Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાળકો માટે ઘરે બનાવો 10 મિનિટમાં Bread Upma, આ રેસિપીથી

Bread Upma જે દક્ષિણ ભારતીય ઉપમાની શ્રેષ્ઠ નાસ્તા ડીશ છે. આ હળવી, હેલ્થી અને સ્વાદિષ્ટ વાનગી નાસ્તા માટે શ્રેષ્ઠ  છે
બાળકો માટે ઘરે બનાવો 10 મિનિટમાં bread upma  આ રેસિપીથી
Advertisement
  • Bread Upma જે દક્ષિણ ભારતીય ઉપમાની શ્રેષ્ઠ નાસ્તા ડીશ છે
  • 10 મિનિટમાં આ બ્રેડ ઉપમા તૈયાર થઇ જાય છે
  • બાળકોને સ્કૂલ નાસ્તામાં આપવા માટે છે બેસ્ટ નાસ્તા ડીશ

બ્રેડની આઇટમ ઝડપથી તૈયાર થઇ જાય છે અને તેનો સ્વાદ એકદમ અદ્ભુત હોય છે. આવી જ એક વાનગી છે બ્રેડ ઉપમા, જે દક્ષિણ ભારતીય ઉપમાની શ્રેષ્ઠ નાસ્તા ડીશ છે. આ હળવી, હેલ્થી અને સ્વાદિષ્ટ વાનગી નાસ્તા માટે શ્રેષ્ઠ  છે. ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે ઓછો સમય અને ઓછી મહેનતની જરૂર પડે છે. જો તમારી પાસે બચેલી બ્રેડ હોય અને કંઈક નવું કરવાની ઇચ્છા હોય, તો બ્રેડ ઉપમા શ્રેષ્ઠ વિકલ્પ છે. ડુંગળી, ટામેટાં અને હળવા મસાલાનો સ્વાદ આ વાનગીને વધુ ખાસ બનાવે છે.

Bread Upma બનાવવા માટેની સામગ્રી

6-7 બ્રેડ સ્લાઈસ
2 ડુંગળી (બારીક સમારેલી)
2 ટામેટાં (બારીક સમારેલા)
2 લીલાં મરચાં (બારીક સમારેલા)
1/2 ચમચી સરસવ
1/2 ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
7-8 કઢી પત્તા
2 ચમચ તેલ
સ્વાદ પ્રમાણે મીઠું
ગાર્નિશિંગ માટે લીલા ધાણા

Advertisement

Bread Upma બનાવવાની રીત

બ્રેડ તૈયાર કરો
બ્રેડની સ્લાઈસને નાના ચોરસ ટુકડાઓમાં કાપો. ઇચ્છા હોય તો બ્રેડની કિનારીઓ કાપી નાંખો.
પછી મસાલા તૈયાર કરો
એક વાસણમાં  2 ચમચ તેલ ગરમ કરો. તેમાં રાઇ, કઢી પત્તા અને લીલાં મરચાં ઉમેરી, હળવા તળો.
પછી શાકભાજી ઉમેરો
બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ અને સમારેલાં ટામેટાં ઉમેરો.
પછી મસાલા મિક્સ કરો
ટામેટાં ઓગળી જાય એટલે હળદર પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો.
પછી બ્રેડ ઉમેરો
સમારેલા બ્રેડના ટુકડા ઉમેરો અને હળવા હાથે મસાલા સાથે મિક્સ કરો, જેથી બ્રેડ વધુ તૂટે નહીં.

Advertisement

શેકો અને પીરસો: થોડી વાર શેક્યા પછી ગેસ બંધ કરો. તૈયાર બ્રેડ ઉપમાને લીલા ધાણાથી સજાવીને ડીશ હવે પીરસો.

આ પણ વાંચો:   TeaSideEffects: આ લોકોએ વધુ પડતી ચા પીવાનું ટાળવું જોઇએ, નહીંતર સ્વાસ્થયને થશે નુકસાન

Tags :
Advertisement

.

×