Healthy Relationsheep : સંબંધોમાં 'મન્કી-બ્રાન્ચિંગ'ની ટૉક્સિક આદત
Healthy Relationsheep : આજના ઝડપી યુગમાં રિલેશનશિપની પૅટર્ન પણ ઝડપી બની છે. ઘણા લોકો એવા હોય છે જેઓ ક્યારેય 'સિંગલ' રહેતા નથી. એક સંબંધ પૂરો થાય કે તરત જ બીજો સંબંધ જીવનમાં સ્થાન લઈ લે છે, જાણે કે એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદતા વાંદરા હોય. મનોવિજ્ઞાનની ભાષામાં આ વર્તણૂકને 'મન્કી-બ્રાન્ચિંગ' કહેવામાં આવે છે. પરંતુ આ આદત સંબંધોને મજબૂત બનાવવાને બદલે ટૉક્સિક ચક્રમાં ફસાવે છે.
Healthy Relationsheep: મન્કી-બ્રાન્ચિંગ એટલે શું?
મન્કી-બ્રાન્ચિંગની પૅટર્ન ધરાવનાર વ્યક્તિ જ્યાં સુધી કોઈ બીજો 'બૅકઅપ' વિકલ્પ તૈયાર ન હોય ત્યાં સુધી પોતાનો વર્તમાન સંબંધ છોડતી નથી. તેઓ જૂના સંબંધમાંથી ભાવનાત્મક રીતે પૂરેપૂરા બહાર આવ્યા ન હોવા છતાં, તુરંત જ નવા સંબંધમાં ઈમોશનલી ઇન્વેસ્ટ થવાનું શરૂ કરી દે છે.
આ પાછળનો મુખ્ય ઉદ્દેશ એકલતાના ડર અને બ્રેકઅપ બાદ થતા ખાલીપા અને પીડાની લાગણીથી બચવાનો હોય છે. તેઓ માને છે કે નવી વ્યક્તિ આવવાથી બધું ઠીક થઈ જશે, પરંતુ હકીકત એ છે કે જ્યારે તમે યોગ્ય રીતે જૂનો સંબંધ ખતમ કર્યા વિના આગળ વધો છો, ત્યારે જૂની ભૂલો નવી રિલેશનશિપમાં રિપીટ થાય છે, જે આખરે બધા સંબંધોને ઝેરી (ટૉક્સિક) બનાવે છે.
Healthy Relationsheep : આદત પાછળનું મનોવિજ્ઞાન
મનોવૈજ્ઞાનીઓના મતે, આ વર્તણૂક સંબંધોમાં ઊંડી અસુરક્ષા અને ભાવનાત્મક નિર્ભરતા દર્શાવે છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
એકલાપણાનો ડર: આવા લોકોને એકલા રહેવાનો એટલો ડર હોય છે કે તેઓ ભાવનાત્મક રીતે હંમેશા કોઈના પર નિર્ભર રહે છે.
ઓછું આત્મસન્માન (Low Self-Esteem): જે વ્યક્તિ પોતાને પર્યાપ્ત નથી સમજતી, તે બીજા પાસેથી મળનારા વૅલિડેશન (સ્વીકૃતિ અને માન્યતા) પર ટકેલી રહે છે. એક સંબંધમાં વૅલિડેશન ઘટતાં જ તે બીજા સંબંધ તરફ ભાગે છે.
પરિત્યાગનો ડર (Fear of Abandonment): બાળપણમાં ભાવનાત્મક ઉપેક્ષાના અનુભવોને કારણે એકલાપણું અત્યંત દુઃખદાયક લાગે છે.
ટ્રૉમાનું પુનરાવર્તન: કેટલાક લોકો બાળપણના જૂના ઘા કે ટ્રૉમાને કારણે એ જ ટૉક્સિક પૅટર્ન વારંવાર રિપીટ કરે છે, કારણ કે તેમને તે પરિચિત લાગે છે.
ટૉક્સિક ચક્રમાંથી બહાર આવો
આ અનહેલ્ધી ઇમોશનલ પૅટર્નને તોડવા માટે સ્વ-કાર્ય (Self-Work) અને ભાવનાત્મક મજબૂતી પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.
ટ્રિગર્સને ઓળખવા:
આપણા દરેક વ્યવહાર પાછળ કોઈ ને કોઈ ટ્રિગર છુપાયેલું હોય છે. જેમ કે, રિજેક્શનનો ડર, સતત વૅલિડેશનની જરૂરિયાત, કે એકલા પડી જવાનો ડર. આ ટ્રિગર્સને આઇડેન્ટિફાય કરવાં અને તેનું મૂળ બાળપણ કે જૂના સંબંધોમાં શોધવું.
સેલ્ફ-રિફ્લેક્શન:
પોતાની જાતને ઈમાનદારીથી પ્રશ્ન પૂછો: "હું કેમ દર વખતે એક જેવી ભૂલ કરું છું? મને કઈ વાતનો ડર છે?" આ સેલ્ફ-એક્સ્પ્લોરેશન તમને તમારા જૂના ઘાને ઓળખવામાં મદદ કરશે.
ઇમોશનલ ઇન્ટેલિજન્સ (EI) વિકસાવવી:
તમારી ભાવનાઓને ઓળખો, સમજો અને તેને સ્વસ્થ રીતે સંભાળતાં શીખો. એકલવાયાપણું જેવી અનકમ્ફર્ટેબલ લાગણીઓથી ભાગવાને બદલે તેને સ્વીકારો અને હેલ્ધી રીતે પ્રોસેસ કરો.
થેરપિસ્ટનો સપોર્ટ:
વર્ષો જૂની પૅટર્નને તોડવા માટે થેરપિસ્ટનો સહારો લેવો ઉત્તમ છે. તેઓ તમારી ભાવનાઓને ઉકેલીને યોગ્ય રસ્તો બતાવી શકે છે.
જો તમને શંકા હોય કે તમારો પાર્ટનર બીજા વિકલ્પની શોધમાં છે, તો આ રેડ ફ્લૅગ્સ (ચેતવણીના સંકેતો) પર ધ્યાન આપો:
| સંકેત | વર્તણૂકનું નિરીક્ષણ |
| ગુપ્તતા | ફોન અને સોશિયલ મીડિયાને લઈને અતિશય ગુપ્તતા, પાસવર્ડ બદલવા, ચેટ તરત ડિલીટ કરવી. |
| અરસો ઓછો | તમારી સાથે ઓછો સમય વિતાવવો, પ્રેમ-સ્નેહ દેખાડવાનું ઘટાડી દેવું. |
| બીજામાં રસ | કોઈ અન્ય વ્યક્તિમાં વધુ પડતો રસ દાખવવો, તેની પ્રશંસા કરવી કે તેની સાથે તમારી સરખામણી કરવી. |
| ભવિષ્ય ટાળવું | સંબંધના ભવિષ્યની વાતોને ટાળવી. |
સંબંધોની સફળતા માટે બાહ્ય વૅલિડેશન નહીં, પણ આંતરિક મજબૂતી જરૂરી છે. મન્કી-બ્રાન્ચિંગની પૅટર્ન તોડીને, પોતાની જાત સાથે શાંતિ સ્થાપિત કરવી એ જ હેલ્ધી સંબંધોનો સાચો પાયો છે.
આ પણ વાંચો Quiescency : મૌન ઈશ્વરની ભાષા અને અલભ્ય શાંતિની પ્રાપ્તિ


