Skincare: ઉનાળામાં ચહેરા પર નિખાર લાવશે આ લેપ, જાણો બનાવવાની રીત
- ઉનાળામાં ઉપયોગી છે આ ખાસ લેપ
- મધ, કોફી, ચોખાનો લોટ અને દહીથી બને છે ત્વચા ચમકદાર
- આર્ટિફિશિયલ લોશન કરતા ઘરે બનતો આ કુદરતી લેપ છે ફાયદાકારક
અમદાવાદઃ ચહેરાની ત્વચાની જાળવણી હંમેશા ખાસ હોય છે. તેમાંય ઉનાળા અને આકરી ગરમીમાં આ જાળવણી બની જાય છે વધુ મહત્વની. ચહેરા પર નિખાર અને ચમક લાવવા માટે એક ખાસ લેપ વિશે જાણી લો. જેમાં છે કુદરતી અને સત્વયુક્ત તત્વો. આ લેપમાં મધ મુખ્ય છે તેના બાદ કોફી અને સહઘટક તરીકે આપના રસોડામાં ઉપલબ્ધ હોય તેવા તત્વોનો સમાવેશ થાય છે.
કોફી અને મધના ફાયદા
આપણા ચહેરાની ત્વચા મુલાયમ હોય છે. આ ત્વચાની જાળવણીમાં ખાસ તત્વોનો ઉપયોગ આવશ્યક છે. મધ આપણી ત્વચાને ડ્રાય થવાથી બચાવે છે અને હાઈડ્રેટ રાખે છે. મધ આપણી ત્વચાને યોગ્ય પોષણ પણ પૂરુ પાડે છે. મધની જેમ કોફી પણ આપણી ત્વચા માટે બહુ ફાયદેમંદ છે. કોફી આપણી ત્વચા માટે નેચરલ ક્લીનરનું કામ કરે છે. કોફી આપણી ત્વચાના મૃત કોષોને દૂર કરે છે. કોફી ત્વચાના બ્લડ સર્કયુલેશનને પણ બહેતર બનાવે છે. મધ અને કોફીથી બનતા આ લેપમાં રસોમાં ઉપલબ્ધ હોય તેવી બીજી અન્ય વસ્તુઓ ઉમેરવાથી આ લેપ બની જાય છે ઉત્તમ.
આ પણ વાંચોઃ Health Tips : ડાયાબિટીસ કિડનીને કેવી રીતે નુકસાન પહોંચાડે છે, નિષ્ણાતો પાસેથી જાણો
ઉપયોગી એવા કુદરતી લેપ બનાવાની રીત
મધ અને કોફીથી બનતા આ લેપમાં માત્ર 2 જ ઉપયોગી અને હાથવગી ચીજો ઉમેરતા આ લેપ અનેકગણો ગુણકારી બની જાય છે. આ બંને ચીજો છે ચોખાનો લોટ અને દહી. ચોખાનો લોટ અને દહી માત્ર 2 ચમચી જ ઉમેરવું. મધ અને કોફીના યોગ્ય પ્રમાણમાં બનાવેલા મિશ્રણમાં ચોખાનો લોટ અને દહી ભળવાથી આ લેપ આપની ત્વચા માટે અનેક રીતે લાભદાયી થઈ જાય છે.
ઉનાળામાં ઉપયોગી છે આ ખાસ લેપ
ઉનાળા અને આકરી ગરમીમાં ચહેરાની ત્વચાની આ જાળવણી બની જાય છે ખાસ. ખાસ જાળવણી માટે જરૂરી છે ખાસ લેપ. મધ-કોફી-ચોખાનો લોટ અને દહીથી બનેલો આ લેપ આપના ચહેરાની ત્વચાને પૂરૂ પાડશે પોષણ અને ચમક. અત્યારે બજારમાં મળતા હાનિકારક કોસ્મેટિક ફેસ પેક અને સન સ્ક્રીન લોશનને બદલે આ કુદરતી અને ઘરે બની શકે તેવો લેપ છે ખાસ.
આ પણ વાંચોઃ AIIMS research : યોગ અને આયુર્વેદથી થઈ શકે છે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ઈલાજ, AIIMSના સંશોધનમાં ખુલાસો


