Diwali નો તહેવાર આ રસપ્રદ ઘટનાઓને કારણે ઉજવવામાં આવે છે, જાણો
- Diwali માં દેવી લક્ષ્મીના ઈશ્વર વિષ્ણુ સાથે લગ્ન થયા
- Diwali માં લોકો દેવતાઓનું પોતાના ઘરે સ્વાગત કરે છે
- નેપાળમાં Diwali તિહાર તરીકે ઉજવવામાં આવે
Diwali Festival 2024 : સનાતન હિન્દુ ધર્મમાં Diwali નો તહેવાર સૌથી લોકપ્રિય અને આનંદનો તહેવાર માનવામાં આવે છે. કારણ કે... Diwaliના તહેવારામાં દરેક ધર પ્રકાશ અને ખુશીઓની ચમકથી એટલું રોશન થતું હોય છે, Diwali ની પાંચ રાતમાં પણ આ રોશનીથી ઝગમગી ઉઠે છે. ત્યારે Diwali એ ઘોર અંધકાર ઉપર પ્રકાશ રૂપી વિજયનો તહેવાર માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે Diwali 31 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવી રહી છે. ત્યારે ચાલો જાણીએ Diwali ના તહેવાર સાથે જોડાયેલા અમુક રસપ્રદ વિષય વિશે....
Diwali માં દેવી લક્ષ્મીના ઈશ્વર વિષ્ણુ સાથે લગ્ન થયા
તો મોટાભાગના લોકો કહે છે કે Diwali ના દિવસે ભગવાન રામે રાજા રાવણનો વધ કરીને માતા સીતા સાથે અયોધ્યા પરત ફર્યા હતા. પરંતુ આ ઉપરાંત અનેક એવી ઘટનાઓ છે, જે Diwali ના ત્યોહારનો મહિમા વધારે છે. ત્યારે આસામમાં લોકો દુષ્ટ રાજા નરકાસુરને મારવા માટે ભગવાન કૃષ્ણના વિજયની ઉજવણી કરે છે. Diwali પર મોટાભાગના લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે, પરંતુ ખરેખરમાં ત્યારે લક્ષ્મીનો પુનર્જન્મ થયો હતો. તો માતા લક્ષ્મી સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા, ત્યારબાદ Diwali ના દિવસે તેમણે ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે પસંદ કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા હતા. આ ઉપરાંત દેવી મહાકાળીના અંતિમ સ્વરૂપ કમલાત્મિકાનો જન્મ પણ Diwali ના દિવસે થયો હતો.
આ પણ વાંચો: Dev Deepawali ને દેવતાઓ કેમ ઉજવે છે અને પૃથ્વી ઉપર વિવિધ સ્વરૂપ...
Diwaliમાં લોકો દેવતાઓનું પોતાના ઘરે સ્વાગત કરે છે
હિંદુ કેલેન્ડરમાં કાર્તિક મહિનાની 15 મી તારીખે Diwali ઉજવવામાં આવે છે. તે ભારતનો એક મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે. Diwali એ ખુશીઓ વહેંચવાનો અને પરિવાર અને મિત્રો સાથે આનંદ કરવાનો પણ તહેવાર કહેવામાં આવે છે. લોકો એકબીજાને ભેટ અને મીઠાઈઓ આપે છે. રાત્રે લોકો નવા વસ્ત્રો પહેરીને પૂજા અર્ચના કરે છે અને ફટાકડા ફોડે છે. Diwali ના તહેવારમાં દરેક લોકો દેવતાઓનું પોતાના ઘરે સ્વાગત કરે છે. Diwali ના પાંચ દિવસ સુધી દરેક લોકો પોતાના આંગનમાં રંબેરંગી રંગોળીઓ બનાવે છે.
નેપાળમાં Diwali તિહાર તરીકે ઉજવવામાં આવે
Diwali ભારતમાં તેમજ અન્ય ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. નેપાળમાં Diwaliના તહેવારને તિહાર તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. તો વિદેશના યુનાઇટેડ કિંગડમના વિવિધ શહેરોમાં Diwali ની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે. જેમાં લેસ્ટર સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારતીય સમુદાયની સંખ્યા વધી રહી છે, તેથી અહીં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય પ્રદર્શન અને શણગાર સાથે Diwali ની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો: Diwali ના 5 દિવસના તહેવારમાં આ વસ્તુઓનું દાન કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે