Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

FSSAI એ લોકોને કર્યા સાવચેત, A1-A2 લેબલવાળા દૂધ ખરીદતા પહેલા...

દૂધની કંપનીઓને A1-A2 લેબલ રદ કરવાનું સૂચન કર્યું Beta-casein નામના પ્રોટીનની રચના પર આધારિત છે દૂધની શક્તિ વધારવામાં ગાયની નસલ આધાર રાખે છે FSSAI orders removal of A1-A2: આજકાલ ડેરી ઉત્પાદનો વેચતી મોટાભાગની કંપનીઓ A1 અથવા A2 લેબલિંગ સાથે...
fssai એ લોકોને કર્યા સાવચેત  a1 a2 લેબલવાળા દૂધ ખરીદતા પહેલા
Advertisement
  • દૂધની કંપનીઓને A1-A2 લેબલ રદ કરવાનું સૂચન કર્યું

  • Beta-casein નામના પ્રોટીનની રચના પર આધારિત છે

  • દૂધની શક્તિ વધારવામાં ગાયની નસલ આધાર રાખે છે

FSSAI orders removal of A1-A2: આજકાલ ડેરી ઉત્પાદનો વેચતી મોટાભાગની કંપનીઓ A1 અથવા A2 લેબલિંગ સાથે વસ્તુઓનું વેંચાણ કરે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ કંપનીઓને આવા લેબલિંગ સાથે દૂધ, ઘી અને માખણ વેચવાની મનાઈ ફરમાવી છે. FSSAI એ જણાવ્યું છે કે, આવા લેબલ લગાવીને વસ્તુઓનું વેંચાણ કરવાનું તદ્દન ભ્રામક છે. FSSAI લાયસન્સ હેઠળ અનેક કંપનીઓ A1 અને A2 નંબર હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે.

Beta-casein નામના પ્રોટીનની રચના પર આધારિત છે

ત્યારે આ પ્રકારની ગેરમાર્ગે દોરતી વસ્તુઓને રોકવા માટે FSSAI એ નિવેદન બહાર પાડ્યું છે. FSSI એ જણાવ્યું હતું કે A1 અથવા A2 લેબલિંગ સાથે દૂધ અથવા તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરવું એ માત્ર ગેરમાર્ગે દોરનારું નથી પણ FSSI Act 2006 અને તેના હેઠળ બનાવેલા નિયમોનું ઉલ્લંઘન દર્શાવે છે. ત્યારે FSSAI એ સ્પષ્ટ કર્યું કે A1 અને A2 દૂધ વચ્ચેનો તફાવત Beta-casein નામના પ્રોટીનની રચના પર આધારિત છે, જે ગ્રાહકોને મૂંઝવણમાં મૂકી શકે છે.

Advertisement

લેબલને 6 મહિનાની અંદર રદ કરવાનું સૂચન કર્યું છે

Advertisement

FSSAI એ કંપનીઓને ઉત્પાદનો પરથી A1 અને A2 જેવા લેબલને 6 મહિનાની અંદર રદ કરવાનું સૂચન કર્યું છે. તે પછી ઉત્પાદનો પર FSSAI લાઇસન્સ નંબર સાથે આવા લેબલિંગ ન હોવા જોઈએ. ઈન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ આરએસ સોઢીએ જણાવ્યું હતું કે, FSSAI એ ગ્રાહકોને ખોરાક અને ડેરી કંપનીઓના વૈજ્ઞાનિક દાવાઓથી બચાવવા માટે આ ઐતિહાસિક સૂચના જારી કરી છે. તો એક ખાનગી ડેરીના માલિકે આ પ્રકારની ઘટનાને માર્કેટિંગ નૌટંકી સાથે સરખાવી છે.

આ પણ વાંચો: Monsoon-વાઇરલ,પાણીજન્ય અને ચેપીરોગોની ઋતુ

દૂધની શક્તિ વધારવામાં ગાયની નસલ આધાર રાખે છે

તો કંપનીઓ દાવા કરે છે કે, A1 અને A2 માં ખાસ પ્રકારના પ્રોટીન હોય છે. જે ગાયના દૂધમાં જોવા મળે છે. જોકે ગાયની નસલના આધારે આ A1 અને A2 નક્કી કરવામાં આવે છે. અમુક અહેવાલ અનુસાર, A2 માં ખાસ પ્રકારના પ્રોટીન હોય છે. અને તે સ્વાસ્થ્ય માટે અન્ય દૂધ કરતા અસરકારક હોય છે. પરંતુ દૂધની શક્તિ વધારવામાં ગાયની નસલ આધાર રાખે છે. તો A1 લેબલવાળા દુધની વસ્તુઓમાં સંપૂર્ણ પણે ગાય પર પ્રોટીન આધાર રાખે છે.

  • A1 A1 Beta-casein: મુખ્યત્વે ઉત્તરીય યુરોપમાં જોવા મળતી ગાયની વિવિધ જાતિના દૂધમાં જોવા મળે છે, જેમ કે હોલસ્ટેઈન, ફ્રિઝિયન, આયરશાયર અને બ્રિટીશ શોર્ટોર્ન 
  • A2 A1 Beta-casein: મુખ્યત્વે ગ્યુર્નસી, જર્સી, ચારોલાઈસ અને લિમોઝીન જાતિની ગાયોના દૂધમાં જોવા મળે છે
  • નિયમિત દૂધમાં A1 અને A2 A1 Beta-casein હોય છે, જ્યારે A2 દૂધમાં ફક્ત A2 પ્રકાર હોય છે

આ પણ વાંચો: Beware of Mpox : મંકીપોક્સ શું છે અને કેવી રીતે ફેલાય છે? જાણો તેના લક્ષણો વિશે

Tags :
Advertisement

.

×