Inherent Contentment : સુખ એટલે જે ગમે છે તે કરવાની ઈચ્છા રાખવાને બદલે જે કરો છો તે ગમાડવાનું
Inherent Contentment: 'સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે; બસ એટલી સમજ મને પરવરદિગાર દે': 'મરીઝે' કહ્યું હતું અને ઉમેર્યું હતું: 'દુનિયામાં કંઈકનો હું કરજદાર છું 'મરીઝ', ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે'
દુનિયાનો સૌથી શ્રીમંત માણસ પણ કંઈ કેટલાય લોકોના ઉપકાર હેઠળ હોય છે. એ બધું ઋણ ઉપરવાળાની ઉધારી કરીને પણ ચૂકવી શકાતું નથી. જો દુનિયાની સૌથી શ્રીમંત વ્યક્તિની જિંદગીનો આ હિસાબ હોય તો આપણે બધા તો કઈ વાડીના મૂળા? કોને ખબર કયા કયા લોકોએ કેટકેટલા ઉપકાર તમારા પર કર્યા હશે? 'મરીઝ'ના આ બે શેરનું રટણ જો સતત કરતા રહીએ તો ક્યારેય દુ:ખી ન થઈએ. શરત માત્ર એટલી કે સુખ જેવું કંઈ પણ સ્પર્શે ત્યારે એકલપેટા થવાને બદલે તમને સૌનો વિચાર પહેલો આવે, તમારું સુખ તમને સૌની સાથે વહેંચવાની ઈચ્છા થાય.
સાચું સુખ વર્તમાનમાં જીવવાથી જ મળતું હોય છે - પછી ભલે વર્તમાનની ક્ષણો ક્યારેક પીડાદાયી હોય, ક્યારેક અણગમતી હોય કે ક્યારેક ન ધારેલી હોય. ભવિષ્યની ક્ષણોમાં સુખ શોધવું એટલે ભ્રમણામાં રાચવું અને ભૂતકાળની સુખી ક્ષણો યાદ કરીને સુખી થવાના પ્રયત્નોમાં સુખ કરતાં દુ:ખ વધારે મળતું હોય છે.
ઉપનિષદોમાં-વર્તમાનમાં જીવવાની મહત્તા
સુખનું એવું છે ને કે આપણે એને ભૂતકાળના અનુભવોમાં શોધવા જઈએ છીએ અથવા ભવિષ્યની કલ્પનાઓમાં મેળવવા માગીએ છીએ. "ધ આલ્કેમિસ્ટ'થી માંડીને 'ઍડલ્ટરી' સુધીની બેસ્ટ સેલર નવલકથાઓના ફિલસૂફસમા લેખક પાઉલો કોએલો કહે છેઃ 'જો તમારું સમગ્ર ધ્યાન હંમેશાં વર્તમાન પર જ કેન્દ્રિત કરી શકો તો તમે સુખી માણસ બનશો.' આ વાક્ય ''ધ આલ્કેમિસ્ટ'માં લખ્યું છે. વાત નવી નથી.
રજનીશજી અને એ પહેલાં જે. કૃષ્ણમૂર્તિએ અને એ પહેલાં ચાણક્યે અને એ પહેલાં આપણા હિંદુ શાસ્ત્રોમાં - વેદ, ઉપનિષદોમાં-વર્તમાનમાં જીવવાની મહત્તા પર વજન મૂકવામાં આવ્યું છે. પ્રેક્ટિકલી જેમણે આવું જીવવાનો પ્રયત્ન કર્યો છે એ સૌને ખબર છે કે સાચું સુખ વર્તમાનમાં જીવવાથી જ મળતું હોય છે – પછી ભલે વર્તમાનની ક્ષણો ક્યારેક પીડાદાયી હોય, ક્યારેક અણગમતી હોય કે ક્યારેક ન ધારેલી હોય. ભવિષ્યની ક્ષણોમાં સુખ શોધવું એટલે ભ્રમણામાં રાચવું અને ભૂતકાળની સુખી ક્ષણો યાદ કરીને સુખી થવાના પ્રયત્નોમાં સુખ કરતાં દુ:ખ વધારે મળતું હોય છે એની તમને ખબર છે, કારણ કે એ સુખ હવે નથી તમારા જીવનમાં, જતું રહ્યું છે. જે જતું રહ્યું છે એ ગુમાવવાનો અફસોસ થાય છે. માટે ભૂતકાળને યાદ કરીને પણ સુખી થવાતું નથી.
