Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ પાંચ લક્ષણ જોવાય તો ચેતી જજો! kidney ખરાબ થવાના છે સંકેત,વહેલીતકે ડૉકટરની લેજો મુલાકાત

kidney આપણા શરીરનો એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, જે લોહીમાંથી ગંદકી અને વધારાનું પાણી દૂર કરીને શરીરને સ્વસ્થ રાખે છે.
આ પાંચ લક્ષણ જોવાય તો ચેતી જજો   kidney ખરાબ થવાના છે સંકેત વહેલીતકે ડૉકટરની લેજો મુલાકાત
Advertisement
  • kidney ખરાબ થાય તે પહેલા શરીરમાં જોવા મળે છે આ પાંચ લક્ષણ
  • kidney ખરાબ થાય તો પગમાં જોવાય છે ખાસ લક્ષણ
  • kidney ખરાબ થતા શરીરમાં થાય છે અનેક સમસ્યાઓ

શું તમે જાણો છો કે આપણી કિડની ખરાબ થાય તે પહેલાં પગમાં કેટલાક ખાસ લક્ષણો દેખાય છે? હા, તો કિડની આપણા શરીરનો એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, જે લોહીમાંથી ગંદકી અને વધારાનું પાણી દૂર કરીને શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ જ્યારે કિડની યોગ્ય રીતે કામ નથી કરતી, ત્યારે શરીરમાં અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે. ઘણીવાર લોકો આ શરૂઆતના લક્ષણોને અવગણી દે છે, જે પાછળથી ગંભીર અને જીવલેણ બની શકે છે.

નોંધનીય છે કે કિડની રોગને 'સાયલન્ટ કિલર' કહેવામાં આવે છે, કારણ કે તેના શરૂઆતના લક્ષણો એટલા સામાન્ય હોય છે કે તે સરળતાથી પકડાતા નથી. પરંતુ શું તમે જાણો છો કે તમારા પગ આ સમસ્યાના મહત્વપૂર્ણ સંકેતો આપી શકે છે? ચાલો, જાણીએ એ 5 મહત્વના લક્ષણો, જે કિડનીની સમસ્યા હોય ત્યારે પગમાં દેખાય છે અને જેની ઉપેક્ષા ન કરવી જોઈએ.

Advertisement

Advertisement

kidney ડેમેંજ થાય પહેલા  પગ અને ઘૂંટીઓમાં સોજો

જો તમારા પગ કે ઘૂંટીઓમાં કોઈ ઈજા વિના સોજો આવે, તો સાવધાન થજો! કિડની શરીરમાંથી વધારાનું પાણી અને મીઠું બહાર કાઢે છે. જો તે બરાબર કામ ન કરે, તો આ પ્રવાહી શરીરમાં જમા થઈ જાય છે, જેનાથી પગમાં સોજો આવે છે. આને એડીમા કહે છે.

kidney ખરાબ થાય તે પહેલા  પગની ત્વચાનો રંગ બદલાય

કિડનીની સમસ્યા હોય તો પગની ત્વચા પીળી થઈ શકે છે કે કાળા ડાઘ દેખાઈ શકે છે. આ થાય છે કારણ કે કિડની બરાબર કામ ન કરે તો લોહીનો પ્રવાહ અટકે છે અને શરીરમાં ઝેરી તત્વો જમા થાય છે.

kidney ખરાબ થાય તો  પગમાં ઝણઝણાટ

જો તમને વારંવાર પગમાં ઝણઝણાટ કે સુન્નપણું લાગે, તો આ પણ કિડનીની ખરાબીનો સંકેત હોઈ શકે. કિડનીની સમસ્યા નર્વસ સિસ્ટમ પર અસર કરે છે, જેનાથી પગમાં આવી વિચિત્ર અનુભૂતિ થાય છે.

kidney ખરાબ થાય તો   પગમાં ખંજવાળ

થોડું અજીબ લાગે, પણ કિડની ખરાબ હોય તો પગમાં કોઈ ફોલ્લી કે શુષ્કતા વિના પણ ખંજવાળ આવે છે. આ શરીરમાં ફોસ્ફરસ જેવા ઝેરી તત્વો વધવાને કારણે થાય છે.

kidney ખરાબ થાય તો  રાત્રે પગ ખેંચાણ

જો રાત્રે સૂતી વખતે પગની પિંડીઓમાં દુખાવો સાથે ખેંચાણ છે, તો આ કિડનીની સમસ્યા હોઈ શકે. આ શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનું સંતુલન બગડવાને કારણે થાય છે, જે કિડની નિયંત્રિત કરે છે.

આ પણ વાંચો: Cancer Cases : દેશના આ શહેરમાં પુરુષોમાં સૌથી વધુ કેન્સરનાં કેસ! જાણો લક્ષણ

Tags :
Advertisement

.

×