Diwali માં લાઈટ્સથી માનસિક તણાવ અને અસ્વાસ્થ્ય અનુભવાય છે, જાણો કેવી રીતે
- Lights ને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
- Lights માંથી નીકળતા કિરણો શરીર પર પણ અસર કરે છે
- તહેવારો પછી માથાનો દુખાવો અને તણાવ વધારે અનુભવાય
Diwali 2024 : દેશમાં તહેવારોનો સમય ચાલી રહ્યો છે. ભારત દેશમાં Diwali વર્ષનો સૌથી મોટો તહેવાર છે. ત્યારે તેની તૈયારી દરેક ઘરમાં મહિનાઓ પહેલાથી જ શરૂ થઈ જાય છે. આ તહેવારને રોશની અને દીવાઓના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. Diwali માં ચોતરફ રંગબેરંગી રોશની ઝગમગી રહી છે. Diwali પર ફેન્સી Lights લગાવવાનો ટ્રેન્ડ પણ છે. પરંતુ આ Lights ને કારણે માનવીય સ્વાસ્થ્ય ઉપર ઊંડી અસર કરે છે.
Lights ને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
Diwali ની હાઈ વોલ્ટેજવાળી Lights થી તેજ અને રંગોની માત્રા વધે છે. જે આંખોને ખુબ જ અસર કરે છે. તો કેટલાક લોકોને આ લાઇટ્સને સીધી આંખોથી જોવામાં તકલીફ પડે છે. જેના કારણે આ લોકોની અંદર તણાવની લાગણી પેદા થાય છે. ખાસ કરીને સંવેદનશીલ લોકોને આ Lights ને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના કારણે આ લોકોની Diwali બગડી શકે છે.
આ પણ વાંચો: Diwali માં ઉત્સવમાં અહીંયા ઉજવાય છે Budhi Diwali, જાણો ઈતિહાસ
Lights માંથી નીકળતા કિરણો શરીર પર પણ અસર કરે છે
Diwaliમાં મોટાભાગના લોકોની આ સમસ્યા થાય છે. કેટલાક લોકો Diwali પર રંગબેરંગી Lights લગાવવાનું પસંદ કરે છે, પરંતુ Lights ની ચમક તેમને રાતે ઊંઘવું મુશ્કેલ બનાવે છે. આ સ્વાભાવિક છે કારણ કે સારી ઊંઘ માટે અંધારું જરૂરી છે. આટલું જ નહીં, Diwali માં લગાવવામાં આવતી Lights માંથી નીકળતા કિરણો આપણા શરીર પર પણ અસર કરે છે, જેના કારણે હોર્મોનલ અસંતુલન થાય છે.
તહેવારો પછી માથાનો દુખાવો અને તણાવ વધારે અનુભવાય
Diwali ના સમયે હાઈ વોલ્ટેજ Lights ની આસપાસ કલાકો સુધી સમય વિતાવવાને કારણે ઓવરલોડની લાગણી પેદા થાય છે. તેના કારણે થાક સતત લાગ્યા કરે છે. તે ઉપરાંત ચિંતાજનક માનસ બની જાય છે. તેથી શરીરમાં અસ્વસ્થ્યતા જોવા મળે છે. મોટાભાગે Diwali જેવા ધૂમધામ તહેવારો પછી માથાનો દુખાવો અને તણાવ વધારે અનુભવાય છે.
આ પણ વાંચો: Diwali માં આ મિઠાઈઓ તમારા સ્વાસ્થ્ય સાથે ફિટનેસને જાળવી રાખશે


