Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જો તમે Breakfast નથી કરતા, તો મગજની ભયાનક બીમારીથી પીડાશો

Skipping Breakfast In Morning : મગજને આ ન મળે ત્યાં સુધી તે સ્પષ્ટ રીતે વિચારી શકતું નથી
જો તમે breakfast નથી કરતા  તો મગજની ભયાનક બીમારીથી પીડાશો
Advertisement
  • Breakfast ન કરવાથી આ પ્રકારની ખામીઓ સર્જાય છે
  • મગજને આ ન મળે ત્યાં સુધી તે સ્પષ્ટ રીતે વિચારી શકતું નથી
  • સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની કેટલીક નકારાત્મક અસરો પડે છે

Skipping Breakfast In Morning : સવારે વહેલો Breakfast કરવાથી શરીર દિવસભર સ્વસ્થ રહે છે. જોકે, કેટલાક લોકો ઘણીવાર Breakfast કરતા નથી. તેઓ ઘણીવાર ઉતાવળમાં Breakfast છોડી દે છે. જો તમે Breakfast પણ છોડો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. Breakfast છોડનાર વ્યક્તિ પણ ડિમેન્શિયાનો શિકાર બની શકે છે. આ ચોંકાવનારો ખુલાસો એક અભ્યાસમાં થયો છે.

Breakfast ન કરવાથી આ પ્રકારની ખામીઓ સર્જાય છે

તો ડિમેન્શિયા મગજ સાથે જોડાયેલી બીમારી છે. મગજના કોષોને નુકસાન અને જ્ઞાનાત્મક ક્ષમતામાં ઘટાડો થાય છે. ડિમેન્શિયામાં, યાદશક્તિ, વિચાર, ભાષા, નિર્ણય લેવાની અને શીખવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. Breakfast ન કરવાથી આ પ્રકારની ખામીઓ સર્જાય શકે છે. US Centers for Disease Control ના ડેટા અનુસાર 2015 થી 2018 સુધી 20 વર્ષથી વધુ ઉંમરના 15% અમેરિકનો નિયમિત Breakfast કરતા નથી. સવારમાં વ્યસ્ત, ઉપવાસ કે વજન ઘટાડવાને કારણે તેનો વ્યાપ વધ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Honey face pack: શિયાળામાં ત્વચાને ગ્લો આપવાનો રામબાણ

Advertisement

મગજને આ ન મળે ત્યાં સુધી તે સ્પષ્ટ રીતે વિચારી શકતું નથી

Journal of Neuro-Restorationology ના એક અભ્યાસ મુજબ, Breakfast ન કરવાથી શરીર પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે. તેનાથી શરીરમાં તણાવ પેદા થાય છે, જે કોર્ટિસોલના સ્ત્રાવને વધારે છે. આ સમય જતાં પેટની ચરબીમાં વધારો કરે છે. Breakfast ન કરવાથી પણ લો બ્લડ શુગર વધે છે. આવું એટલા માટે થાય છે કારણ કે મગજને ખોરાકની જરૂર હોય છે, જ્યાં સુધી મગજને આ ન મળે ત્યાં સુધી તે સ્પષ્ટ રીતે વિચારી શકતું નથી.

સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની કેટલીક નકારાત્મક અસરો પડે છે

Breakfast ન કરવાથી મગજના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની કેટલીક નકારાત્મક અસરો પડે છે. તો Breakfast ન કરનારા લોકોનું મગજ સંકોચાય છે, જે ડિમેન્શિયાના લક્ષણો સાથે સંકળાયેલું છે. આવી સ્થિતિમાં ડિમેન્શિયાથી બચવા માટે નિયમિત Breakfast કરવો ખૂબ જ જરૂરી છે. જો કે, આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે Breakfast ભારે ન હોવો જોઈએ.

આ પણ વાંચો: સ્માર્ટફોનની લતને રોકવા માટે આ દેશ લાવશે નવા નિયમો!

Tags :
Advertisement

.

×