Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ પાંચ આદતો આજથી જ બદલી નાંખો, નહીંતર તમારા સ્વાસ્થય માટે છે જોખમકારક!

ખરાબ જીવનશૈલી અને ખોટા ખાનપાનને કારણે ડાયાબિટીસએક સામાન્ય બીમારી બની ગઈ છે.
આ પાંચ આદતો આજથી જ બદલી નાંખો  નહીંતર તમારા સ્વાસ્થય માટે છે જોખમકારક
Advertisement

  • Diabetes Causes: જંક ફૂડના લીધે ડાયાબિટીસ સામાન્ય બીમારી બની ગઈ છે
  • રોજિંદી નાની-નાની આદતો પણ આ ગંભીર બીમારીને જન્મ આપે છે
  • ડાયાબિટીસને 'સાયલન્ટ કિલર' પણ કહેવામાં આવે છે

ખરાબ જીવનશૈલી અને વધારે જંક ફૂડના લીધે  ડાયાબિટીસ  હવે એક સામાન્ય બીમારી બની ગઈ છે. પહેલાં તેને વધતી ઉંમરની સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે તે યુવાનોને પણ ઝડપથી પોતાની ઝપેટમાં લઈ રહી છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે આપણી રોજિંદી નાની-નાની આદતો પણ આ ગંભીર બીમારીને જન્મ આપે છે. તેથી સમયસર તેના પર નિયંત્રણ રાખવું જરૂરી છે.ડાયાબિટીસને 'સાયલન્ટ કિલર' પણ કહેવામાં આવે છે. કારણ કે શરૂઆતમાં તેના લક્ષણો દેખાતા નથી અને જ્યારે લોકો તેને ઓળખી શકે છે, ત્યાં સુધીમાં તે શરીરને અંદરથી નબળું પાડી દે છે.આ પાંચ  આદતો તમારે આજથી જ છોડી દેવી જોઇએ નહીંતર તમારા સ્વાસ્થય માટે છે જોખમકારક. તમને ડાયાબિટીસની બિમારી થઇ શકે છે.

Advertisement

Diabetes Causes:   વધારે ખાંડ અને જંક ફૂડ

ખાંડથી ભરપૂર ખોરાક અને જંક ફૂડનું સેવન બ્લડ સુગર લેવલને ઝડપથી વધારે છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા થઈ શકે છે, જેનાથી ડાયાબિટીસનું જોખમ વધે છે.

Advertisement

Diabetes Causes:   શારિરીક કસરત ન કરવી

જે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે અને કોઇ શારિરીક શ્રમવાળું કામ નથી કરતા  અથવા કસરત કરતા નથી, તેમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધુ હોય છે. શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે શરીરની ઇન્સ્યુલિન સંવેદનશીલતા (Sensitivity) ઘટી જાય છે અને બ્લડ સુગર લેવલ વધવા લાગે છે.

Diabetes Causes:  પૂરતી ઊંઘ ન લેવી

ઓછી ઊંઘ લેવી અથવા વારંવાર ઊંઘમાં ખલેલ પડવી એ શરીરના હોર્મોનલ બેલેન્સને બગાડે છે. આનાથી બ્લડ સુગર લેવલ અસ્થિર થાય છે અને ધીમે ધીમે ડાયાબિટીસની સમસ્યા વધવા લાગે છે.

Diabetes Causes:  તણાવમાં રહેવું

સતત તણાવમાં રહેવું પણ ડાયાબિટીસનું એક મોટું કારણ બની શકે છે. તણાવના કારણે શરીરમાં કૉર્ટિસોલ હૉર્મોનનું સ્તર વધે છે, જે બ્લડ સુગર લેવલને અસર કરે છે અને ડાયાબિટીસની સંભાવના વધારે છે.

Diabetes Causes:   ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન

ધૂમ્રપાન (Smoking) અને વધુ પડતા આલ્કોહોલનું સેવન પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ) ને નુકસાન પહોંચાડે છે અને ઇન્સ્યુલિનના ઉત્પાદન પર અસર કરે છે. આ જ કારણ છે કે આ આદતોને કારણે ડાયાબિટીસનું જોખમ અનેકગણું વધી જાય છે.

આ પણ વાંચો:   Self Healing : ઘા અંદરના કે બહારના દવા વગર પણ આપોઆપ રૂઝાય

Tags :
Advertisement

.

×