Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paracetamol Autism Link : શું ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક છે Paracetamol? Ex Who ચીફે આપ્યો જવાબ

WHOના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટ ડો. સ્વામીનાથને સ્પષ્ટતા કરી છે કે પેરાસિટામોલ સુરક્ષિત છે અને તેનો ઓટિઝમ સાથે કોઈ સંબંધ નથી.
paracetamol autism link   શું ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક છે paracetamol  ex who ચીફે આપ્યો જવાબ
Advertisement
  • Paracetamol અને Autism વચ્ચેના સંબંધ અંગે સ્પષ્ટતાં (Paracetamol Autism Link)
  • WHOના પૂર્વ ચીફ ડૉ. સૌમ્યા સ્વામીનાથે કરી  સ્પષ્ટતાં
  • પેરાસસિટામોલ એકદમ સુરક્ષિત દવા છે : ડૉ. સૌમ્યા સ્વામીનાથ

Paracetamol Autism Link : ભારતીય મૂળના જાણીતા બાળરોગ નિષ્ણાત અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટ, ડો. સૌમ્યા સ્વામીનાથને સ્પષ્ટતા કરી છે કે પેરાસિટામોલ એક સુરક્ષિત દવા છે અને તેના ઉપયોગથી ગભરાવાની જરૂર નથી. તેમની આ પ્રતિક્રિયા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે પેઇનકિલર દવા ટાયલેનોલ (જેમાં પેરાસિટામોલ મુખ્ય ઘટક છે) અને ઓટિઝમ વચ્ચે સંબંધ હોવાનો દાવો કર્યો હતો.

ટ્રમ્પના દાવાને ડો. સ્વામીનાથને નકાર્યો (Paracetamol Autism Link)

એક ઈન્ટરવ્યુમાં ડો. સ્વામીનાથને કહ્યું, "મેં આજ સુધી એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો જોયો નથી, જે પેરાસિટામોલને ઓટિઝમ સાથે જોડી શકે." તેમણે જણાવ્યું કે અનેક સંશોધનોમાં પેરાસિટામોલની અસરકારકતા સાબિત થઈ છે અને ડૉક્ટરની સલાહ મુજબ તેનો ઉપયોગ સંપૂર્ણપણે સલામત છે. તેમણે લોકોને ગૂગલ કે માહિતી પર વિશ્વાસ ન કરવાની સલાહ આપી.

Advertisement

પેરાસિટામોલ એક સુરક્ષિત દવા (Paracetamol Autism Link)

ડો. સ્વામીનાથને જણાવ્યું કે પેરાસિટામોલ સૌથી સુરક્ષિત દવાઓમાંથી એક છે. જોકે કોઈપણ દવાનો લાંબા સમય સુધી સતત ઉપયોગ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ઉદાહરણ તરીકે, પેરાસિટામોલનો વધુ પડતો ઉપયોગ કિડની પર અસર કરી શકે છે, પરંતુ તબીબી સલાહ સાથે તેનો ઉપયોગ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેના ફાયદા તેના જોખમો કરતાં અનેકગણા વધારે છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ગાયનેકોલોજી એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ (FIGO) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ તેના ઉપયોગની ભલામણ કરે છે.

Advertisement

ટ્રમ્પે શું કહ્યું હતું? (Paracetamol Autism Link)

ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ગર્ભવતી મહિલાઓને ટાયલેનોલ ન લેવાની અપીલ કરી હતી. તેમણે કોઈ વૈજ્ઞાનિક આધાર વિના દાવો કર્યો હતો કે આ દવા ગર્ભમાં રહેલા બાળકોમાં ઓટિઝમનું જોખમ વધારી શકે છે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું હતું કે અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) પણ ડૉક્ટરોને આ દવા ન આપવા માટે નોટિસ જાહેર કરશે, સિવાય કે તે "તબીબી રીતે અત્યંત જરૂરી" ન હોય.

ટાયલેનોલ બનાવતી કંપનીએ પણ ટ્રમ્પનો દાવો નકાર્યો

ટાયલેનોલ બનાવતી કંપનીએ પણ ટ્રમ્પના નિવેદનને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે. કંપનીએ પોતાની વેબસાઈટ પર એક સંદેશ જારી કરીને કહ્યું છે કે, "વિશ્વસનીય અને સ્વતંત્ર વૈજ્ઞાનિક ડેટા એ સાબિત કરે છે કે પેરાસિટામોલ અને ઓટિઝમ વચ્ચે કોઈ સંબંધ નથી. તબીબી અને જાહેર આરોગ્ય સંસ્થાઓ પણ આ વાત સાથે સહમત છે."

ડૉક્ટરની સલાહ લેવાની ભલામણ

કંપનીએ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને કોઈ પણ દવા લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવાની ભલામણ કરી છે. સાથે જ તેમણે માતા-પિતાને આશ્વાસન આપ્યું છે કે જો તમે તમારા બાળકને પેરાસિટામોલ આપી રહ્યા છો, તો ચિંતા કરશો નહીં. એવો કોઈ વિશ્વસનીય વૈજ્ઞાનિક પુરાવો નથી કે તે ઓટિઝમનું કારણ બને છે.

ટાયલેનોલ શું છે?

ટાયલેનોલ એક બ્રાન્ડ નામ છે, જેનો મુખ્ય ઘટક એસિટામિનોફેન (પેરાસિટામોલ) છે. આ દવા પીડા ઘટાડવા અને તાવ ઉતારવા માટે મોટા પાયે ઉપયોગમાં લેવાય છે. તેને માથાનો દુખાવો, પીઠનો દુખાવો, સામાન્ય સંધિવાનો દુખાવો, દાંતનો દુખાવો, સ્નાયુનો દુખાવો, માસિકની પીડા અને તાવને ઓછો કરવા માટે લેવામાં આવે છે.

આ દવા સંપૂર્ણપણે સલામત છે

પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનોએ ભલે પેરાસિટામોલ અંગે બિનજરૂરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હોય, પરંતુ નિષ્ણાતો અને વિશ્વસનીય તબીબી સંસ્થાઓનું કહેવું છે કે આ દવા સંપૂર્ણપણે સલામત છે, જો તેને ડૉક્ટરની દેખરેખ હેઠળ લેવામાં આવે. ડો. સ્વામીનાથને સ્પષ્ટ કર્યું છે કે લોકોને ગભરાવાની જરૂર નથી, કારણ કે પેરાસિટામોલ સૌથી સુરક્ષિત અને સૌથી ભરોસાપાત્ર દવાઓમાંની એક છે.

આ પણ વાંચો :  આ સમયે કેળા ખાશો તો જ શરીરને ફાયદો મળશે, જાણો સાચી માહિતી

Tags :
Advertisement

.

×