Helmet Tips: હેલ્મેટને બેક્ટેરિયાનું ઘર બનતું અટકાવવા આ રીતે સફાઇ કરો
- હેલ્મેટ સુરક્ષા આપવાની સાથે દંડથી પણ બચાવે
- નિયમિત હેલ્મેટ પહેરવાની સાથે તેની સફાઇ પણ જરૂરી
- આ સરળ ઉપાયથી તમે ઓછા સમયમાં અસરકારક સફાઇ કરી શકો છો
Helmet Cleaning Tips: રોજિંદા નિયમિત ઉપયોગના કારણે હેલ્મેટ ઘણીવાર ગંદા, દુર્ગંધ મારતા અને બેક્ટેરિયાના ઘર સમાન થઈ જાય છે. હેલ્મેટ પહેરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે માત્ર ઈજા થવાનું જોખમ ઘટાડે છે, પણ દંડથી પણ બચાવે છે. જો કે, તેને નિયમિતપણે સાફ કરવું હંમેશા શક્ય નથી. સાથે જ તેને બિનઆરોગ્યપ્રદ હાલતમાં લાંબા સમય સુધી પહેરવું પણ હિતાવહ નથી.
પેડ્સને નુકસાન થવાનું જોખમ
ધૂળ અને માથાના પરસેવાથી હેલ્મેટમાં બેક્ટેરિયા જમા થઈ શકે છે. લોકો ઘણીવાર તેને ધોઈ નાખે છે, પરંતુ આમ કરવાથી અંદરના પેડ્સને નુકસાન થવાનું જોખમ રહેલું છે. જો આ પેડ્સ દૂર કરી શકાય તેવા ના હોય, તો હેલ્મેટ ધોવા મુશ્કેલ છે. જેથી, સૌથી ગંદા હેલ્મેટને પણ નવા જેવું ચમકાવવાના કેટલાક ઉપાયો અમને તમે અહિંયા જણાવી રહ્યા છીએ.
તમારે હેલ્મેટ કેટલી વાર સાફ કરવું જોઈએ ?
મહિનામાં ઓછામાં ઓછા બે વાર હેલ્મેટ સાફ કરવી જોઈએ. જે ગંધ, માથાની ખંજવાળ અને ખોડો અટકાવે છે, અને બેક્ટેરિયાનો વિકાસ પણ અટકાવે છે.
હેલ્મેટ કેવી રીતે સાફ કરવું ?
તમે ઘરે તમારા હેલ્મેટને સાફ કરવા માટે બેબી શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો. આ સૌથી સલામત પદ્ધતિ છે. જો હેલ્મેટ ખૂબ ગંદુ હોય અને દુર્ગંધ મારતું હોય, તો તમે તેના માટે ક્લીંઝર બનાવી શકો છો. તેને બનાવવા માટે, પાણીમાં ડિટર્જન્ટ પાવડર, વોશિંગ સોડા અને થોડું શેમ્પૂ મિક્સ કરો. બાદમાં પાણીમાં બધી સામગ્રી મિક્સ કરો.
એક ડોલમાં હૂંફાળું પાણી લો
આ પછી, તેમાં કપડું ડુબાડો અને હેલ્મેટને ઘસીને સાફ કરો. સ્વચ્છ પાણીથી લૂછી લીધા પછી, તેને સૂકવવા માટે તડકામાં રાખો. જો હેલ્મેટની અંદરનો પેડ કાઢી શકાય તો તમે તેને બીજી રીતે પણ સાફ કરી શકો છો. આ માટે, એક ડોલમાં હૂંફાળું પાણી લો. તેમાં શેમ્પૂ અને સોડા ઉમેરો. હેલ્મેટને થોડીવાર માટે તેમાં મૂકો. પછી તેને કપડાથી ઘસીને સાફ કરો. આમ કરવાથી દર વખતે સફાઇ બાદ હેલ્મેટ નવા જેવું જ લાગશે.
આ પણ વાંચો ------34 વર્ષની આ એક્ટ્રેસે 24 વર્ષ મોટા પરિણીત પુરુષને કર્યો હતો પ્રેમ,થયો હતો હોબાળો


