Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Life Style : કોણી અને ઘૂંટણને ગોરા બનાવવા આટલું કરો, ઘરે જ કામ થઇ જશે

Life Style : લોકો તેને ઘટાડવા માટે વિવિધ મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. જો કે, તેમાં રસાયણો હોય છે, જે કેટલીક વખત નુકશાન સર્જે છે.
life style   કોણી અને ઘૂંટણને ગોરા બનાવવા આટલું કરો  ઘરે જ કામ થઇ જશે
Advertisement
  • મોઢાની ત્વચાની જેમ કોણી અને ઘૂંટણની કાળજી લેવાતી નથી
  • કોણી અને ઘૂંટણ કાળા પડી ગયા બાદ આત્મવિશ્વાસ પર અસર પાડે છે
  • ઘરે સરળ ઉપાયો અજમાવીને તને બંનેનો રંગ બદલી શકો છો

Life Style : મોટા ભાગે લોકો પોતાના ચહેરાની સાર-સંભાળ (Face Beauty Care) પર વધુ ધ્યાન આપે છે, અને કોણી અને ઘૂંટણને (Knee And Elbow Negligence) અવગણે છે, જેના કારણે તે ધીમે ધીમે કાળા થઈ જાય છે. આ માત્ર સુંદરતાને જ અસર કરતું નથી, પરંતુ કેટલીક વખત આત્મવિશ્વાસ પણ ઘટાડે છે. હકીકતમાં કોણી અને ઘૂંટણની કાળાશ (Knee And Elbow Negligence) ગંદકી, મૃત ત્વચા અને સૂર્યપ્રકાશને કારણે પણ થઈ શકે છે.

Advertisement

ઘરે ઉપાય અજમાવી શકાશે

આ સ્થિતિમાં, લોકો તેને ઘટાડવા માટે વિવિધ મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. જો કે, તેમાં રસાયણો હોય છે, જેના કારણે ત્વચાને (Knee And Elbow Negligence) ઘણી વખત નુકસાન પણ થાય છે. પરંતુ તમે ઘરેલુ ઉપચાર દ્વારા પણ આ કાળાશને સરળતાથી દૂર કરી શકો છો. અહિંયા કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને તમે ઘરે જ સરળતાથી અનુસરી શકો છો.

Advertisement

લીંબુના રસનો ઉપયોગ

તમે કોણી અને ઘૂંટણની કાળાશ (Knee And Elbow Negligence) દૂર કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. હકીકતે લીંબુ એક કુદરતી બ્લીચિંગ એજન્ટ છે, જેમાં સાઇટ્રિક એસિડ હોય છે. તે કોણી અને ઘૂંટણની કાળાશ ઘટાડવામાં મદદ કરે છે. આ માટે, કોણી અને ઘૂંટણ પર સીધો લીંબુનો રસ લગાવો અને તેને લગભગ 15 મિનિટ માટે રહેવા દો. આ પછી, સ્વચ્છ પાણીથી ધોઈ લો. કાળાશ દુર થવાની અસર થોડા દિવસોમાં દેખાશે.

ચણાનો લોટ અને હળદરનો અસરકારક પ્રયોગ

આ જગ્યાઓ પર ત્વચા પર કાળો રંગ (Knee And Elbow Negligence) ક્યારેક ગંદકી, મૃત ત્વચા અને સૂર્યપ્રકાશને કારણે થાય છે. તેને દૂર કરવા માટે, તમે ચણાના લોટ અને દહીંનો પેક વાપરી શકો છો. ચણાનો લોટ ત્વચામાંથી ગંદકી અને મૃત ત્વચા દૂર કરે છે, જ્યારે દહીં ત્વચાને ભેજયુક્ત બનાવે છે. આ બંનેને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને કોણી અને ઘૂંટણ પર લગાવો અને લગભગ 20 મિનિટ માટે રહેવા દો. આ પછી, તેને હળવા હાથે પાણી વડે ઘસીને દૂર કરો. થોડાક જ દિવસોમાં તમને અસરકારક બદલાવ જણાશે.

આ પણ વાંચો -----  હોર્મેન્સમાં ગડબડ થયાના સંકેતો ટાળશો નહીં, જાણો નિષ્ણાંત શું કહે છે

Tags :
Advertisement

.

×