ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Paneer Roll સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક! જાણો બનાવવાની સરળ રીત

પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે સ્નાયુઓનાં નિર્માણ અને સમારકામ માટે જરૂરી હોય છે
07:40 AM Jan 13, 2025 IST | Vipul Sen
પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે સ્નાયુઓનાં નિર્માણ અને સમારકામ માટે જરૂરી હોય છે
Paneerroll_Gujarat_first
  1. હળવી ભૂખ સંતોષવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે Paneer Roll
  2. પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે સ્નાયુઓનું નિર્માણ કરે છે!
  3. એથ્લેટ્સ અને જીમ જનારાઓ માટે પણ એક હેલ્ધી વિકલ્પ

પનીર રોલ (Paneer Roll) એક એવો નાસ્તો છે જે ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. હળવી ભૂખ સંતોષવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ હોય શકે છે. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ખાસ વાત એ છે કે તમે તેને તમારી પસંદગી મુજબ કસ્ટમાઇઝ પણ કરી શકો છો.

આ પણ વાંચો - શિયાળામાં ફક્ત 21 દિવસ ખાઓ આ ખોરાક, શરીરમાં વિટામિન B-12ની ઉણપ થશે દુર

ઉલ્લેખનીય છે કે, પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે સ્નાયુઓનાં નિર્માણ અને સમારકામ માટે જરૂરી હોય છે. તેથી, આ પનીર રોલ (Paneer Roll) એથ્લેટ્સ અને જીમ જનારાઓ માટે પણ એક હેલ્ધી વિકલ્પ છે. એટલું જ નહીં, પનીરમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જે મૂડ સ્વિંગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો આવો, જાણીએ પનીર રોલ બનાવવાની સરળ રેસીપી (How To Make Paneer Roll)

આ પણ વાંચો - Baba Ramdev Health Tips: આ ફોર્મુલા અપનાવશો તો બાબા રામદેવની જેમ ફિટ રહેશો!

Paneer Roll કેવી રીતે બનાવવા ?

> સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, હિંગ અને રાઈ નાંખો. જ્યારે તે તતડવા લાગે, ત્યારે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને શેકો.
> હવે તેમાં ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી શેકો.
> ધાણા પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
> હવે પનીરનાં ક્યુબ્સ ઉમેરો અને ધીમા તાપે 2-3 મિનિટ સુધી પકાવો.
> એક તવાને ગરમ કરો અને રોટલીઓને બંને બાજુ હળવા હાથે શેકો.
> ગરમ રોટલી પર દહીં લગાવો અને તેમાં પનીરનું મિશ્રણ ભરો. ઉપર લીલી ચટણી અને લીલા ધાણા ઉમેરો અને રોલ કરી લો.

આ પણ વાંચો - આ અભિનેત્રી સુંદર ચહેરા માટે મોઢા પર લગાવે છે થૂંક, જણાવ્યા ખાસ ફાયદા

 

Tags :
Breaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHealthy FoodHow To Make Paneer RollLatest News In GujaratiLife Style NewsNews In GujaratiPaneer RollPaneer Roll Recipes
Next Article