એક દિવસમાં કેટલું પાણી પીવો છો તમે? જરૂર કરતા વધુ પાણી પીવાથી થતું નુકસાન પણ જાણી લો..
- પાણી આપણા જીવન માટે ખૂબ જ મહત્વનું
- શું તમે જાણો છો રોજનું કેટલું પાણી પીવું જોઈએ
- વધુ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક
હાલમાં ઉનાળાની સીઝન ચાલતી હોઈ પાણીની તરસ વધારે લાગે છે. આપણા સ્વાસ્થ્ય માટે જરૂર કરતા વધુ પાણી પીવું પણ ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. રોજનું કેટલું પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે સારૂ છે. તે જાણીએ.પાણી આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાણી પીવાથી માત્ર તરસ છીપાય છે જ નહીં પણ શરીરને હાઇડ્રેટેડ પણ રાખે છે અને શરીરમાંથી બધા ઝેરી તત્વો દૂર કરવામાં મદદ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે જરૂર કરતાં વધુ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ વધુ પડતું પાણી પીવાના ગેરફાયદા વિશે જાણીએ.
આપણી કિડની પાણીને ફિલ્ટર કરે છે અને શરીરમાંથી કચરો દૂર કરવામાં મદદ કરે છે. જરૂર કરતાં વધુ પાણી પીવાથી કિડની પર ભાર પડે છે અને તેમને કામ કરવામાં મુશ્કેલી પડે છે. સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ આપણા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. વધુ પડતું પાણી પીવાથી આ ઇલેક્ટ્રોલાઇટ્સ પાતળું થઈ જાય છે. જેના કારણે વ્યક્તિને સ્નાયુઓમાં ખેંચાણ અને નબળાઈનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચોઃ Health Tips : ડાયાબિટીસ કિડનીને કેવી રીતે નુકસાન પહોંચાડે છે, નિષ્ણાતો પાસેથી જાણો
પાણીનો વધુ પડતો ઉપયોગ અને પાણીનો અભાવ બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. પાણીની અછત ડિહાઇડ્રેશનનું જોખમ વધારે છે. જ્યારે જરૂર કરતાં વધુ પાણી પીવાથી ઓવરહાઇડ્રેશન થઈ શકે છે. ખાસ કરીને રમતવીરો આ સમસ્યાથી વધુ પ્રભાવિત થાય છે. છું પાણી પીવાથી સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે.જ્યારે વધુ પડતું પાણી પીવાથી લોહીની જાડાઈ ઓછી થાય છે.
આ પણ વાંચોઃ સવારે ઉઠતા જ લવિંગનું પાણી પીવાથી બ્લડ સુગર સહિતની અનેક બિમારીઓમાં થશે રાહત
નિષ્ણાતોના મતે, તરસ છીપાવવા માટે જરૂરી હોય તેટલું જ પાણી પીવું જોઈએ. બળજબરીથી પાણી પીવું યોગ્ય નથી, ખાસ કરીને જો તમને તરસ ન લાગી હોય. વધુ પડતું પાણી પીવાથી ચક્કર આવવા, અસ્વસ્થતા અને ક્યારેક ઝડપી ધબકારા પણ થઈ શકે છે. પરંતુ આનો અર્થ એ નથી કે વ્યક્તિએ ઓછું પાણી પીવું જોઈએ. આલ્કોહોલ સિવાય આપણે જે પણ પ્રવાહીનો ઉપયોગ કરીએ છીએ તેમાં અમુક માત્રામાં પાણી હોય છે.
શરીરમાં પાણીની માત્રા સંતુલિત હોવી જોઈએ.પરંતુ જરૂરિયાત કરતાં વધુ નહીં. તરસ લાગવી એ એક સંકેત છે કે શરીરને પાણીની જરૂર છે. તેથી જ્યારે જરૂર લાગે ત્યારે જ પાણી પીવો. વારંવાર બળજબરીથી પાણી પીવું જરૂરી નથી. શાબના રંગ પરથી પણ પાણીની ઉણપનો અંદાજ લગાવી શકાય છે. જો પેશાબ ઘેરો રંગનો હોય તો તે શરીરમાં પાણીની ઉણપનો સંકેત છે. જોકે તેને મટાડવા માટે વધુ પડતું પાણી પીવું યોગ્ય નથી.આછો પીળો પેશાબ સામાન્ય માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Skincare: ઉનાળામાં ચહેરા પર નિખાર લાવશે આ લેપ, જાણો બનાવવાની રીત


