Coriander Tips : ઉનાળામાં કેવી રીતે તાજી રાખશો કોથમી...જાણી લો આ Simple Trick
- Summer માં કોથમીના પાન ઝડપથી કરમાઈ જાય છે
- આ સમસ્યાને દૂર કરવા અપનાવો 2 કન્ટેનર ટ્રીક
- કોથમીના સમારેલ પાન (Coriander Leves)નો સત્વરે ઉપયોગ કરી લેવો બહેતર છે
Coriander Tips: કોથમીનો ઉપયોગ વાનગીના સ્વાદ વધારવા અને સુશોભન માટે પણ ઉપયોગી છે. આ એક એવી વનસ્પતિ છે જેનો ઉપયોગ કોઈપણ વાનગીમાં કરી શકાય છે. વળી પાછો કોથમી (Coriander) નો ઉપયોગ બારેમાસ કરવામાં આવે છે. ઉનાળામાં લીલી કોથમી સુકાઈ જવાની સમસ્યા વારંવાર બને છે. અમે આપને એક એવી સરળ રીત વિશે જણાવીશું જે કોથમીને લાંબા સમય સુધી તરોતાજા રાખશે.
2 કન્ટેનર ટ્રીક
ઉનાળામાં Coriander ને કરમાતી અટકાવવા માટે આપને એક નાના અને એક મોટા કન્ટેનર એમ 2 કન્ટેનરની જરૂર પડશે. સૌ પ્રથમ નાના બોક્સને અડધે સુધી પાણીથી ભરો. હવે મોટા બોક્સનું ઢાંકણ નીચે રાખો અને નાના બોક્સને તેની અંદર મૂકો. હવે મોટા બોક્સને તેના ઢાંકણમાં ઊંધું મૂકો. આ રીતે તમારી Coriander કુંડામાં ઉગાડેલી હોય તેવી દેખાશે. હવે તમારે આ બોક્સને ફ્રિજમાં ઊંધું રાખવું પડશે. તમે બોક્સ ખોલીને ઉપરથી તાજા પાંદડા તોડી શકો છો અને તેનો દરરોજ ઉપયોગ કરી શકો છો. અન્ય એક ટ્રીક બહુ પ્રચલિત છે. જેમાં લીલી કોથમીને તાજી રાખવા માટે એક ગ્લાસ અથવા કન્ટેનરમાં પાણી ભરો અને તેમાં કોથમી (Coriander) ના મૂળને ડૂબાડી રાખો. પાણીનો છંટકાવ પણ કરતા રહો. મૂળ સતત પાણીના સંપર્કમાં રહેવાથી કોથમી (Coriander) ના પાન લાંબા સમય સુધી તાજા રહેશે.
આ પણ વાંચોઃ
ધ્યાન રાખવા જેવી બાબતો
Coriander ને બજારમાંથી ખરીદ્યા બાદ હંમેશા ધૂઓ. ધોયા બાદ કોથમીને સીધા સૂર્યપ્રકાશથી હંમેશા બચાવો. તેને છાયડામાં રાખો. ધોયેલ કોથમીને એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરો. જો Coriander leves ને લાંબા સમય સુધી તાજા રાખવા હોય તો તેનો ભીના કરેલા ટીશ્યૂ પેપરમાં સંગ્રહ કરો. કોથમીના સમારેલા પાનને પણ આ સરળ રીતથી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Coriander ના સમારેલા પાનનો સત્વરે ઉપયોગ કરી લેવો વધુ બહેતર છે કારણ કે, સમારેલા પાનમાંથી કોથમીની સુગંધ બહુ ઝડપથી દૂર થઈ જાય છે. તેથી સમારેલા પાન કરતા આખી ડાળખી સાથેના પાનને તોડીને લાંબા સમય સુધી ઉપયોગ કરવા વધુ બહેતર છે.
આ પણ વાંચોઃ


