Health Tips : આજીવન દાંતની તંદુરસ્તી માટે અજમાવો આ કુદરતી અને કારગત ઉપચારો
- દાંતને લાંબા સમય સુધી મજબૂત રાખતા કુદરતી ઉપચારો
- રોજ મીઠાના પાણીના કોગળા કરો
- રોજ દાંતની મસાજ કરો
- રોજ એક લવિંગ મમળાવો
Health Tips : શરીરના દરેક અંગો મહત્વના છે. દાંત પણ શરીરનું એક મહત્વનું અંગ માનવામાં આવે છે. દાંત વડે જ આપણે ખોરાક ખાઈ શકીએ છીએ જેનાથી આપણા શરીરને પોષણ મળી રહે છે. તેથી જ શરીર માટે જરુરી એવા દાંતની તંદુરસ્તી (Dental Health) પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. દાંતને જો લાંબા સમય સુધી તંદુરસ્ત, મજબૂત અને સડા વિહિન બનાવવા હોય તો અજમાવો આ કુદરતી અને કારગત ઉપચારો.
રોજ રાત્રે કોગળા કરો
જો દાંતને મજબૂત અને આજીવન તંદુરરસ્ત રાખવા હોય તો રોજ રાત્રે દાંત સાફ કરીને જ સુઓ. રાત્રે બ્રશ કરવું એ એક સારી બાબત છે. આ સિવાય કોગળા કરવાથી પણ દાંત આજીવન મજબૂત અને સાબૂત રહેશે. રાત્રે કોગળા કરવા માટે મીઠાવાળા પાણી (Salted Water) નો ઉપયોગ કરી શકાય. અમૂક લોકો ફટકડીવાળા પાણીના કોગળા પણ કરતા હોય છે. રોજ રાત્રે મીઠાવાળા પાણીના કોગળા કરવાથી દાંતમાં જમા થયેલ ખોરાકના કણો નીકળી જાય છે. આ ઉપરાંત દાંતને સડાવતા બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે. એલોપેથી ડોક્ટર હાઈડ્રોજન પેરોક્સાઈડના કોગળા કરવાની પણ સલાહ આપતા હોય છે. જો કે હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરતા બહેતર છે કે મીઠા જેવા કુદરતી તત્વનો જ ઉપયોગ કરવો.
આ પણ વાંચોઃ Health Tips : બેસ્ટ ડાયજેશન અને વેટ લોસ કરવા માટે વહેલી સવારે હળદર અને જીરાવાળું પાણી પીવો
દાંતની મસાજ કરો
આપણે ચહેરાની ત્વચા અને શરીરને આરામ આપવા માટે મસાજનો સહારો લઈએ છીએ. તે જ રીતે દાંતને પણ મસાજની જરુર રહે છે. જો તમે દાંતને આજીવન તંદુરસ્ત અને મજબૂત બનાવી રાખવા માંગતા હોવ તો દાંતની મસાજ કરો. દાંતના નિયમિત મસાજથી દાંતને જકડી રાખતા પેઢા મજબૂત રહે છે. દાંતનું મૂળ સાથેનું જોડાણ પણ મજબૂત બને છે. તેથી દાંતનું નિયમિત મસાજ કરવું બહુ જરુરી છે. દાંતના મસાજ માટે તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. દેશમાં કેટલાક વિસ્તારોમાં રાખનો પણ દાંતના મસાજ માટે ઉપયોગ કરવામાં આવે છે.
લવિંગનું નિયમિત સેવન કરો
આપણા ઘરના રસોડામાં સરળતાથી ઉપલબ્ધ એવું લવિંગ દાંતના આરોગ્ય માટે બહુ ગુણકારી છે. રોજ એક લવિંગને દાંત વડે હળવી રીતે ચાવવાથી દાંતની તંદુરસ્તી વધે છે. આજીવન દાંતને મજબૂત રાખવા હોય તો રોજ એક લવિંગ મમળાવવાની ટેવ રાખો. લવિંગથી દાંતમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે તેમજ લવિંગમાં રેહલા ઔષધિય ગુણોથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.
આ પણ વાંચોઃ Lifestyle: આ વસ્તુઓ તમારા પેટ માટે વરદાન સાબિત થશે, આયુર્વેદે પણ વાત સ્વીકારી
( ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


