Health Tips : ચોમાસામાં હૂંફાળા પાણીનું નિયમિત સેવન છે અત્યંત ફાયદાકારક
- ચોમાસામાં Warm Water પીવાથી થાય છે અનેક ફાયદા
- મંદ પાચનશક્તિ સુધરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
- રાત્રે સૂતા પહેલા Warm Water પીવાથી ઊંઘ સારી આવે છે
- જમ્યા પહેલા Warm Water પીવાથી પાચનતંત્ર સક્રિય બને છે
Health Tips : ચોમાસામાં હંમેશા હૂંફાળુ પાણી (Warm Water) પીવાની સલાહ આપવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે વરસાદની ઋતુમાં પાણીજન્ય રોગો વધી જાય છે. આ રોગોથી બચવા હૂંફાળા પાણીનું સેવન કરવું જોઈએ. ચરક સંહિતા (Charak Samhita) માં પણ હૂંફાળા પાણીનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. એક પૌરાણિક સંસ્કૃત ઉક્તિ "उष्णं जलं पचति आमं तेन रोगा न जायते" અનુસાર શરીરમાં રહેલ હાનિકારક તત્વોને હૂંફાળુ પાણી શરીરની બહાર નીકાલ કરી રોગોથી બચાવે છે.
મંદ પાચનશક્તિનો કારગત ઈલાજ
ચોમાસામાં વાતાવરણમાં ભેજ જોવા મળે છે. વાતાવરણ ઠંડુ હોય છે જેનાથી પાચનશક્તિ (Digestion) મંદ પડી જાય છે. આ મંદ પાચનશક્તિને તેજ કરે છે હૂંફાળુ પાણી. જો તમે નિયમિત હૂંફાળા પાણીનું સેવન કરશો તો તમારી પાચનશક્તિ ચોમાસામાં પણ મંદ નહીં પડે. હૂંફાળુ પાણી શરીરમાં રહેલા ઝેરી અને હાનિકારક તત્વોને પચાવે છે અને વિવિધ રોગોથી બચાવે છે. શરીરની પાચનશક્તિ તેજ થતાં શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. શરીર બહારથી થતા વાયરસ અને બેક્ટેરિયાના હુમલાનો સામનો સરળતાથી કરી શકે છે. નિયમિત હૂંફાળા પાણીના સેવનથી આપ શરદી, ઉધરસ અને તાવથી પણ શરીરને સુરક્ષિત રાખી શકો છો.
આ પણ વાંચોઃ Health Tips : શું આપના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી રહ્યું છે ? જાણી લો આ ઘાતક દ્રવ્યને ઘટાડવાના ઉપાયો
હૂંફાળા પાણીથી ચેપ દૂર થાય છે
ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. જેનાથી લોકોને ગળા, ફેફસા વગેરમાં ચેપ લાગે છે. જો કે હૂંફાળા પાણી (Warm Water) નું નિયમિત સેવન કરવાથી આપનું શરીર ચેપમુક્ત થાય છે. હૂંફાળા પાણીના નિયમિત સેવનથી ગળામાં દુખાવો, કફ અને બીજા અન્ય પ્રકારના ચેપ દૂર થાય છે. ચોમાસા દરમિયાન શરીરમાં ઘણીવાર અકડન અને દુખાવો અનુભવાય છે. દરરોજ હૂંફાળું પાણી પીવાથી સ્નાયુઓની જડતા ઓછી થાય છે અને દુખાવામાં આરામ મળે છે.
કયારે પીવું જોઈએ હૂંફાળુ પાણી ?
સુશ્રુત સંહિતા (Sushruta Samhita) અનુસાર સવારે ખાલી પેટે, જમવાના અડધા કલાક પહેલા, જમ્યાના અડધા કલાક પછી અને રાત્રે સૂતા પહેલા હૂંફાળુ પાણી પીવું જોઈએ. જ્યારે તમે સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીઓ છો ત્યારે પાચનતંત્ર સક્રિય થાય છે. જમ્યાના અડધા કલાક પહેલા પાણી પીવાથી પાચન સુધરે છે. જમ્યાના અડધા કલાક પછી બે-ત્રણ ગ્લાસ પાણી પીવાથી ખોરાક સરળતાથી પચવામાં મદદ મળે છે. રાત્રે સૂતા પહેલા હૂંફાળું પાણી પીવાથી સારી ઊંઘ આવે છે.
આ પણ વાંચોઃ Health Tips : ચોમાસામાં હોઠને મુલાયમ અને ગુલાબી બનાવવા માટે અજમાવો આ ઉપાયો