જેમને સુખી થવું જ નથી
લેખિકા એડિથ હૉર્ટન ત્રણ વાર સાહિત્યના નોબેલ પારિતોષિક માટે નૉમિનેટ થઈ હતી (૧૯૨૭, ૧૯૨૮ અને ૧૯૩૦માં). આ પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા લેખિકા અમેરિકાના ખાધેપીધે સુખી વર્ગના લોકોના માનસને સારી રીતે જાણતી અને એની નવલકથાઓ -વાર્તાઓમાં એનાં નિરીક્ષણો વ્યક્ત કરતી. એ કહે છેઃ 'જો તમે એક વાર ગાંઠ વાળીને મનમાં નક્કી કરી લો કે મારે સુખી થવું જ નથી તો એ પછી તમને ઈશ્વર પણ સુખી કરી શકવાનો નથી.”
સુખ શોધવાથી નથી મળતું. પ્રયત્નો કરીને, ધમપછાડા કરીને મેળવેલું સુખ સચવાતું નથી. કવિ બાલાશંકર કંથારિયા કહી ગયા,
'અરે! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો;
ન માગ્યે દોડતું આવે, ન વિશ્રવાસે કદી રહેજે!'
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે
Inherent Contentment એટલે શું > તવ સાવ સરળ ભાષામાં આ કવિતા દ્વારા કવિ ઘણું કહી ગયાં છે. શાળામાં પાંચમા ધોરણમાં ભણવામાં આવતી આ કવિતા. એ સમયે કવિતાનો મુખપાઠ કરવાનો રિવાજ. એટલે ઘણાંને આ કવિતા હજીય મોંઢે હશે. પરીક્ષામાં પૂર્વાપર સંબંધો આપીને કોઈ પંક્તિ પણ તમે સમજાવી હશે, કાવ્યના મધ્યવર્તી વિચાર વિશે ટૂંકનોંધ લખી હશે અને આ કવિતામાં કવિ શું કહેવા માગે છે એ પણ તમે તે વખતની તમારી સમજ અનુસાર લખ્યું હશે:
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે; ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!
દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુઃખ વાસે તો. જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે
કચેરી માંહી કાજીનો, નથી હિસાબ કોડીનો; જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજો
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે. ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે; દિલે જે દુ:ખ કે આનંદ, કોઈને નહીં કહેજે!
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે; ઘડી જાયે ભલાઈની, મહાલક્ષ્મી ગણી લેજો
રહે ઉન્મત્ત આનંદે ખરું એ સુખ માની લે. પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!
કટુ વાણી સુણે જો કોઈની વાણી મીઠી કહેજે. પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!
પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો; ન માગ્યે દોડતું આવે
અરે! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો; ન માગ્યે દોડતું આવે. ન વિશ્રવાસે કદી રહેજે!
અહો! શું પ્રેમમાં રાચે? નહીં ત્યાં સત્ય પામે તું?; અરે, તું બેવકાઈથી ચડે નિંદા તણા નેજે!
લહે છે સત્ય જે સંસાર, તેનાથી પરો રહેજે; અરે, એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે!
અહો! શું પ્રેમમાં રાચે? નહીં ત્યાં સત્ય પામે તુ?; અરે, તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે!
વકાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી.
વફાદારી બતા'વા ત્યાં નહીં કોઈ પળે જાજે!
રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે; જગત બાજીગરીનાં તું બધા છલબલ જવા દેજે!
પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું; પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે!
કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ નિજાનંદે હંમેશા 'બાલ' મસ્તીમાં મઝા લેજે!
જે ઉંમરે જે કરવાનું હોય તે નથી કરતા એને કારણે જ આ બધી ઉપાધિઓ
૧૮૫૮માં જન્મ અને માત્ર ૩૯ વર્ષની ઉંમરે ૧૮૯૮માં મૃત્યુ. આ કવિ બાલાશંકર કંથારિયા. ટીન એજ શરૂ થતી હતી ત્યારે ભણાવવામાં આવતી આ કવિતાનું હાર્દ જો તમે તે વખતે સમજી ગયા હોત તમારે આ ઉમરે સુખ વિશે આ બધી પિષ્ટપેષણ વાંચવાની / લખવાની ગડભાંજમાં ઊતરવું ન પડયું હોત. સાલું, જે ઉંમરે જે કરવાનું હોય તે નથી કરતા એને કારણે જ આ બધી ઉપાધિઓ સર્જાય છે. ખેર, ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવાનો શું કાયદો, હ!
