Karma : કર્મનો નિયમ અને ક્ષમાશીલતાનો નિયમ
Karma-માણસ જે આપે છે તે જ તે પામે છે. જીવનની રમત એ બૂમરેંગની રમત છે. માણસના વિચારો, કાર્યો અને શબ્દો મોડાવહેલા પણ અદ ભુત ચોક્સાઈથી તેના ભણી જ પાછા વળે છે. આ જ કર્મનો નિયમ છે.
માણસ જેમ વધુ જ્ઞાન મેળવે છે તેમ તેણે વધુ જવાબદાર બનવાનું રહે છે.જાણવા છતાં જે માણસ નિયમ ઉવેખે છે, તેને વધુ સહન કરવું પડે છે.
અધિકાર પહેલાં આજ્ઞાપાલન આવે છે. માણસ નિયમનું પાલન કરે છે, ત્યારે નિયમ માણસને અધીન વર્તે છે. વીજળી મનુષ્યની સેવિકા બને તે પહેલાં વીજળીનો નિયમ જાણવો જોઈએ. અજ્ઞાનતાપૂર્વક તેની સાથેકામ પાડીએ તો તે જીવલેણ શત્રુ બની રહે.
મનના નિયમો
એક સ્ત્રીને તેના સંબંધીનું મકાન ખૂબ ગમતું. તે પ્રબળપણે એ મકાન મેળવવાની ઈચ્છા કરતી અને પોતે એ મકાનમાં રહે છે તેવું માનસચિત્ર દોરતી. વખત જતાં તે માણસ મૃત્યુ પામ્યો અને એ મકાનમાં રહેવા ગઈ. એક વખત તેણે મને પૂછ્યું, ‘’ એ માણસના મૃત્યુ સાથે મારે કોઈ સંબંધ હશે?’’
મેં કહ્યું: ‘’ હા, તમારી ઈચ્છા એટલી સબળ હતી કે દરેક વસ્તુએ એને માટે માર્ગ કરી આપ્યો. પણ તે માટે તમારે કર્મનું ઋણ ચૂકવવું પડ્યું. તમારા પ્રિય પતિ થોડા જ દિવસમાં મરણ પામ્યા નેમકાનનું ખર્ચ તમને ભારે થઈ પડ્યું. ‘’
ખરી રીતે સ્ત્રીએ એમ કહેવુંજોઈતું હતું કે, ‘’ હે અનંત ચેતના, મારું આવું જસુંદર,મારા માટે યોગ્ય, ઘર આપો, જે દૈવી અધિકારની રૂએ મારું હોય.’’
ઈચ્છાશક્તિ એક પ્રચંડ શક્તિ
દિવ્ય પ્રકૃતિએ તેને પૂર્ણ સંતોષ આપ્યો હોત અને બધાંનું તેમાં કલ્યાણ થયું હોત. ઈચ્છાશક્તિ એક પ્રચંડ શક્તિ છે. તે યોગ્ય માર્ગે જ વહેવી જોઈએ, નહિ તો અંધાધૂંધી આવી પડે છે.
એ સ્ત્રીએ જો એમ વલણ દાખવ્યું હોત કે આ ઘર જો મારા માટે નિર્માયું હશે તો મને મળ્યા વગર નહિ રહે. નિર્માયું હોય તો મને એવું જ બીજું મકાન આપો. તો કદાચ પેલા માણસે મકાન ખાલી કર્યું હોત, અને તેને સહજ રીતે મકાન મળ્યું હોત. માણસ પોતાની ઈચ્છાશક્તિ પરમ ચેતનાને ચરણે ધરી દે છે, ત્યારે તેને જોઈતી વસ્તુ તેને મળી રહે છે એ એક વિચિત્ર લાગતું સત્ય છે.
એ માટે માણસે ‘શાંત’થવું જોઈએ, જે ઘણું અઘરું છે, બચાવવું, સંઘરો કરવો તેમાં નુક્શાન છે અને ભેટ-ઉપહાર આપવાં તે ફાયદો છે, એ હકીકતથી ઘણા લોકો અજાણ હોય છે. માણસ ખર્ચ કરવાની કે આપવાની વૃત્તિને અવગણે તો એ પૈસા અણગમતી રીતે ખર્ચાઈ તો જાય છે જ.
Karma -કર્મના નિયમને અતિક્રમી જતો નિયમ છે કૃપાનો
એક સ્ત્રીએ એના કુટુંબને કહ્યું કે આપણે તહેવારનો દિવસ ઊજવીશું નહિ, કારણકે પૈસા ઓછા છે. તેની પાસે પૈસા હતા પણ તેને તે બચાવવા હતા. થોડા દિવસ પછી એક ચોર તેના કબાટમાંથી એટલા જ પૈસા ચોરી ગયો જેટલા પૈસા ઉજવણી પાછળ ખર્ચાયા હોત.
કર્મ-Karma ના નિયમને અતિક્રમી જતો નિયમ છે કૃપાનો, ક્ષમાશીલતાનો. એ માણસને કારણ પરિણામના પ્રભાવમાંથી મુક્ત કરે છે.. અહીંની ભૂમિકા ઉપર માણસ વાવે તેવું લણે છે, પણ ભગવાનની કૃપાનો વરસાદ તો સદાયવરસતો હોય છે. દુન્યવીવિચાર પર, માંદગી-મૃત્યુ-પાપના વિચાર વિજય મેળવનાર મનુષ્ય માટે આ કૃપાનુભવની સ્થિતિ નિરંતર વાટ જોતી ઊભી જ છે.
આ પણ વાંચો- શું તમે પણ જોઈ રહ્યાં છો વધારે રીલ્સ? તો ચેતી જજો, થઈ શકે છે આ બિમારીઓ


