ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Health Tips : ધાર્મિક મહત્વ સાથે તુલસીના ઔષધિય મહત્વ વિશે જાણો વિગતવાર

તુલસી (Basil) ધાર્મિક મહત્વની સાથે સાથે ઔષધિય મહત્વ પણ ધરાવે છે. તુલસીના સેવનના આરોગ્ય વિષયક અઢળક ફાયદાઓ (Medicinal benefits) છે. જેમાં સામાન્ય શરદીથી લઈ માનસિક રોગોમાં થતી રાહતનો સમાવેશ થાય છે.
03:39 PM May 23, 2025 IST | Hardik Prajapati
તુલસી (Basil) ધાર્મિક મહત્વની સાથે સાથે ઔષધિય મહત્વ પણ ધરાવે છે. તુલસીના સેવનના આરોગ્ય વિષયક અઢળક ફાયદાઓ (Medicinal benefits) છે. જેમાં સામાન્ય શરદીથી લઈ માનસિક રોગોમાં થતી રાહતનો સમાવેશ થાય છે.
Medicinal benefits Basil Gujarat First

Health Tips : હિન્દુ ધર્મમાં તુલસીને સાક્ષાત લક્ષ્મીજી (Maa Laxami) નું રુપ ગણવામાં આવે છે. તુલસી પૂજનનું પણ વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. જો કે તુલસીનું ધાર્મિક ઉપરાંત ઔષધિય મહત્વ પણ ધરાવે છે. જેમાં સામાન્ય શરદી, બ્લ્ડ સુગર, બ્લ્ડ પ્રેશર, ડાયાબિટીસ, પાચન સંબંધી, માનસિક રોગો વગેરેમાં મળતી રાહતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તુલસીમાં રહેલા ઔષધિય તત્વોને લીધે તેના રોજિંદા સેવનથી લોહી શુદ્ધ (Blood Purification) થાય છે અને ત્વચા પણ તંદુરસ્ત બને છે.

ઔષધિય તત્વોથી ભરપૂર

તુલસીનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. આ સાથે તુલસીમાં રહેલા તત્વો અને ઉપયોગી રસાયણોને લીધે તેનું ઔષધિય મહત્વ પણ વધી જાય છે. તુલસીમાં રહેલા તત્વોની વાત કરવામાં આવે તો તેમાં વિટામિન સી, એ, કે અને બી-કોમ્પ્લેક્સ, એન્ટીઓકિસડન્ટ, પ્રોટીન, ફાયબર, ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા વિવિધ પોષક તત્વો હોય છે. આ આરોગ્ય કારી તત્વોને લીધે તુલસીના પાંદડા, તુલસીના પાંદડાનો રસ, તુલસીના મહોરનું ઓષધિય મહત્વ (Medicinal benefits) અનેકગણું વધી જાય છે. આ ગુણધર્મોને લીધી તુલસીને પ્રાચીનકાળથી એક અગત્યનું આયુર્વેદિક ઔષધ ગણવામાં આવે છે.

આ પણ વાંચોઃ    Health Tips: ડાયાબિટીસ હોવાની જાણ થાય ત્યારે સૌથી પહેલા કરો આ ઉપાયો

અનેક રોગોમાં લાભદાયી

તુલસીમાં એન્ટીઓકિસડન્ટ અને એન્ટિ-માઈક્રોબિયલ સંયોજનો વધુ માત્રામાં હોય છે, તેથી તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તુલસીનો અર્ક રોગપ્રતિકારક કોષોની તંદુરસ્તીમાં વધારો કરી શકે છે, જેનાથી શરીરને ચેપ અને રોગોથી રક્ષણ મળે છે. રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવા માટે તમે તુલસીનો વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો. જેમકે તુલસીની ચા, તુલસીના પાંદડાનો રસ તેમજ વિવિધ વાનગીઓમાં તુલસીના પાંદડાને નાખીને ઉપયોગ કરી શકો છો.

શારીરિક ઉપરાંત માનસિક રોગોમાં લાભદાયી

તુલસીની અંદર રહેલા ઔષધિય ગુણો માત્ર શારીરિક રોગોમાં લાભદાયી છે તેવું નથી પરંતુ આ ગુણો માનસિક રોગોમાં પણ લાભદાયી છે. તુલસીમાં રહેલ એડેપ્ટોજેન જેવા ગુણધર્મોને લીધે તમે માનસિક તણાવ મુક્ત રહી શકો છો. તુલસીના પાંદડાના નિયમિત સેવનથી તમારુ માનસિક આરોગ્ય જળવાઈ રહે છે. રોજ સવારે તુલસીના પાંદડાનું સેવન કરવાથી તમને પ્રસન્નતા અનુભવાય છે અને તમારો આખો દિવસ આહલાદક જાય છે. જો તુલસીના રસનું નિયમિત સેવન કરવામાં આવે તો શરીરમાં રહેલ કફ પ્રકોપ દૂર થાય છે. શ્વાસનળી જેવા શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગો મજબૂત બને છે. તેથી જ શરદી, ખાંસી અને અસ્થમા જેવા રોગોમાં તુલસીના સેવનની સલાહ આપવામાં આવે છે. જો શ્વસનતંત્રના રોગો કાબૂમાં રહેશે તો તમારુ ચિત્ત સ્વસ્થ રહેશે.

આ પણ વાંચોઃ  Health Tips : ગાઢ અને સળંગ નિંદ્રા માટે કરો આ ઉપાયો, મગજ અને શરીર બંને અનુભવશે તાજગી

Tags :
adaptogenic propertiesAyurvedaBasilblood pressureblood purificationcold and coughDiabetesGujarat FirstGUJARAT FIRST NEWShealth-benefitsImmunityMedicinal benefitsMental HealthReligious Importancerespiratory healthTulsiTulsi plant usesTulsi tea benefits
Next Article