Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OCD : કોઈ પણ કાર્યનો આગ્રહ કે અત્યાગ્રહનો હઠીલો રોડ

ઓસીડી છે તો તમે કેવી રીતે ઓળખી શકો?
ocd   કોઈ પણ કાર્યનો આગ્રહ કે અત્યાગ્રહનો હઠીલો રોડ
Advertisement

OCD-Obsessive compulsive disorder : અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મૅન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકલી’ કહેતા અને એનિમલના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્ક્સ ટુ આજની આધુનિક જીવનશૈલી ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી-ટૅક્નોલોજીનો, બીજો ટી-ટ્રાન્સફોર્મેશનનો અને આ બન્ને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત કોઈની સામે સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવું.

ઓસીડી છે તો તમે કેવી રીતે ઓળખી શકો?

જો કોઈને OCD -ઓસીડી છે તો તમે કેવી રીતે ઓળખી શકો અને ઓસીડીના દર્દીઓનું વર્તન કયા પ્રકારનું હોઈ શકે...ઘણીવાર તમને ઓસીડી છે કે નહીં તેનો ખ્યાલ તમને પોતાને આવે એ પહેલા તમારી આસપાસના લોકોને આવી જતો હોય છે. જ્યાં સુધી કોઈપણ ક્રિયા કે વસ્તુનું ઑબ્સેશન હોય ત્યાં સુધી જે-તે વ્યક્તિને માત્ર એવો વિચાર આવ્યા કરતો હોય છે પણ જ્યારે તેનું ઑબ્સેશન કમ્પલશનમાં ન ફેરવાય ત્યાં સુધી દર્દી પોતાનું ઑબ્સેશન છુપાવી શકે છે. આ તો થઈ ઓસીડીની ઓળખની વાત, પણ જો કોઈ વ્યક્તિને ખબર પડી છે કે તેના આ OCD ડિસીઝ છે, તે વખતે તેણે કઈ રીતે ડીલ કરવું જોઈએ?

Advertisement

OCD કઈ રીતે ડીલ કરવું જોઈએ?

તમને કોઈ વસ્તુનું ઑબ્સેશન થયું છે તો તેને થોડીવાર માટે રેઝિસ્ટ કરો એટલે કે તમને જે વિચાર આવ્યો છે તેના પર તરત ક્રિયા ન કરો. આ પ્રેક્ટિસને રિસ્પોન્સ પ્રિવેન્શન ટેક્નિક કહેવામાં આવે છે. આમ કરવાથી તમે જે ક્રિયા કરવા માટે કમ્પલશન અનુભવો છો તે કદાચ થોડા સમય બાદ ન અનુભવો એવું પણ બને.

Advertisement

તમને હાથ ધોવાનો વિચાર આવ્યો છે, તો તરત હાથ ધોવા નહીં જવાનું, પણ મનને સમજાવવાનું કે, હું હાથ ધોઈશ, પણ પાંચ મિનિટ પછી ધોઈશ અને એમ કરતાં જો તમે પાંચ મિનિટ માટે પોતાને અટકાવી શકો, તો ધીમે ધીમે તમે 7 મિનિટ પછી 10 મિનિટ અને પછી 20 મિનિટ એમ કરતાં પોતાને હાથ ધોતાં અટકાવી શકો.

અમુક કસરત સિવાય શારીરિક કસરત કરવાથી મગજના બ્લૂટ્રાન્સમીટર લેવલ- Blue Transmitter Level  નૉર્મલ થતાં હોય છે એટલે હૉર્મોન્સ બધા નૉર્મલ થતાં હોય છે તો ઓવરઓલ કસરત કરવાથી પણ આમાં રાહત મળી શકે છે.

જ્યારે ઓસીડી ટ્રિગર થાય ત્યારે શું કરવું?

