Gardening Tips : ચોમાસામાં મીઠા લીમડાને ઘરે જ ઉગાડવા માટે અજમાવો આ ઉપાયો
Gardening Tips,
- મીઠા લીમડાના છોડમાં વધારાના ડાળી, ડાળખા અને પાંદડા નિયમિત દૂર કરો
- આ કુમળા છોડને સીધા વરસાદી ઝાપટા અને માવઠાથી બચાવો
- Sweet Neem ના છોડમાં ખાટ દહીંના ઘોળવાનો ખાતર તરીકે ઉપયોગ કરો
Gardening Tips : ભારતીય વાનગીઓમાં મીઠા લીમડા (Sweet Neem)નું સ્થાન અવશ્ય જોવા મળે છે. મીઠો લીમડો માત્ર સ્વાદ ખાતર ઉમેરવામાં આવે છે તેવું નથી પરંતુ તેમાં રહેલા ઔષધિય ગુણોને લીધે પણ તેનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. મીઠો લીમડો આજે અનેક મહિલાઓ પોતાના ઘરે જ ઉગાડવાનું પસંદ કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તે સરળતાથી અને તાજો મળી રહે. આજે અમે આપને ઘરે કુંડામાં મીઠા લીમડાને વધુ સ્વાદિષ્ટ અને સડા વિહિન કેવી રીતે ઉગાડવા માટેની Gardening Tips જણાવીશું.
નિયમિત નિંદણ દૂર કરો
હવે ઘરે કુંડામાં ઉગાડવામાં આવતા મીઠા લીમડા અને ખેતરના પાકમાં ઉગતા નિંદણમાં આસમાન જમીનનો ફેર હોય છે. ઘરે કુંડામાં ઉગાડવામાં આવતા મીઠા લીમડાના છોડ માટે નિંદણ તેના છોડ પર જ જોવા મળે છે. જેમાં નકામી ડાળીઓ, સડી ગયેલા અને પીળા થઈ ગયેલા પાન, કેટલાક નિર્જીવ બની ગયેલા ભાગોનો સમાવેશ થાય છે. જો આ બધુ સમયસર દૂર કરવામાં ન આવે તો મીઠા લીમડાનો આખો છોડ બિનફળદ્રુપ થઈ જાય છે. આવો છોડ આપને સમયસર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાન પૂરા પાડી શકતો નથી. તેથી હંમેશા મીઠા લીમડાના છોડમાંથી નિંદણ દૂર કરવું જોઈએ. આપ છોડમાંથી બિનજરુરી અને સડી ગયેલ કે પીળા થઈ ગયેલ પાંદડા અને ડાળી દૂર કરવા માટે પ્રુનિંગ કટરનો પણ ઉપયોગ કરી શકો છો. આવા પ્રુનિંગ કટર સરળતાથી બજારમાં ઉપલબ્ધ છે.
Gardening Tips Gujarat First-10-08-2025-
આ પણ વાંચોઃ Best Protein Source for Gym: જીમ જતા લોકો માટે ઈંડા કે પનીર? બેસ્ટ પ્રોટીન સોર્સ કયો?
ખાટા દહીંના ઘોળવાનો ખાતર તરીકે ઉપયોગ કરો
ખાટા દહીંનો ઉપયોગ એક યોગ્ય ખાતર (Fertilizer) તરીકે પ્રચલિત છે. જો કે ઘરે કુંડામાં મર્યાદિત વિસ્તારમાં તે વધુ કારગત સાબિત થાય છે. ગુલાબ કે મોગરાના છોડમાં ઘણીવાર ખાટા દહીંમાંથી બનાવેલ ઘોળવાનો ઉપયોગ કરવામાં આવે છે. મીઠા લીમડાના કુંડામાં પણ નિયમિત ખાટા દહીંમાંથી બનાવેલ ઘોળવાનો ઉપયોગ કારગત છે. જો દહીં ખાટું ન હોય તો તમારે તેને 4-5 દિવસ રાખી મૂકીને ખાટું કરવું પડશે. ત્યારબાદ આ ખાટા દહીંમાં જરુરિયાત પ્રમાણેનું પાણી ઉમેરો. જે મિશ્રણ (ઘોળવું) તૈયાર થાય તેને મીઠા લીમડાના છોડના કુંડામાં રેડો. નિયમિત આ રીતે કરવાથી મીઠા લીમડાના છોડને યોગ્ય પોષણ મળી રહેશે અને તેના પાંદડાની સંખ્યા અને તેનો સ્વાદ વધશે.
Gardening Tips Gujarat First-10-08-2025--
સીધા વરસાદી ઝાપટાથી કુંડાને બચાવો
ઘરની અગાસી કે ધાબા પર મૂકવામાં આવતા કુંડાને હંમેશા સીધા વરસાદી ઝાપટાથી બચાવા જોઈએ. મીઠા લીમડા જેવા છોડમાં નવા ફૂંટેલા પાન અતિશય નાના અને નાજુક હોય છે. આ પાન પર જો વરસાદી ઝાપટા સીધા પડે તો તે ખરી પડવાની સંભાવના છે. તેમજ આ પાન વરસાદી પાણીને લીધે ઝડપથી સડી પણ જઈ શકે છે. જેથી આપને સમયસર તાજા અને સ્વાદિષ્ટ મીઠા લીમડાના પાન મળી શકશે નહીં. તેથી મીઠા લીમડાના છોડના કુંડાને સીધા વરસાદી ઝાપટાથી રક્ષણ મળે તે રીતે રાખવું જોઈએ. બીજું વરસાદી પાણી વધુ પડતું કુંડામાં જમા થઈ જાય તો આ કુમળો છોડ બળી (નષ્ટ) પણ જઈ શકે છે. (Gardening Tips)
આ પણ વાંચોઃ Passport Rules : હવે...માત્ર કેટલાક ક્લિકથી જ બનશે પાસપોર્ટ, જટીલ પ્રક્રિયા બની સરળ
(ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


