Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Health Tips : શું તમે શરીરમાં વિટામિન D ની ઉણપના લક્ષણો વિશે જાણો છો ?

શરીરમાં જ્યારે વિટામિન D ની ઉણપ (Vitamin D Deficiency) થાય ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને ઓળખી લેવાથી સમયસર વિટામિન D ની ઉણપ દૂર કરી શકાય છે.
health tips   શું તમે શરીરમાં વિટામિન d ની ઉણપના લક્ષણો વિશે જાણો છો
Advertisement
  • Vitamin D Deficiency, 
  • આપણા શરીરના તંદુરસ્ત વિકાસ માટે વિટામિન D ખૂબ જ અનિવાર્ય છે
  • શરીરમાં જ્યારે વિટામિન D ની ઉણપ (Vitamin D Deficiency) થાય ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે
  • સમયસર આ લક્ષણોને પારખી લેવાથી Vitamin D Deficiency ને દૂર કરી શકાય છે

Health Tips : આપણા શરીરમાં વિટામિન એક મહત્વનું પોષક દ્રવ્ય ગણાય છે. જુદા જુદા વિટામિનને લીધે આપણું શરીર યોગ્ય રીતે કાર્ય કરે છે. આ દરેક વિટામિનમાં સૌથી અગત્યનું છે વિટામિન D. આ વિટામિન એ પોષક દ્રવ્ય છે શરીરના હાડકાં, દાંત જેવા અંગોને મજબૂતી બક્ષે છે. વિટામિન D શરીરને ટટ્ટાર રાખતા હાડકાના વિકાસ માટે બહુ મહત્વનું છે. જો શરીરમાં વિટામિન D ની ઉણપ થઈ જાય તો અનેક રોગોનો સામનો કરવો પડી શકે છે.

Vitamin D Deficiency ના લક્ષણો

Advertisement

જો આપણા શરીરમાં વિટામિન D ની ઉણપ વર્તાવા લાગે તો શરીર આપણને કેટલાક લક્ષણો દ્વારા તેની જાણ કરે છે. આ લક્ષણોને સમયસર પારખી લેવાથી તમે વિટામિન D ની ઉણપ સમયસર દૂર કરીને જીવલેણ રોગોના ભોગ થતા બચી શકો છો. આ સ્થિતિમાં શરીર જે લક્ષણો દર્શાવે છે તેમાં તાવ (ફ્લુ), શ્વાસ સંબંધી સમસ્યાઓ (દમ-અસ્થમા), દાંત સંબંધી રોગો (પાયોરિયા-પેઢા ઢીલા પડી જવા-દાંતમાં સડો), માનસિક આરોગ્ય જોખમાવું (ડિપ્રેશન) તેમજ રક્તવાહિની સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે.

Advertisement

Vitamin D Deficiency Gujarat First-28-08-2025-

આ પણ વાંચોઃ  ડાયેટિંગ વગર મહિલાએ 20 કિલો વજન ઘટાડ્યું, સફળતાના સુત્રો હમણાં જ જાણો

Vitamin D Deficiency ને કઈ રીતે દૂર કરી શકાય ?

આપણા શરીરમાં વિટામિન D ની ઉણપ વર્તાવા લાગે તો સુકતાન, ઓસ્ટિયોપોઈરોસિસ, હૃદયની વિકૃતિઓ, સંધિવા, હાયપરટેન્શન, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોનો ભોગ બનવાની સંભાવના વધી જાય છે. આ રોગોથી બચવા માટે શરીરમાં થતી વિટામિન D ની ઉણપને સમયસર પારખી લેવી જરુરી છે. વિટામિન D ની ઉણપ સામે આવ્યા બાદ સમયસર કેટલાક ઉપાયો કરવાથી આ રોગોથી બચી શકાય છે. વિટામિન D ની ઉણપને દૂર કરવા માટે રોજ સવારે કુમળા તડકામાં બેસવું જોઈએ. આ સિવાય કેટલાક ખાદ્ય પદાર્થોમાંથી  વિટામિન D પૂરતી માત્રામાં મળી રહે છે. જેમાં દૂધ, દૂધની બનાવટો, ઈંડા, માછલી તેમજ કેટલાક શાકભાજીનો સમાવેશ થાય છે.

Vitamin D Deficiency Gujarat First-28-08-2025--

આ પણ વાંચોઃ  Pumpkin Seeds: કોળાના બીજ સ્વાસ્થય માટે છે ફાયદાકારક, જાણો તેના અદભૂત ફાયદા

(ડિસ્કલેમરઃ  આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Advertisement

.

×