Manifestation : માણો શુભ સંકલ્પની તાકાત!
Manifestation : આજના સમયમાં આને માટે લૉ ઑફ ઍટ્રૅક્શન(Law of Attraction) કે મૅનિફેસ્ટેશન જેવા શબ્દો બોલાય છે. પોતાનાં સપનાં કે લક્ષ્યોને સાકાર કરવાં હોય તો એ સાકાર થઈ ગયાં છે એવી કલ્પના કરવી કે સાકાર થઈ ગયાં છે એમ બોલવું એને મૅનિફેસ્ટેશન કહે છે
શુભ–મંગલનો મહિમા આપણી સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી છે. કોઈ પરીક્ષા કે પડકારની પળોમાં ડરના માર્યા આપણે નકારાત્મક શબ્દો ઉચ્ચારીએ ત્યારે વડીલો તરત ટપારે ‘શુભ શુભ બોલો! કહે છે કે બ્રહ્માંડમાં પ્રવર્તતી દિવ્ય શક્તિ સતત ‘તથાસ્તુ’ વદતી હોય છે. એટલે આપણે હંમેશાં શુભ કે મંગળ વાણી જ ઉચ્ચારવી.’
આ માન્યતા પાછળનું એક કારણ એ છે કે શુભ શબ્દો સકારાત્મક ઊર્જાને આકર્ષે છે અને અશુભ નકારાત્મકતાને. જેમ સારા કે આશાવાદી વિચારો આપણને શક્તિવંત અને સ્ફૂર્તિવંત અનુભૂતિ કરાવે છે અને ખરાબ કે અશુભ વિચારો આપણી શક્તિને હણી લેતા હોય એવી નકારાત્મક લાગણી જન્માવે છે એ જ રીતે શબ્દો કે વાણીનું પણ હોઈ શકે.
Manifestation : એશિયા કપ ફાઇનલમાં વિનિંગ રન હું લઈશ!
આજના સમયમાં આને માટે લૉ ઑફ ઍટ્રૅક્શન કે મૅનિફેસ્ટેશન જેવા શબ્દો બોલાય છે. પોતાનાં સપનાં કે લક્ષ્યોને સાકાર કરવાં હોય તો એ સાકાર થઈ ગયાં છે એવી કલ્પના કરવી કે સાકાર થઈ ગયાં છે એમ બોલવું એને મૅનિફેસ્ટેશન કહે છે. અને આ મૅનિફેસ્ટેશનની ટેક્નિક્સ શીખવાય છે.
હમણાં દુબઈમાં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારત એશિયા કપમાં ચૅમ્પિયન બન્યું ત્યારે એક ચૅનલ હોસ્ટે આ રસપ્રદ જાણકારી આપી હતી. તેમણે એશિયા કપની મૅચો શરૂ થઈ એ પહેલાં છઠ્ઠી સપ્ટમ્બરે ભારતીય ક્રિકેટરોને એક-એક કાર્ડ આપી એમાં પોતાનું મૅનિફેસ્ટેશન લખવા કહ્યું હતું. એમાં રિન્કુ સિંહે લખ્યું હતું કે એશિયા કપ ફાઇનલમાં વિનિંગ રન્સ હું લઈશ! કદાચ એ વખતે તેના શબ્દોમાં સરસ્વતીએ વાસ કર્યો હશે! રવિવારની ઇન્ડિયા-પાકિસ્તાનની ફાઇનલ મૅચમાં ભારતને જીત માટે એક રનની જરૂર હતી ત્યારે આ સિરીઝમાં પહેલી જ વાર મેદાનમાં રમવા ઊતરેલા રિન્કુ સિંહે પહેલા જ બૉલમાં ચોક્કો ફટકાર્યો! આમ વિજયી રન્સ સ્કોર કરવાનું તેનું મૅનિફેસ્ટેશન સો ટકા સાકાર થયું. આ ઘટનાએ મૅનિફેસ્ટેશનને વાઇરલ બનાવી દીધું છે.
આપણે લોકો સુખદ સપનાં જોતા કે આપણાં ઉન્નત લક્ષ્યો જાહેર કરતાં પણ અચકાઈએ છીએ. ક્યાંક ને ક્યાંક અંદરખાને આપણને ડર હોય છે કે આપણે એ હાંસલ નહીં કરી શકીએ તો લોકો ટીકા કરશે, ટ્રોલ કરશે. મૅનિફેસ્ટેશન-ગુરુઓ પાસે એનો ઉકેલ છે. તેઓ કહે છે કે તમારાં મૅનિફેસ્ટેશન્સ કોઈને બતાવવાની જરૂર નથી, તમારી ડાયરીમાં લખી રાખો. શુભની શક્તિનો ચૂપચાપ લાભ લો, ગાજવાની શું જરૂર?
આ પણ વાંચો : Festive Season માં સંબંધોમાં તણાવ કેમ વધે છે? જાણો શું હોઇ શકે છે કારણ


