ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Health Tips: રોટલી અને ભાત સાથે ખાવા કેટલા હાનિકારક ?

જો તમે ભાત (Rice) અને રોટલી (Roti) એકસાથે ખાઈ રહ્યા છો તો તમે બ્લડ સુગર, ડાયાબિટીસ, ઓબેસિટી અને મેટાબોલિકલ ડિસઓર્ડર જેવી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. વાંચો વિગતવાર.
09:53 PM Apr 20, 2025 IST | Hardik Prajapati
જો તમે ભાત (Rice) અને રોટલી (Roti) એકસાથે ખાઈ રહ્યા છો તો તમે બ્લડ સુગર, ડાયાબિટીસ, ઓબેસિટી અને મેટાબોલિકલ ડિસઓર્ડર જેવી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. વાંચો વિગતવાર.
Eating rice and roti together Gujarat First,

Health Tips: ભારતીયોમાં રોજિંદા ભોજનમાં થાળીમાં ભાત (Rice) અને રોટલી (Roti) મુખ્ય વાનગીઓ છે. જો કે એક રિપોર્ટ અનુસાર આ બંને મુખ્ય વાનગીઓને સાથે આરોગવાથી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ રહેલું છે કારણ કે, ભાત અને રોટલી બંનેમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. આ બંને વાનગી સાથે ખાવાથી શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધી જાય છે. તેથી આપણે સમજદારીપૂર્વક સંતુલિત આહાર લેવો જોઈએ.

સમજદારી પૂર્વક ડાયટ લો

આપણે રોજિંદા આહારમાં સંતુલન જાળવવું જરૂરી છે. ફક્ત પેટ ભરવા માટે નહિ પરંતુ સમજદારીપૂર્વક ખાઓ જેનાથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે. ભાત (Rice) અને રોટલી (Roti) બંનેને એકસાથે ખાઓ છો, ત્યારે શરીરને એકસાથે ભારે માત્રામાં ગ્લુકોઝ મળે છે. આનાથી બ્લડ સુગર ઝડપથી વધે છે એટલું જ નહીં, સ્વાદુપિંડ પર દબાણ પણ વધે છે, જેના કારણે ઈન્સ્યુલિનનું યોગ્ય સ્તર જાળવવું મુશ્કેલ બને છે. આ મિશ્રણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ કરીને ખતરનાક બની શકે છે. બંને ખોરાક એકસાથે ખાવાથી શરીરને પચવામાં વધુ સમય અને શક્તિ લાગે છે. આ ચયાપચયને ધીમું કરી શકે છે, જેનાથી વજન વધવાનું જોખમ વધે છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો આ આદત બદલવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચોઃ  Health Tips: વારંવાર તરસ લાગવી એ કઈ બીમારીઓનું લક્ષણ છે?

રાત્રે તો કદાપિ આ વાનગીઓ સાથે ન ખાવી

રોટલી(Roti) અને ભાત(Rice) એકસાથે ખાવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી શકે છે. આનાથી પેટમાં ભારેપણું આવે છે, ગેસ બને છે અને અપચો પણ થઈ શકે છે. આ બંને વાનગીઓ રાત્રે તો ખાસ ન ખાવી જોઈએ કારણ કે રાત્રે પાચનતંત્ર ધીમું પડી જાય છે અને અપચાની બિમારી થવાની સંભાવના રહે છે. જ્યારે તમે બંને એકસાથે ખાઓ છો, ત્યારે કેલરી પણ બમણી શરીરમાં જાય છે. જો તમે શારીરિક રીતે સક્રિય ન હોવ અથવા કસરત ન કરો, તો આ વધારાની કેલરી ચરબી તરીકે સંગ્રહિત થઈ શકે છે. લાંબા ગાળે, આ સ્થૂળતા જેવા રોગો તમને થઈ શકે છે.

આ પણ વાંચોઃ  Stay fit after 40: આ રુટિન અપનાવાથી આપ 40 વર્ષની ઉંમર બાદ પણ રહેશો Fit and Fine

Tags :
Balanced dietBlood sugarCarbohydrateDiabetesEating rice and roti togetherGujarat FirstGUJARAT FIRST NEWSHealth RisksMetabolic disorderObesityriceroti
Next Article