Ganesh Chaturthi 2025 : મોદક સિવાય ઘરે બનાવી શકાય તેવી ગણેશજીની પ્રિય મીઠાઈઓ
- Ganesh Chaturthi 2025 પર ઘરે જ બનાવો ગણેશજીને પ્રિય એવા પ્રસાદ
- મોદક સિવાય ખીર અને બુંદી પણ ગણેશજીને છે અત્યંત પ્રિય
- ખીર અને રસદાર બુંદી ઘરે બનાવી શકાય છે
Ganesh Chaturthi 2025 : સમગ્ર ગુજરાત આજે ગણેશોત્સવમય બની ગયું છે. આજથી 10 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ધામધૂમપૂર્વક ગણેશોત્સવ ઉજવાશે. ગુજરાતના લાખો ઘરોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ મહોત્સવ દરમિયાન દિવસમાં 2 વખત ગણેશજીની ભવ્ય આરતી કરવામાં આવે છે. આરતી બાદ વિવિધ વાનગીઓનો પ્રસાદ પણ ધરાવાય છે.
Ganesh Chaturthi 2025 માં ઘરે જ બનાવો ગણેશજીને પ્રિય આ પ્રસાદ
ગુજરાતના લાખો ઘરોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. 10 દિવસ સુધી ગૃહિણીઓ ગણેશજીને પ્રિય એવી વાનગીઓ પ્રસાદ તરીકે ધરાવે છે. હવે સૌ કોઈ જાણે છે કે ગણપતિજીને મોદક બહુ પ્રિય છે, પરંતુ મોદક સિવાય પણ અન્ય વાનગીઓ ગણેશજીને પ્રિય છે. ગણેશજીને પ્રિય એવી આ વાનગીઓ ઘરે જ બનાવીને પ્રસાદ તરીકે ધરાવી શકાય છે. ગણેશજીને પ્રિય એવી વાનગીઓમાં મોદક સિવાય ખીર અને બુંદીનો સમાવેશ થાય છે.
Ganesh Chaturthi 2025 Gujarat First-27-08-2025
ખીર
લગભગ દરેક તહેવાર અને શુભ પ્રસંગો પર ઘરોમાં બનતી મીઠી, મલાઈદાર ખીર ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. ખીર ભગવાન ગણેશજીને મોદક પછીની બીજી પ્રિય વાનગી છે. ગણેશ ચતુર્થી પર વિવિધ પ્રકારની ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ઘરે ખીર બનાવવી બહુ સરળ છે. જરુરી દૂધ અને ચોખા દ્વારા તમે ખીર બનાવીને તેનો પ્રસાદ ધરાવી શકો છો.
આ પણ વાંચોઃ Ganesh Chaturthi 2025 : ગણેશ સ્થાપનાના શુભ મૂહુર્ત અને ચોઘડીયા વિશે જાણો
રસદાર બુંદી છે ગણેશજીનો પ્રિય પ્રસાદ
આજથી ગણેશ મહોત્સવની શરુઆત થઈ છે. આજે ગણેશજીને પ્રસાદમાં તેમના પ્રિય એવા મોદકનો ભોગ ધરાવાશે. જો કે મોદક સિવાય ગણેશજીને પ્રિય છે રસદાર બુંદી. આ એવી વાનગી છે જેને સરળતાથી જ ઘરે બનાવી શકાય છે. રસદાર બુંદી બનાવવા માટે ચણાનો લોટ - એક કપ, ઘી - એક ચમચી, પાણી - ૩ કપ, તેલ - તળવા માટે પૂરતું, બેકિંગ સોડા - એક ચપટી, કેસરની થોડીક પાંખડીઓની જરૂર પડશે. મીઠી-મધુરી બુંદી બનાવવા માટે બહુ થોડો સમય લાગે છે અને આ પ્રસાદ તરીકે પણ અબાલવૃદ્ધને ખૂબ પ્રિય છે.
Ganesh Chaturthi 2025 Gujarat First-27-08-2025
આ પણ વાંચોઃ Rashifal 27 August 2025 : આજે રચાતા ઉભયચારી યોગ અને ગણેશ ચતુર્થીના સંયોગથી આ રાશિનો થશે બેડો પાર