Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Health Tips : વહેલી સવારે મેથીના પાણીના સેવનથી થાય છે અનેક ફાયદા

દરરોજ સવારે મેથીનું પાણી (Fenugreek Water) પીવાથી પણ સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મેથીનું પાણી પેટ, હૃદય, મગજના રોગો તેમજ વજન ઘટાડવામાં કારગત છે. વાંચો વિગતવાર.
health tips   વહેલી સવારે મેથીના પાણીના સેવનથી થાય છે અનેક ફાયદા
Advertisement
  • વહેલી સવારે Fenugreek Water ના સેવનથી થાય છે અનેક ફાયદા
  • મેથીના દાણા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે
  • મેથીના પાણીમાં રહેલ ફોલિક એસિડ હૃદય રોગમાં રાહત આપે છે

Health Tips : ભારતમાં દરેક રસોડામાં મેથીનું અદકેરું સ્થાન છે કારણ કે, અનેક વાનગીઓમાં મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે મેથીના ઔષધિય ગુણોનો ભંડાર છે તેથી જ મેથીના દાણા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે. મેથીના દાણા ઉપરાંત તેનું પાણી પણ આરોગ્ય માટે ફાયદાકારક છે. જો સાવરે ખાલી પેટે મેથીનું પાણી (Fenugreek Water) પીવામાં આવે તો અનેક આરોગ્યપ્રદ લાભો થઈ શકે છે.

મેથીનું પાણી બનાવવાની રીત

રોજ રાત્રે એક ગ્લાસમાં એક ચપટી મેથીના દાણા લો. આ ગ્લાસમાં જરુરિયાત પૂરતું પાણી ઉમેરો. આખી રાત ગ્લાસને ઢાંકેલો મૂકી રાખો. વહેલી સવારે આ ગ્લાસમાં રહેલ પાણીને ગાળી લો. આ ગાળેલા પાણીને પીવો. આખી રાત પાણીમાં પલળેલા મેથીના દાણાને ફેંકવાને બદલે તેને ખૂબ બારીક ચાવીને પેટમાં ઉતારો. જેના પરિણામે આપને પેટ સંબંધી રોગોમાં ખૂબ ફાયદો મળશે. રોજ સવારે આ રીતે મેથીના દાણાનું પાણી પીવાથી આપને અનેક આરોગ્યકારી લાભ થશે.

Advertisement

આ પણ વાંચોઃ Health Tips : આજીવન દાંતની તંદુરસ્તી માટે અજમાવો આ કુદરતી અને કારગત ઉપચારો

Advertisement

પાચનક્રિયા મજબૂત બનાવે છે

મેથી પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. મેથીનું પાણી પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. મેથીનું પાણી પેટની સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો વગેરેમાં રાહત આપે છે. વળી મેથીના પાણીમાં એન્ટિઓક્સિડન્ટ સામેલ હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. મેથીનું પાણી શરીરમાં મેટાબોલિઝમ વધારવામાં પણ મદદરૂપ થાય છે.

બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે

આખી રાત મેથીને પલાળી રાખવાથી મેથીમાં રહેલ ક્રોમિયમ પાણીમાં ભળી જાય છે. આ ક્રોમિયમ લોહીમાં રહેલ શર્કરાનું પ્રમાણ કાબૂમાં રાખે છે. જેનાથી ડાયાબિટીસ દર્દીઓને બહુ ફાયદો થાય છે. મેથીના પાણીમાં ફોલિક એસિડનું પ્રમાણ હોવાનું પણ સાબિત થયું છે. જે હૃદય સંબંધી રોગોમાં રાહત આપે છે.

આ પણ વાંચોઃ Health Tips : બેસ્ટ ડાયજેશન અને વેટ લોસ કરવા માટે વહેલી સવારે હળદર અને જીરાવાળું પાણી પીવો

( ડિસ્કલેમરઃ  આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Advertisement

.

×