ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kidney માં પથરી છે?, ચિંતા ના કરો અપનાવો જુઓ આ સરળ 4 ઉપાય

શું તમે જાણો છો?, જો એકવાર કિડની (Kidney) માં પથરી (Stone) થઈ ગઈ હોય, તો તે ફરી બનવાનું જોખમ વધારે છે? કિડનીમાં પથરી ફરીથી બની શકે છે. આ સમસ્યાને જડમૂડથી અટકાવવા માટે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કિડનીમાં પથરીથી રાહત આપવા માટે અમે 4 મહત્વના ઉપાય લઈને આવ્યા છીએ. તેને અજમાવી જુઓ.
10:38 AM Dec 12, 2025 IST | Laxmi Parmar
શું તમે જાણો છો?, જો એકવાર કિડની (Kidney) માં પથરી (Stone) થઈ ગઈ હોય, તો તે ફરી બનવાનું જોખમ વધારે છે? કિડનીમાં પથરી ફરીથી બની શકે છે. આ સમસ્યાને જડમૂડથી અટકાવવા માટે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કિડનીમાં પથરીથી રાહત આપવા માટે અમે 4 મહત્વના ઉપાય લઈને આવ્યા છીએ. તેને અજમાવી જુઓ.
Kidney STON_GUJARAT_FIRST

Kidney માં કેલ્શિયમ (Calcium) અથવા સોડિયમ ઓક્સાલેટ (Sodium oxalate) ના સંચયને કારણે પથરી થાય છે. પથરીના લીધે તીવ્ર દુખાવો થઈ શકે છે. બીજી સમસ્યા એ છે કે જે લોકોને એક વખત કિડનીમાં પથરી થઈ ચૂકી છે. તેમને ફરીથી પથરી થવાનું જોખમ વધારે હોય છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કિડનીની પથરીને ફરીથી આવતા અટકાવવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે કિડનીની પથરીને ફરી આવતા અટકાવવા માટે શું કરી શરાય છે.

જીવનશૈલી અને આહારમાં ફેરફાર કિડની સ્ટોન પ્રિવેન્શન ટિપ્સ (Kidney Stone Prevention Tips) વિશે જાણીએ.

Kidney માં સ્ટોનથી બચવા પુષ્કળ પાણી પીવો

કિડનીમાં પથરી ફરી બનતી અટકાવવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પુષ્કળ પ્રવાહી પીવાથી પેશાબ પાતળો થાય છે. ખનીજ અને ક્ષારનું ઘનીકરણ ઓછું થાય છે. જે પથરી બનવાનું મુખ્ય કારણ છે. દરરોજ ઓછામાં ઓછું 2.5 થી 3 લિટર પાણી (Liter of water) પીવાનો લક્ષ્ય રાખવો જોઈએ. ગરમ હવામાન દરમિયાન અથવા જ્યારે તમને ખૂબ પરસેવો થાય ત્યારે પાણીનું પ્રમાણ વધારવું. પાણી ઉપરાંત, લીંબુ પાણી, નાળિયેર પાણી અને કેટલીક હર્બલ ચા (Herbal tea) પણ ફાયદાકારક હોય છે.

આ પણ વાંચો- કમરના દુખાવા માટે જૂતાં જવાબદાર? ફ્લેટ શૂઝની અસરો અને જૂતાં બદલવાના સંકેતો

ભોજનમાં મીઠું (Salt) નું પ્રમાણ ઓછું રાખવું

વધુ પડતું મીઠું ખાવાથી કિડનીમાં પથરી થવાનું જોખમ વધે છે. સોડિયમ શરીર અને પેશાબમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. જેનાથી કેલ્શિયમ ઓક્સાલેટ પથરી બનવાની સંભાવના વધે છે. પ્રોસેસ્ડ (Processed) અને પેકેજ્ડ (Packaged) ખોરાક (જેમ કે ચિપ્સ, નાસ્તા, ચટણી, ઇન્સ્ટન્ટ નૂડલ્સ), અથાણાં અને ફાસ્ટ ફૂડ જેનો અનહેલ્થી ખોરાક (Unhealthy food) લેવાનું ટાળો. રસોઈ બનાવતી વખતે ઓછું મીઠું વાપરો અને જડીબુટ્ટીઓ અને મસાલાઓથી સ્વાદ વધારો.

પ્રાણી પ્રોટીન (Protein) નું પ્રમાણ ઘટાડવું

લાલ માંસ, ચિકન, માછલી અને ઈંડા જેવા પ્રાણી પ્રોટીન સ્ત્રોતોનો વધુ પડતો વપરાશ પેશાબમાં કેલ્શિયમ અને યુરિક એસિડ વધારી શકે છે. અને સાઇટ્રેટ (Citrate) ઘટાડી શકે છે. આ સ્થિતિ પથરી બનવા માટે અનુકૂળ છે. તેમને સંપૂર્ણપણે ટાળવાની જરૂર નથી. તેના બદલે તમારા સેવનને મર્યાદિત કરો. તમારી પ્રોટીનની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આહારમાં દાળ, કઠોળ, બદામ અને ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરો.

સાઇટ્રિક ફળો (Citric fruits) અને શાકભાજીને ભોજનમાં સ્થાન વધારવું

લીંબુ, નારંગી અને દ્રાક્ષ જેવા ખાટા ફળોમાં કુદરતી રીતે સાઇટ્રેટ હોય છે. સાઇટ્રેટ પેશાબમાં કેલ્શિયમ સાથે જોડાય છે અને પથરી બનતી અટકાવે છે. દરરોજ તાજું લીંબુ પાણી (Lemon water) પીવું એ એક સારી આદત છે. વધુમાં, ફળો અને શાકભાજીથી ભરપૂર ખોરાક શરીરને પોટેશિયમ (Potassium), મેગ્નેશિયમ (Magnesium) અને ફાઇબર (Fiber) પૂરું પાડે છે. જે પથરી બનતી અટકાવવામાં મદદરૂપ થાય છે. કેળા, (Bananas), પાલક (spinach), શક્કરિયા (sweet potatoes), બ્રોકોલી (broccoli) અને તરબૂચ (watermelon) જેવા ફળ પણ ફાયદાકારક છે.

ખાસ નોંધઃ આ લેખમાં દર્શાવેલી ટિપ્સ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે સમજવી જોઈએ નહીં. કોઈપણ પ્રશ્નો અથવા ચિંતાઓ માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લેવાનો આગ્રહ રાખવો.

આ પણ વાંચો- Weight loss: વજન ઘટાડવું છે? ફોલો કરો કરિના કપૂર-આલિયા ભટ્ટની Nutritionist ની ટિપ્સ

Tags :
Gujarat FirstKidneyLifeStylePrevention Tipsstones
Next Article