પાર્ટનરમાં તન અને મન પરોવ્યા બાદ આટલું ખાસ કરો, તકલીફો દુર રહેશે
- સેક્સ્યુઅલ રિલેશન બાદ અમુક કામ 10 મિનિટમાં જ પૂર્ણ કરો
- બેક્ટેરિયાથી બચવાની સાથે શરીરને રીલેક્સ બનાવશે
- ખાસ કરીને અંડર ગાર્મેન્ટ્સને બદલી નાંખો
Women's Health : પોતાના પાર્ટનરમાં તન અને મન પરોવ્યા બાદ એટલે કે તેની જોડે શારીરિક સંબંધો બાંધ્યા (Intercourse With Partner) બાદની 10 મિનિટ ખૂબ અગત્યની હોય છે. તેમાં એક્સપર્ટ (Expert Talk) દ્વારા જણાવવામાં આવેલા કામો પૂર્ણ કરી દેવામાં આવે તો ઇન્ફેક્શનની નાની-મોટી તકલીફો દૂર રહે છે. એટલું જ નહીં રીલેશનશીપ (Relationship) દરમિયાન નાની-નાની વાતો તમારા અનુભવનો ઉમદા બનાવી શકે છે. તો નાની બાબતોની અવગણના મુશ્કેલી નોતરી શકે છે.
અંતરંગ પળો બંને માટે ખુબ કિંમતી અને આનંદ-ઉમંગ ભરનારી
શારીરિક સંબંધ બાંધવાની અસર દંપતીના (Couple Health) તન અને મન બંને પર પડે છે. અંતરંગ પળો બંને માટે ખુબ કિંમતી અને આનંદ-ઉમંગ ભરનારી હોય છે. સંબંધ બાંધ્યા બાદની 10 મિનિટ કોઇ પણ કપલ માટે અગત્યની હોય છે. જો તમે તે સમય સાચવી લીધો, તો આનંદની પળો ક્યારે પણ હોસ્પિટલના ચક્કર સુધી નહીં લઇ જાય.
બેક્ટેરિયા યુરિન મારફતે આસાનીથી નીકળી જાય
એક્સપર્ટ ગાયનેકોલોજીસ્ટ (Expert Gynecologists Doctor) ડોક્ટરનું કહેવું છે કે, શારીરિક સંબંધ બાંધ્યા બાદ તુરંત વોશરૂમ જઇ આવો. આ વાતને પ્રેગ્નેન્સી જોડે કોઇ લેવાદેવા નથી. પરંતુ આમ કરવાથી ગુપ્તાંગમાં રહેલા કોઇ પણ બેક્ટેરિયા યુરિન મારફતે આસાનીથી નીકળી જાય છે. જે ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે છે.
સાબુ, કે શાવર જેલ વાપરવું જોઇએ નહીં
ડોક્ટરનું તેમ પણ કહેવું છે કે, રોમાન્સના 10 મિનિટમાં ગુપ્તાંગોને સારી રીતે સાફ કરવા જોઇએ. યોગ્ય રીતે સાફ કરવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ વધારે હિતાવહ છે. આ સમયે સાબુ, કે શાવર જેલ વાપરવું જોઇએ નહીં. તેમ કરવાથી તે ખાસ કરીને વજાઇનાના પીએચ સંતુલનને ગડબડ કરી શકે છે.
સુતરાઉ અને હવા-ઉજાસની હેરફેર થાય તેવા જરૂરી
સેક્સ્યુઅલ રિલેશન બાંધ્યા બાદ અંડર ગાર્મેન્ટ્સને ખાસ બદલવા જોઇએ. અગાઉના અંડર ગાર્મેન્ટ્સનો ફરી ઉપયોગ કરવાનું ટાળવાની સાથે તેને સીધા જ ધોવા નાંખી દેવા જોઇએ. નવા પહેરેલા અંડર ગાર્મેન્ટ્સ સુતરાઉ અને હવા-ઉજાસની હેરફેર થાય તેવા રાખવા જરૂરી છે. એકદમ ટાઇટ કપડાં પહેરવાનું ટાળવું જોઇએ.
યુટીઆઇ જેવી સમસ્યાથી સમયસર બચી શકાય
10 મિનિટના સમયમાં બને તેટલું પાણી પીવું જોઇએ. જેથી કોઇ પણ પ્રકારના બેક્ટેરિયા યુરિન પાઇપમાં રહી ગયા હોય તો તેનો કુદરતી રીતે જ નિકાલ થઇ જાય. જેનાથી યુટીઆઇ જેવી સમસ્યાથી સમયસર બચી શકાય છે.
આ પણ વાંચો ----- શારીરિક સંબંધ બાંધવાની 'હેલ્થ બૂસ્ટર' જેવી અસર, એક્સપર્ટે ગણાવ્યા અનેક ફાયદા


