Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Removing Termites : ઉધઈથી છુટકારો મેળવવા અજમાવો આ સરળ અને કુદરતી ઉપાયો

વરસાદની ઋતુમાં ઉધઈનું જોખમ સૌથી વધુ હોય છે. ઉધઈથી છુટકારો મેળવવા માટે (Removing Termites) જાણી લો આ સરળ અને કુદરતી ઉપાયો. વાંચો વિગતવાર.
removing termites   ઉધઈથી છુટકારો મેળવવા અજમાવો આ સરળ અને કુદરતી ઉપાયો
Advertisement
  • Removing Termites,
  • વરસાદની ઋતુમાં ઉધઈનું જોખમ સૌથી વધુ હોય છે
  • ઉધઈને દૂર કરવી બહુ કપરુ અને મુશ્કેલ કામ છે
  • ઉધઈથી છુટકારો મેળવવા માટેના સરળ અને કુદરતી ઉપાય

Removing Termites : વરસાદની ઋતુમાં ઉધઈનું જોખમ સૌથી વધુ હોય છે. તેનું મુખ્ય કારણ છે તાપમાનમાં ઘટાડો અને ભેજનું વધુ પડતું પ્રમાણ. ઉધઈથી આખા ફર્નિચરને નુકસાન થઈ શકે છે. એકવાર ઉધઈ થઈ જાય ત્યારબાદ તેને દૂર કરવી બહુ કપરુ અને મુશ્કેલ કામ છે. તેથી જ આજે અમે તમને જણાવીશું કે સરળતાથી ઉધઈ કેવી રીતે દૂર કરી શકાય ?

ઉધઈ દૂર કરવાનો કારગત ઉપાયો

ચોમાસામાં લાંબા સમય સુધી લાકડામાં ભીનાશ રહેવાને કારણે ઉધઈ થઈ શકે છે. એકવાર ઉધઈ આવી જાય તો તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. જો ઘરમાં ક્યાંય પણ ઉધઈ તમારા ફર્નિચર અથવા લાકડાના સામાનમાં લાગી ગઈ હોય તો તમારે સમયસર સાવચેત થઈ જવાની જરુર છે. ઉધઈથી છુટકારો મેળવવા માટે (Removing Termites) અનેક ઘરેલુ અને અસરકારક ઉપાયો છે. જેમાં લીમડાનું તેલ, લીંબુ અને સરકાનું મિશ્રણ અને સૂર્ય પ્રકાશ.

Advertisement

લીમડાનું તેલ

ઘરમાં કે ઓફિસમાં જ્યાં લાકડાના ફર્નિચર પર ઉધઈ લાગી હોય ત્યાં લીમડાના તેલનું પોતું મારવાથી ઉધઈ દૂર થાય છે. લીમડાના તેલમાં રહેલ કડવાશને લીધે ઉધઈ દૂર થાય છે. લીમડામાં રહેલ એન્ટિબેક્ટેરિયલ ગુણને લીધે ઉધઈ દૂર થાય છે.

Advertisement

Removing Termites Gujarat First - 26-08-2025-

Removing Termites Gujarat First - 26-08-2025-

આ પણ વાંચોઃ BZ Group : 6 હજાર કરોડના કથિત કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટે આપ્યા જામીન, 122 કરોડ ચૂકવવાના બાકી

લીંબુ અને સરકાનું મિશ્રણ

ઉધઈને દૂર કરવામાં લીમડાના તેલ ઉપરાંત લીંબુ અને સરકાનું મિશ્રણ પણ કારગત ઉપાય છે. સરકો અને લીંબુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો હોય છે. તેથી આ મિશ્રણ ઉધઈને દૂર કરવા (Removing Termites) માં મદદરુપ છે. આ મિશ્રણ બનાવવા માટે બંને વસ્તુઓને સમાન માત્રામાં લો અને તેનું દ્રાવણ બનાવો. એક બોટલમાં તેને ભરો. હવે જ્યાં ઉધઈ લાગી હોય તે વિસ્તાર પર સ્પ્રે કરો. આ સ્પ્રેને ઉધઈથી પ્રભાવિત વિસ્તાર પર થોડા દિવસો સુધી લગાવો. આ ઉપાયથી ઉધઈ દૂર થશે અને ફર્નિચરને પણ નુકસાન થશે નહીં.

Removing Termites Gujarat First - 26-08-2025--

Removing Termites Gujarat First - 26-08-2025--

પ્રખર સૂર્યપ્રકાશથી દૂર કરી શકાય છે ઉધઈ

જો કોઈ રીમૂવેબલ ફર્નિચરમાં ઉધઈ લાગી ગઈ હોય તો તેને ભરબપોરે પ્રખર સૂર્યપ્રકાશમાં સૂકવો. જેનાથી ઉધઈ દૂર થઈ જશે. સૂર્યપ્રકાશના લીધે ફર્નિચરમાં રહેલ ભેજ દૂર થાય છે. ભેજ વિના ફર્નિચરમાં ઉધઈનું રહેવું મુશ્કેલ હોય છે. ઘરમાં ફર્નિચર અને લાકડાની વસ્તુઓને સૂકી રાખવાથી ઉધઈનો ફેલાવો અટકે છે. ઘરના ખૂણામાં અને ફર્નિચરની નજીક પાણી એકઠું ન થવા દો. તમે ફર્નિચર પર રક્ષણાત્મક પોલિશ અથવા તેલ પણ લગાવી શકો છો. ક્ષતિગ્રસ્ત વસ્તુઓને તાત્કાલિક દૂર કરો. સ્વચ્છતાનું ધ્યાન રાખો, આનાથી ઉધઈ વધવાનું જોખમ ઓછું થાય છે.

આ પણ વાંચોઃ  બહુચરાજી ખાતે મારુતિની પ્રથમ EV 'Maruti e Vitara'નुं PM Modi ના હસ્તે ફ્લેગ ઓફ

Tags :
Advertisement

.

×