Water Content In Whisky: વ્હિસ્કીમાં પાણી કેટલું ઉમેરવું જોઇએ ? અભ્યાસમાં થયો આ ખુલાસો
- Water Content In Whisky મામલે થયો સંશોધન
- આલ્કોહોલ સ્વાસ્થય માટે છે હાનિકારક
- સ્વીડિશે આ મામલે કર્યો સંશોધન
સામાન્ય રીતે આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તે જાણતા હોવા છતાં પણ અનેક લોકો દારૂનું સેવન કરે છે. દારૂના શોખીનોમાં વ્હિસ્કીના પેગમાં પાણી ઉમેરવાના મામલે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. ઘણા લોકો માને છે કે વ્હિસ્કીમાં પાણી ઉમેરવાની કોઈ સીમા નથી અને તે વ્યક્તિગત પસંદગી પર આધાર રાખે છે. જોકે, તાજેતરના સ્વીડિશના એક અભ્યાસમાં ચોંકાવનારો તારણ સામે આવ્યો છે.
નોંધનીય છે કે એવું માનવામાં આવે છે કે થોડી માત્રામાં આલ્કોહોલ પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. પરંતુ દારૂના શોખીનો આ જાણવા છતાં પોતાને રોકી શકતા નથી. તેમનામાં હંમેશા ચર્ચાનો વિષય રહે છે કે વ્હિસ્કીનો પેગ બનાવતી વખતે કેટલું પાણી ઉમેરવું જોઈએ. જો કે, ઘણા લોકો એવું પણ માને છે કે વ્હિસ્કીમાં પાણી ઉમેરવાની કોઈ નિશ્ચિત મર્યાદા નથી. લોકો પોતાની પસંદગી મુજબ વ્હિસ્કીમાં પાણી ઉમેરી શકે છે.
Water Content In Whisky સ્વીડિશ અભ્યાસ શું કહે છે
જોકે, તાજેતરના સ્વીડિશ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વ્હિસ્કીમાં યોગ્ય માત્રામાં પાણી ઉમેરવાથી તેના સ્વાદ વધી જાય છે. . સ્કોચ વ્હિસ્કી ઉદ્યોગમાં, સ્વાદ અને સુગંધનું વિશ્લેષણ કરવા માટે વ્હિસ્કીને ઘણીવાર 20 ટકા ABV સુધી પાતળું કરવામાં આવે છે. આનો અર્થ એ થાય કે નાના ગ્લાસમાં લગભગ અડધી વ્હિસ્કી અને અડધું પાણી
Water Content In Whisky શું બરફ ઉમેરવો જોઇએ?
ઘણા લોકોને બરફ સાથે વ્હિસ્કી પીવાની આદત હોય છે. પરંતુ આ મુદ્દો થોડો વિવાદાસ્પદ છે. તે તમે ક્યાં વ્હિસ્કી પી રહ્યા છો તેના પર આધાર રાખે છે. ભારત જેવા ગરમ હવામાનવાળા દેશોમાં, તમે બરફ ઉમેરીને વ્હિસ્કીનો આનંદ માણી શકો છો.
સંશોધન શું કહે છે?
ઘણા લોકો માને છે કે વ્હિસ્કીમાં પાણી ન નાખવું જોઈએ, પરંતુ સંશોધન આ વાતનો ટેકો આપતું નથી. વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ જાણ્યું છે કે વ્હિસ્કીમાં થોડું પાણી નાખવાથી તેના સ્વાદ અને સુગંધને બહેતર બનાવતા રસાયણો વધુ સક્રિય થાય છે. સંશોધન કહે છે કે 60 મિલી વ્હિસ્કીમાં 12 મિલીથી વધુ પાણી ન નાખવું જોઈએ, એટલે કે લગભગ 20 ટકા પાણી નાંખી શકો છો.
આ પણ વાંચો: ડાયેટિંગ વગર મહિલાએ 20 કિલો વજન ઘટાડ્યું, સફળતાના સુત્રો હમણાં જ જાણો


