Health Tips : ચોમાસામાં હોઠને મુલાયમ અને ગુલાબી બનાવવા માટે અજમાવો આ ઉપાયો
- ચોમાસામાં ચહેરા ઉપરાંત હોઠની માવજત પણ આવશ્યક છે
- હોઠને ચમકદાર બનાવવામાં પણ Aloevera બહુ ઉત્તમ ઔષધી ગણાય છે
- હોઠ પર રહેલ બરછટતા દૂર કરવામાં Honey સૌથી મહત્વનું છે
- Cucumber હોઠના પિગમેન્ટેશન અને રુક્ષતા દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
Health Tips : ચોમાસામાં ચહેરાની ત્વચાની સારસંભાળ માટે લોકો કાળજી લેતા હોય છે. જો કે ચહેરાની ત્વચા સાથે હોઠની સંભાળ (Lip Care) લેવી પણ એટલી જ અગત્યની છે. ચોમાસામાં હવામાં રહેલ ભેજને લીધે હોઠનો રંગ બદલાવો તેમજ તાપમાનમાં ફેરફારને લીધે હોઠ ફાટી જવાની સમસ્યા જોવા મળે છે. અમે આપને જણાવીશું કે ચોમાસાની ઋતુમાં હોઠને કેવી રીતે ગુલાબી અને મખમલી બનાવી શકાય. હોઠને મખમલી, મુલાયમ અને સુંદર બનાવવા માટે આપ એલોવેરા, મધ અને કાકડીનો ઉપયોગ કરી શકો છો.
એલોવેરા
ત્વચાની અનેક સમસ્યાઓ માટે એક એલોવેરા (Aloevera) એક શ્રેષ્ઠ કુદરતી ઉપાય છે. હોઠને ચમકદાર બનાવવામાં પણ એલોવરા બહુ ઉત્તમ ઔષધી ગણાય છે. એલોવેરા એલોઈનથી ભરપૂર હોય છે. તેથી તે હોઠોના પિગમેન્ટેશન સામે મજબૂત રીતે લડે છે. તે હોઠ પરની કાળાશ દૂર કરે છે. એલોવેરાના પાનમાંથી તાજો માવો કાઢી લો. આ માવો હોઠ પર લગાવો. લગભગ 15 મિનિટ પછી હોઠોને તેને ગરમ પાણીથી ધોઈ લો. જો તમે એલોવેરાનો ઉપયોગ નિયમિતપણે કરશો તો આપના હોઠની કાળાશ દૂર થશે અને હોઠ ગુલાબી દેખાવા લાગશે.
મધ
મધ (Honey) માં રહેલ એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો હોઠને ચમકદાર અને મુલાયમ બનાવે છે. હોઠ પર રહેલ બરછટતા દૂર કરવામાં મધ સૌથી મહત્વનું છે. મધમાં રહેલ ઔષધિય ગુણોને લીધે તમારા હોઠ મુલાયમ અને ચમકદાર બને છે. હોઠને સુંદર અને મુલાયમ બનાવવા માટે મધને પહેલા હોઠ પર યોગ્ય રીતે લગાવી દો. ત્યારબાદ હળવા હાથે ગોળાકાર ગતિમાં સ્ક્રબ કરો. થોડા સમય બાદ ગરમ પાણીથી હોઠને સાફ કરો. મધ એક સારા એક્સફોલિયેટર તરીકે કામ કરતું હોવાથી હોઠ માટે ફાયદાકારક છે.
કાકડી
એન્ટી ઓક્સિડન્ટ અને સિલિકાથી ભરપૂર કાકડી (Cucumber) તમારા હોઠના પિગમેન્ટેશન અને રુક્ષતા દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હોઠની નબળી અને શુષ્ક થયેલ ત્વચાને કાકડી પહેલા જેવી સુંદર બનાવી શકે છે. કાકડીના ઉપયોગથી હોઠને સુંદર બનાવવા માટે તમારે કાકડીની પેસ્ટ બનાવવી પડશે. આ પેસ્ટને 15થી 20 મિનિટ સુધી હોઠ પર લગાવેલ રાખો. કાકડીમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મને લીધે આ પેસ્ટ તમારા હોઠને મુલાયમ બનાવશે. પેસ્ટને હોઠ પર 20 મિનિટ રાખ્યા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જો તમે કાકડીના ઉપયોગથી હોઠને સુંદર અને નાજૂક બનાવવા માંગો તો આ પ્રયોગ દિવસમાં 2 વાર કરો.
આ પણ વાંચોઃ Monsoon: ચોમાસા દરમિયાન ડાયરિયા-કોલેરાથી બચવા માટે આ ઉપાયો કરો
( ડિસ્કલેમરઃ આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)


