Life Style : આઇસક્રીમની જેમ કોન્ડોમમાં પણ ફ્લેવરના શોખીનો ચેતી જજો
- ફ્લેવર્ડ કોન્ડોમનો ઉપયોગ સજા આપી શકે છે
- શુગર બેઝ્ડ કોન્ડોમનો ઉપયોગ કરતા પહેલા બધુ જાણી લેવું
- મજા વધારવાના ચક્કરમાં દવાઓ ના ખાવી પડે તેનું ધ્યાન રાખવું
Flavor Condom : આઇસક્રીમમાં અલગ અલગ ફ્લેવર (Ice Cream Flavor) ની મજા માણવું સામાન્ય બાબત છે. પરંતુ હવે ફ્લેવરો માત્ર સુગંધ અને સ્વાદ પૂરતા રહ્યા નથી. હવે શોખીનો અંગત પળોમાં પણ ફ્લેવર્સ વાળા કોન્ડોમની (Flavored Condom Use) પ્રાથમિકતા આપે છે. મનને ખુશ કરવા માટે આ સારી વાત છે, પરંતુ ફ્લેવર્ડ ધરાવતા કોન્ડોમનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે, કે પછી નુકશાનકારક છે, તેના વિશે કોઇ ખાસ માહિતી નથી. ત્યારે જાણીએ કે, ફ્લેવર્ડ કોન્ડોમનો ઉપયોગ કરવો જોઇએ કે નહીં, અને કેટલો કરવો જોઇએ.
ઓરલની જગ્યાએ વજાઇનામાં થઇ જાય તો મુશ્કેલી
લોકજાગૃતિના કારણે કોન્ડોમનો ઉપયોગ વધ્યો છે. સમય જતા લોકમાંગ વધતા તેમાં પણ વેરાયટી જોવા મળે છે. સામાન્ય રીતે આઇસક્રીમમાં જેમ અલગ અલગ ફ્લેવર જોવા મળે છે, તેવી જ રીતે કોન્ડોમમાં પણ અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ (Flavored Condom Use) આવે છે. જે અંગતપળોની મજા વધારી દેતો હોવાનું અનુમાન છે, જેથી શરૂઆતથી લઇને આજદિન સુધી તેના વેચાણમાં વધારો જ થતો જાય છે. પરંતુ તેનો ઉપયોગ સમસ્યા સર્જી શકે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ફ્લેવર્ડ કોન્ડોમ (Flavored Condom Use) બનાવવા માટે શુગર બેઝ્ડ (ખાંડ આધારિત) કોટિંગ અને કેમિકલનો ઉપયોગ થાય છે. જેનો ઉપયોગ ઓરલ ની જગ્યાએ વજાઇનામાં થઇ જાય તો મુશ્કેલી સર્જાઇ શકે છે.
અનુભવ પ્રમાણે કોન્ડોમની પસંદગી કરવી જોઇએ
મહિલાઓની વજાઇનામાં રહેલા બેક્ટેરિયાનું સંતુલન ફ્લેવર્ડ કોન્ડોમમાં રહેલા તત્વો ખોરવી શકે છે. જેના કારણે ખંજવાળ, સૂજન, ચામડીનો રંગ બદલાવવો અને ઇન્ફેક્શન સર્જાઇ શકે છે. પુરૂષોમાં પણ ગુપ્તાંગમાં ખંજવાળ આવવી, ફોલ્લી નીકળવી જેવી અનેક સમસ્યા સર્જાઇ શકે છે. લોકોએ પોતાના અનુભવ પ્રમાણે કોન્ડોમની (Flavored Condom Use) પસંદગી કરવી જોઇએ. માત્ર ફ્લેવર્સને ધ્યાને રાખીને પસંદગી કરી તો, ડોક્ટર પાસે જવું પડી શકે છે.
કયા પ્રકારની સાવચેતી રાખવી
- સંવેદનશીલ ચામડી ધરાવતા લોકોએ એન્ટી એલર્જીક અને શુગર ફ્રી ફ્લેવર્ડ કોન્ડોમને પ્રાથમિકતા આપવી જોઇએ
- પહેલી વખત કોઇ નવો કોન્ડોમનો ઉપયોગ કરતા હોવ તો તેનું સ્કિન ટેસ્ટ કરી લેવો જોઇએ
- ફ્લેવર્ડ કોન્ડોમના ઉપયોગ બાદ કોઇ ફેરફાર દેખાય તો તુરંત તબિબિ સલાહ લેવી જોઇએ
આ પણ વાંચો ----- Nora Fatehi જેવી પાતળી કમર અને પરફેક્ટ ફિગર જોઈતું હોય તો જાણો આ રહસ્ય


