખરોટ સાથે સવારે ખાલી પેટ ખાઈ શકાય છે. આ માટે 2 થી 3 બદામ, 4 થી 5 કિસમિસ, 1 અખરોટની દાળ અને 3 થી 4 કાજુને આખી રાત પાણીમાં પલાળી રાખો. આ પછી, તેને સવારે ખાલી પેટ ખાય શકો છો. જો તમને મીઠો ખોરાક ગમે છે, તો તમે તેને ઘરે બનાવેલી ખીરમાં અન્ય ડ્રાય ફ્રૂટ્સ સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. આનાથી માત્ર તમારા હાડકાં જ નહીં પણ તમારું શરીર પણ સ્વસ્થ રહેશે.

આ પણ વાંચો: Winter Tips: ગરમ કપડા માંથી ફઝ દૂર કરવાની અસરકારક રીતો!

Tags :
Advertisement

.

×