આ 4 વ્યક્તિઓએ ક્યારે પણ મૂળાના પરાઠા ન ખાવા જોઈએ, જાણો કારણ
Mooli paratha : આ મૂળાના પરાઠા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે
Advertisement
Mooli paratha : શિયાળામાં ભૂખ વધારે લાગે છે. તે ઉપરાંત શિયાળમાં વિવિધ પ્રકારની શાકભાજીનું પણ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતું હોવાને કારણે લોકો પોતાના ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને ભોજનની મજા માણતા હોય છે. તો શિયાળમાં મોટાભાગે સવારના નાસ્તામાં લોકો વિવિધ પરાઠાઓને ખાવાનું પસંદ કરે છે. ત્યારે લોકો મૂળાના પરાઠા ખાવાના શોખીન હોય છે. પરંતુ અમુક લોકો માટે આ મૂળાના પરાઠા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે નીચે દર્શાવવામાં આવેલી જો સમસ્યાઓ જે વ્યક્તિ અનુભવતા હોય, તેમણે મૂળાના પરાઠા ખાવા ન જોઈએ.
પાચન સમસ્યાઓ
- મૂળાના પરાઠાને પચાવવાનું દરેક માટે સરળ નથી હોતું. ખાસ કરીને જો કોઈ વ્યક્તિનું પાચન તંત્ર નબળી હોય તો મૂળાના પરાઠા ન ખાવા જોઈએ. આ પરાઠા ખાવાથી પાચનતંત્ર પર દબાણ વધે છે, જેનાથી પેટ ફૂલવું અને ગેસની સમસ્યા થાય છે.
થાઇરોઇડ હોય
- ગોઇટ્રોજન નામના તત્વો મૂળામાં જોવા મળે છે. જે થાઇરોઇડ ગ્રંથિની કામગીરીને અસર કરી શકે છે. તેથી હાઈપોથાઈરોઈડના દર્દીઓએ મૂળાનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ, કારણ કે તે થાઈરોઈડ હોર્મોન્સના ઉત્પાદનમાં અવરોધ લાવી શકે છે. તેને ખાતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.
ગર્ભવતી સ્ત્રીઓ
- સગર્ભા સ્ત્રીઓએ ખૂબ સાવધાની સાથે મૂળાના પરાઠાનું સેવન કરવું જોઈએ. જો કે મૂળામાં વિટામિન સી, ફાઈબર અને મિનરલ્સ હોય છે. પરંતુ તેને વધુ પ્રમાણમાં ખાવાથી ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. આવા સંજોગોમાં મહિલાઓએ તેને ન ખાવું જોઈએ.
હાઈ બ્લડ પ્રેશર
- નિષ્ણાતો કહે છે કે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ મૂળાના પરાઠા ન ખાવા જોઈએ. મીઠાનો ઉપયોગ મૂળામાંથી ભેજ કાઢવા માટે થાય છે. પછી સ્વાદ માટે વધુ મીઠું ઉમેરવામાં આવે છે. તેથી, વધુ પડતા સોડિયમને કારણે બ્લડ પ્રેશર વધી શકે છે.
આ પણ વાંચો: બાબા રામદેવે જણાવ્યા વિન્ટર ડિટોક્સ ફોર્મ્યુલા, દુર થઈ જશે બિમારી
Advertisement
Advertisement


