Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Passport Rules : હવે...માત્ર કેટલાક ક્લિકથી જ બનશે પાસપોર્ટ, જટીલ પ્રક્રિયા બની સરળ

દરેક નાગરિક માટે સૌથી મહત્વના દસ્તાવેજ પાસપોર્ટ (Passport) ને હવે ઈશ્યૂ કરાવવો સરળ બન્યો છે. વાંચો વિગતવાર.
passport rules   હવે   માત્ર કેટલાક ક્લિકથી જ બનશે પાસપોર્ટ  જટીલ પ્રક્રિયા બની સરળ
Advertisement
  • વર્ષ 2025 માં પાસપોર્ટ ઈશ્યૂ થવાની પ્રક્રિયા વધુ સરળ બની
  • માત્ર કેટલાક ક્લિકથી સરળતાથી પાસપોર્ટ ઈશ્યૂ થશે
  • હવે ભારતીય નાગરિકોને સ્માર્ટ પાસપોર્ટ મળશે

Passport Rules : કોઈપણ નાગરિકની ઓળખ માટે સૌથી મહત્વનો દસ્તાવેજ એવા પાસપોર્ટ ઈશ્યૂ કરાવવો હવે સરળ બન્યો છે. પહેલાની સરખામણીમાં હવે પાસપોર્ટ (Passport) મેળવવો ખૂબ જ સરળ બની ગયો છે. વારંવાર સરકારી કચેરીઓના ધરમધક્કા ખાવાને બદલે હવે ઘરેથી જ કેટલાક ક્લિકથી પાસપોર્ટ તૈયાર થઈ જશે. વર્ષ 2025 માં ભારત સરકારે ટેકનોલોજીની મદદથી પાસપોર્ટ ઈશ્યૂ થવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવી છે. બાયોમેટ્રિક ઈ-પાસપોર્ટની શરૂઆત સાથે હવે ભારતીય નાગરિકોને સ્માર્ટ પાસપોર્ટ મળશે. જેમાં તેમની ઓળખ અને સુરક્ષા સંબંધિત માહિતી ઈલેક્ટ્રોનિક ચિપમાં હશે.

Passport Gujarat First-07-08-2025-

Passport Gujarat First-07-08-2025-

Advertisement

ઓનલાઈન પાસપોર્ટ માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

સ્ટેપ 1 : પાસપોર્ટ સેવા પોર્ટલ પર નોંધણી કરો
સૌ પ્રથમ passportindia.gov.in પર જાઓ. ન્યૂ યુઝર વિકલ્પ પસંદ કરો. તેમાં તમારી મૂળભૂત માહિતી (જેમ કે નામ, જન્મ તારીખ, ઇમેઇલ, મોબાઈલ વગેરે) અપલોડ કરો. પાસવર્ડ સેટ કરો અને સબમિટ કરો. સક્સેસફુલ રજિસ્ટ્રેશન બાદ તમને યુઝર ID અને પાસવર્ડ મળશે.

Advertisement

સ્ટેપ 2 : લોગિન કરી એપ્લિકેશન કરો
પોર્ટલમાં યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગ ઈન કરો. નવા પાસપોર્ટ માટે અરજી કરો અથવા પાસપોર્ટ ફરીથી જારી કરોનો વિકલ્પ પસંદ કરો. ફોર્મમાં પૂછવામાં આવેલી બધી માહિતી યોગ્ય રીતે ભરો. જેમકે નામ, સરનામું, શિક્ષણ, ઈમરજન્સી કોન્ટેક્ટ વગેરે.

સ્ટેપ 3 : ડોક્યુમેન્ટ્સ અપલોડિંગ
સ્કેન કરેલ ઓળખ પુરાવો, જન્મ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો વગેરે જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. જરુરી એપ્લિકેશન ફીઝ ચૂકવો (ડિજિટલ મોડ: નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPI)

સ્ટેપ 4 : એપોઈન્ટમેન્ટ બુક કરો
એપ્લિકેશન કર્યા પછી નજીકનું PSK (પાસપોર્ટ સેવા કેન્દ્ર) અથવા POPSK (પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર) પસંદ કરો. તમારી સુવિધા મુજબ દિવસ અને સમય પસંદ કરીને એપોઈન્ટમેન્ટ શેડ્યૂલ કરો.

સ્ટેપ 5 : એપોઈન્ટમેન્ટ પર જાઓ અને બાયોમેટ્રિક્સ આપો
નિર્ધારિત તારીખે સમયસર PSK અથવા POPSK પર પહોંચો. તમારા મૂળ દસ્તાવેજો ત્યાં ચકાસવામાં આવશે. ફિંગરપ્રિન્ટ્સ અને ફોટો લેવામાં આવશે.

સ્ટેપ 6 : પોલીસ ચકાસણી અને પાસપોર્ટ ડિલિવરી
અરજીમાં આપેલા સરનામે પોલીસ ચકાસણી કરવામાં આવશે. ચકાસણી સફળ થયા પછી તમારો પાસપોર્ટ સ્પીડ પોસ્ટ દ્વારા તમારા સરનામે મોકલવામાં આવશે.

Passport Gujarat First-07-08-2025-+

Passport Gujarat First-07-08-2025

ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવે છે ?

ભારત સરકાર નાગરિકોની જરૂરિયાત અને જવાબદારી અનુસાર 4 પ્રકારના પાસપોર્ટ જારી કરે છે.
વાદળી પાસપોર્ટ (સામાન્ય પાસપોર્ટ) - સામાન્ય નાગરિકો માટે
સફેદ પાસપોર્ટ (સત્તાવાર પાસપોર્ટ) - સરકારી અધિકારીઓની સત્તાવાર મુસાફરી માટે
લાલ પાસપોર્ટ (રાજદ્વારી પાસપોર્ટ) - રાજદ્વારીઓ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ માટે
લીલો પાસપોર્ટ (ઈમરજન્સી પાસપોર્ટ) - ખાસ ઈમરજન્સી સીચ્યૂએશન માટે

આ પણ વાંચોઃ Mobile Addiction: મોબાઈલ અને વાહનની જીદે કિશોરીએ આપઘાત કર્યો

Tags :
Advertisement

.

×