મોટાભાગે OCD-ઓસીડીના દર્દીઓને ચોક્કસ વસ્તુ ચોક્કસ રીતે મૂકવાની ટેવ હોય છે અને જ્યારે તે વસ્તુઓને અસ્ત-વ્યસ્ત જુએ ત્યારે તેને વસ્તુઓની યોગ્ય ગોઠવણી થાય તેનું ઑબ્સેશન થતું હોય અને ત્યાર બાદ એનું કમ્પલશન. એટલે દર્દી દરેક વસ્તુને યોગ્ય રીતે મૂકે. પણ જો દર્દી એવું ન કરી શકે તો તેની એન્ગ્ઝાઈટી Anxiety ખૂબ જ વધી જતી હોય છે. એવે સમયે કાં તો તમારે દર્દીને ઇન્ઝ્યોલાઇટિક દવા આપવી પડે અને જો એ ન થઈ શકે તો એવું પણ બને કે દર્દી પોતે જ એ જગ્યા પરથી જવા માંડે. કારણકે જેવું કમ્પલશન છે એ જ રીતે એવૉઈડન્સ પણ હોય છે. એવું બને કે દર્દી પોતે જ જે તે જગ્યાએ જવાનું ટાળે.

દાખલા તરીકે, કોઈ દર્દીને ખબર છે કે જો તે ન્હાવા જશે તો તેને બે કલાક લાગવાના છે એટલે એ ન્હાવા જવાનું જ ટાળે અથવા ઘણીવાર કોઈને હાથ ધોવાની ટેવ છે તો તે ઘણી બધી વાર બાથરૂમ જવાનું રોકી રાખે જેથી તેને હાથ ધોવાનો વારો ન આવે. દર્દીઓ એવી જગ્યાએ જવાનું ટાળે અથવા એવી પરિસ્થિતિમાં અટવાઈ જવાનું ટાળે જ્યાં તેમને સૌથી વધારે ઑબ્સેશન થતું હોય.

વ્યક્તિના વિચારોનું ઑબ્સેશન

શું ઓસીડીની દર્દીને માત્ર હાથ ધોવાનું, ન્હાવાનું કે સફાઈ સંબંધે જ ઑબ્સેશન હોય કે અન્ય વસ્તુ-સ્થિતિમાં પણ તેમને ઑબ્સેશન થતું હોય?

OCD એ વ્યક્તિના વિચારોના ઑબ્સેશન તેમની સીવિયારિટી પર નિર્ભર કરે છે. જો વ્યક્તિને ખૂબ જ ગંભીર ઓસીડી છે તો તેને ઘણાં બધા એરિયામાં ઑબ્સેશન થતું હોય છે. દાખલા તરીકે, તેને ઘણી બધી વસ્તુઓ ચકાસવી પણ પડે, વારંવાર હાથ ધોવાનું પણ થાય, વાળમાં તેલ હંમેશા નાખેલું હોવું જ જોઈએ, આ સિવાય અમુક કલરના કપડાં ન જ પહેરે, પૈસા આપતી વખતે ગણતરી બહુ બધી વાર કરવી, ઘણા લોકો પોતે પૈસાને હાથ ન અડાડે. એટલે જો વ્યક્તિની ગંભીર ઓસીડી હોય તો તેમાં જુદાં જુદાં બહુ બધા ઑબ્સેશન પણ હોઈ શકે છે. 

સારવાર લેવી અનિવાર્ય

OCD ઓસીડીની ગંભીરતામાં એક મુદ્દો એવો પણ છે જ્યાં દર્દી કેચઅપ થઈ જાય

દાખલા તરીકે તમે ડૉક્ટરને મળવા ગયા અને તમે તેમને કહ્યું કે મને હાથ ધોવાનું ઑબ્સેશન છે અને આ સિવાય બીજા કયા કયા ઑબ્સેશન હોય એટલે તમે કહો કે હાથ ધોવા, વાળમાં તેલ નાખવું તો આમાં એ દર્દી કેચઅપ થઈ જાય અને એમાંથી કોઇક ઑબ્સેશન પોતાને છે એવું માનીને એમ કરવા માંડે, એ ઑબ્સેશનમાં કેચઅપ થઈ જાય એવું પણ બને.

OCD-Obsessive compulsive disorder  એવી બીમારી છે જેને માટે દવા અને થેરેપી સિવાય અન્ય કોઈ માર્ગ નથી. જેમને પણ આ બીમારી હોવાનો અંદાજ છે, તેમણે વહેલી તકે ડૉક્ટરની સલાહ લઈને યોગ્ય સારવાર લેવી અનિવાર્ય હોય છે.

આ પણ વાંચો-ડાયાબિટીસના દર્દીઓ માટે રાત્રિભોજન કેમ જરૂરી છે? કરો આ 3 ટિપ્સનું પાલન

Tags :
Advertisement

.

×