રોઆલ ડાલ બ્રિટિશ નોવેલિસ્ટ હતા, કવિતા અને ફિલ્મના સ્ક્રીનપ્લે પણ લખતા. બાળકો માટે ઉત્તમ સાહિત્યનું સર્જન એમણે કર્યું છે. એમની વિશ્વ વિખ્યાત બાળકથા "મટિલ્ડા' અંગ્રેજી માધ્યમમાં ભણનારા ગુજરાતી બાળકોએ પણ પાઠ્ય પુસ્તકરૂપે વાંચી હશે. Inherent Contentment એટલે કે સુખ ટો સાવ હાથવગું છે આપણે એને આપનાવતા નથી. "મટિલ્ડા' પરથી બનેલું મ્યુઝિકલ ડ્રામા હજીય ભજવાય છે.. બીજા વિશ્રવયુદ્ધ વખતે આ લેખક કાઈટર પાયલટ હતા અને સ્કસ્ક્વૉડ્રન લીડરની પદવી સુધી પહોંચેલા.
કેટલાક લોકો આપણને વગર કારણે કેમ ગમી જતા હોય છે?
આપણી આસપાસના કેટલાક લોકો આપણને વગર કારણે કેમ ગમી જતા હોય છે ? એ વિશે વિચાર્યું છે ક્યારેય? એમનામાં રહેલા વિચારો એમના ચહેરાને તેજસ્વી બનાવે છે. રોઆલ ડાલે એક જગ્યાએ લખ્યું છે:
'તમારામાં જો સુંદર વિચારો હશે તો એનું તેજ સૂર્યકિરણોની જેમ તમારા ચહેરા પર દેખાવાનું જ અને તમે હંમેશાં આકર્ષક દેખાવાના.'
ખરાબ લોકોથી જ નહીં, ખરાબ વિચારોથી પણ દૂર રહેવાની વડીલો શિખામણ આપતા તે સાચી હતી એવું મોટા થયા પછી રિયલાઈઝ થાય છે.
પરતંત્ર વૈભવ પણ ગુલામી જ છે
'એનિમલ કાર્મ' અને 'નાઈન્ટીન એઈટી ફોર' જેવી ક્રાંતિકારી નવલકથાઓના સર્જક - ચિંતક જ્યોર્જ ઑરવેલે 'નાઈન્ટીન એઇટી ફોર'માં એક વાક્ય લખ્યું છે: માણસજાતે આ બેમાંથી એક વિકલ્પ વચ્ચે પસંદગી કરવાની હોય છે - સ્વતંત્રતા અને સુખ. અને મોટાભાગના લોકો માટે સુખની પસંદગી જ બહેતર છે.'
સ્વતંત્રતા સૌ કોઈને પચતી નથી. ખૂબ મોટો ભોગ માગી લે છે. થોડાક કે વધુ પરાધીન થઈને સુખી થઈ જવું બહેતર છે-મોટા ભાગના લોકો માટે, બધા માટે નહીં. કેટલાકને સુખી થવા કરતાં પોતાની સ્વતંત્રતા સાચવી રાખવાનું વધુ ગમતું હોય છે. એવા લોકો દુનિયામાં કશુંક ઉમેરવા માગતા હોય છે.
સ્વતંત્રતા સિંહણના દૂધ જેવી હોય છે, સોનાના પાત્રમાં જ ઝીલાય. બધાની પાસે આવી પાત્રતા ન હોય એ સ્વાભાવિક છે. માટે જ મોટાભાગના લોકો પોતાની સ્વતંત્રતા સાથે બાંધછોડ કરીને, થોડા ઘણા પરાધીન થઈને પણ સુખી થવાનું વધારે પસંદ કરે છે. અને એ લોકો માટે એ જ વિકલ્પ ઇષ્ટ છે. એજ Inherent Contentment એટલે કે હાથવગું સુખ.
સુખનું રહસ્ય એમાં છે કે તમને જે ગમે છે તે કરવાની ઈચ્છા રાખવાને બદલે જે કરો છો તે ગમાડવાનું.
આ પણ વાંચો :Sanatan Dharma : સંક્રાંતિમૂલક પરિવર્તનને સ્વીકારતી-આવકારતી પુરસ્કૃત કરતી જીવન પધ્ધતિ


