Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જંક ફૂડ નહીં આ નોર્મલ ફૂડના કારણે પણ થઇ શકે છે કેન્સર, જાણીને ચોંકી ઉઠશો

જંકફુડ ખાવાથી કેન્સરનો ખતરો વધી જતો હોય છે તેવું તો તમે અનેક વાર વાંચ્યું હશે.જંકફુડ ફટાફટ તૈયાર થવાની સાથે સાથે ખુબ જ ટેસ્ટી પણ હોય છે.
જંક ફૂડ નહીં આ નોર્મલ ફૂડના કારણે પણ થઇ શકે છે કેન્સર  જાણીને ચોંકી ઉઠશો
Advertisement
  • જંકફુડ જ નહી સામાન્ય ફુડથી થઇ શકે કેન્સર
  • વાસી ફળ પણ ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે
  • કોલ્ડ ડ્રીંક અને સ્વિટનર્સ પણ કેન્સરસ હોઇ શકે છે

અમદાવાદ : જંકફુડ ખાવાથી કેન્સરનો ખતરો વધી જતો હોય છે તેવું તો તમે અનેક વાર વાંચ્યું હશે.જંકફુડ ફટાફટ તૈયાર થવાની સાથે સાથે ખુબ જ ટેસ્ટી પણ હોય છે. લાંબા સમયે આ જંકફુડ સ્વાસ્થય માં અનેક સમસ્યાઓ પેદા કરી શકે છે. જો કે કેટલીક એવી વસ્તુઓ પણ છે જે જંકફુડ જેટલી જ ખરાબ હોવા છતા આ કેટેગરીમાં આવતી નથી. આવો આજે તેવી વસ્તુઓ અંગે જાણીએ જે શરીરને નુકસાન કરે છે સાથે સાથે જંકફુડની કેટેગરીમાં પણ આવતી નથી.

કોલ્ડ ડ્રીંક

કોલ્ડડ્રીંકમાં ખાંડનું પ્રમાણ ખુબ જ ઉંચુ હોય છે.જે કેન્સરના મહત્વના પરિબળો પૈકીનું એક છે. ખાંડ વગર પણ કોલ્ડડ્રીંક ખુબ જ નુકસાનકારક છે કારણ કે તેમાં ફુડ પ્રિઝર્વેટિવ ઉપરાંત આર્ટિફિશિયલ કલર હોય છે. આર્ટિફિશિયલ કલરને કેરામેલ IV કહે છે. એક એક કેમિકલ MEI કહે છે જે એમોનિયાની પ્રક્રિયા દરમિયાન નિકળે છેજે શરીર માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

Advertisement

આ પણ વાંચો : Bihar : લાલુની નવી રાજકીય ચાલ, નીતિશ સાથેના સંબંધો ફરી બનશે?

Advertisement

ગ્રિલ્ડ રેડ મીટ

ગ્રિલ્ડ મીટ ખુબ જ સ્વાદિષ્ઠ હોય છે.જો કે નિષ્ણાંતોના અનુસાર જ્યારે તેને ઉચ્ચ તાપમાનમાં પકાવવામાં આવે છે તો તેમાં કેન્સરકારક હાઇડ્રોકાર્બન બની જાય છે. જે તેના કેમિકલ અને મોલિક્યૂલર સ્ટ્રક્ચરમાં પરિવર્તનનું કારણ બને છે.

માઇક્રોવેવ પોપકોર્ન

માઇક્રોવેવ પોપકોર્નને સ્વાદિષ્ટ બનાવવા માટે ડીઆસેટેલ નામનો પદાર્થ મિક્ષ કરવામાં આવે છે. જો કે તેને જ્યારે માઇક્રોવેવમાં નાખવામાં આવે તો તે ઝેરી બની જાય છે. આ ઉપરાંત તેની બેગ પર બનેલી લાઇનિંગ કાર્સિનોજેનિક હોય છે. પોપકોર્ન બનાવનારી કંપની GMO અંગે પણ માહિતી આપતી નથી.

આ પણ વાંચો : Ahmedabad : શાળાએથી ઘરે જતાં સાઇકલ સવાર વિદ્યાર્થીને આઇસરચાલકે મારી જોરદાર ટક્કર અને..!

તૈયાર ટમેટાની ચિપ્સ

કેનમાં મળનારા ટમેટા ખતરનાક સાબિત થઇ શકે છે. કારણ કે કેન્સ પર કેમિકલ BPA છાંટવામાં આવે છે. તે હોર્મોન બદલવામાં મહત્વનું પરિબળ સાબિત થાય છે. આ કેમિકલથી ઉંદરના બ્રેન સેલ્સમાં ફેરફાર થઇ જાય છે. કૈંડ ટમેટા ખરાબ એટલા માટે પણ હોય છે કારણ કે તેમાં રહેલા એસિડ BPA ને શોષી લે છે અને તેના કારણે આ ટમેટા ખતરનાક બની જાય છે.

વેજિટેબલ ઓઇલ

વેજિટેબલ ઓઇલ શ્રોતોથી કેમિકલ દ્વારા કાઢવામાં આવે છે. જેની અંદર ખતરનાક માત્રામાં ઓમેગા-6 ફેટ હોય છે. જે સેલ મેમ્બ્રેનના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી નાખે છે અને તેના કારણે કેન્સરનું જોખમ વધી જાય છે. ઓમેગા 6 ફેટ ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે.

આ પણ વાંચો : Bangladesh ની કોર્ટે ફરી ચિન્મય કૃષ્ણ દાસને આંચકો આપ્યો, જામીન અરજી ફગાવી

ફાર્મ્ડ ફીશ ખાસ કરીને સેલ્મન

જંગલી સેલ્મનમાં ઘણા સારા પ્રોટીન હોય છે. અમેરિકામાં 60 ટકા કરતા વધારે ખવાની સેલમન ફાર્મમાંથી આવે છે. તેને પેસ્ટિસાઇડ અને એન્ટીબાયોટિક્સ ખવડાવવામાં આવે છે. જે તેના શરીરમાં જમા થતું રહે છે. જ્યારે આપણે તેને ખાઇએ ત્યારે તે આપણા પેટમાં આવી જતું હોય છે.

આર્ટિફિશિયલ સ્વિટનર્સ

મોટાભાગના આર્ટિફિશિયલ સ્વિટનર્સ કેમિકલ પ્રોસેસ દ્વારા બને છે. તે જરા પણ સેફ નથી હોતા. કેટલાક સંશોધનોમાં સામે આવ્યું કે, આર્ટિફિશિયલ સ્વિટનર્સ એક ઝેરી પદાર્થ DKP નિકળે છે જે શરીરમાં જમા થઇને બ્રેન ટ્યુમર પેદા કરે છે.

આ પણ વાંચો : Banaskantha : તમે Lucky Draw ની ટિકિટ ખરીદી નથી ને? ગૌશાળા, શિક્ષણ નામે ચાલતો ગોરખધંધો જાણી ચોંકી જશો!

મેંદો

મેદામાં કેટલાક ન્યૂટ્રિએન્ટ નાહન હોય છે કારણ કે તેને કેમિકલ દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે. તેને સફેદ બનાવવા માટે ક્લોરિન ગેસમાં બ્લીચ કરવામાં આવે છે. તેની અંદર અનેક પ્રકારના કાર્બોહાઇડ્રેટ પણ હોય છે. જે સરળતાથી ખાંડ (સ્વિટ) બની જતા હોય છે. કેંસરને સૌથી વધારે પોષણ આપતી વસ્તું તમારા પેટમાં નિર્માણ પામે છે.

ખરાબ ફળ

ફળ અને શાકભાજી સારા માનવામાં આવે છે જો કે તેમાં પેસ્ટ્રીસાઇડ છાંટવામાં આવે છે. જે ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે. અલ્ટ્રાજેન જે કિટનાશક છે તેને યુરોપમાં લોકોમાં પરેશાની ફેલાવવાના કારણે બહેન કરવામાં આવી ચુક્યા છે. જો કે અમેરિકામાં તેનો ઉપયોગ કરાય છે. એનવાયરમેન્ટ વર્કિંગ ગ્રુપ (EWG) ને માહિતી મળી છે કે, 98 ટકા ખેતી એવા પ્રેસ્ટિસાઇડથી ગંદી થઇ ચુકી હોય છે જેના કારણે કેન્સર થાય છે.

આ પણ વાંચો : જે લંગડાએ દેશમાં સેંકડો બળાત્કાર કર્યા તેનું નામ તમે બાળકને આપ્યું, કરીના-સૈફ પર કુમાર વિશ્વાસ ભડક્યા

બટાકાની વેફર

બટાકાની વેપર અનેક રીતે ખરાબ હોય છે. પહેલા તો તેને ટ્રાસફૈટમાં તળવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મોટા પ્રમાણમાં મીઠું હોય છે. જે ન માત્ર કેંસરના ખતરાને વધારે છે પરંતુ અન્ય હૃદય સંબંધિત બિમારીઓ પણ પેદા કરે છે. અનેક ચિપ્સમાં પ્રોસર્વસ્ટિવ અને આર્ટિફિશિયલ કલર પણ એડ કરવામાં આવે છે. જેના કારણે પણ કેન્સરનો ખતરો વધી જતો હોય છે.

Tags :
Advertisement

.

×