Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Parenting Tips: બાળપણમાં જ બાળકોને આ 5 ટેવો શીખવાડો,સંસ્કારી અને મૂલ્યવાન બનશે!

Parenting Tips દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક જીવનમાં સફળ થાય અને સારો સંસ્કારી અને મૂલ્યવાન વ્યક્તિ બને.
parenting tips  બાળપણમાં જ બાળકોને આ 5 ટેવો શીખવાડો સંસ્કારી અને મૂલ્યવાન બનશે
Advertisement

  • Parenting Tips બાળપણમાં જ આપો
  • બાળકને સારી ટેવો શીખવાડો
  • બાળપણમાં કેળવેલા સંસ્કારો ભવિષ્યમાં કામમાં આવશે

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક જીવનમાં સફળ થાય અને સારો સંસ્કારી અને મૂલ્યવાન વ્યક્તિ બને. બાળપણમાં કેળવાયેલા સંસ્કારો બાળકના ભવિષ્યનો પાયો બનાવે છે. નિષ્ણાતો માને છે કે બાળકોના ઉછેરમાં રોજિંદા જીવનમાં નાની નાની આદતો તેમના સ્વભાવ અને જીવનશૈલી પર ઊંડી અસર કરે છે. ચાલો જાણીએ આવી 5 આદતો જે તમારા બાળકને સંસ્કારી અને જવાબદાર બનાવી શકે છે.

Parenting Tips   નમસ્તે કે પ્રણામ કહેવાની ટેવ પાડો

બાળકોને તેમના વડીલોનો આદર કરતા શીખવાડો. સવારે ઉઠતાની સાથે જ અને બહારથી પાછા ફરતા નમસ્તે કે પ્રણામ કહેવાની આદત તેમને સંસ્કારી બનાવે છે. Parenting Tips  ભોજન પહેલાં અને પછી હાથ ધોવાની પાડો ટેવ

Advertisement

સ્વચ્છતા અને શિસ્ત એ બાળકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભોજન પહેલાં અને પછી તેમને હંમેશા હાથ ધોવા દો. આ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પણ શિસ્તની ભાવના પણ શીખવે છે.

Advertisement

Parenting Tips  વસ્તુઓને યોગ્ય જગ્યા પર મૂકતા શીખવાડો

બાળકોને વસ્તુઓ જ્યાંથી ઉપાડવામાં આવી હોય ત્યાંથી પાછી મૂકવાની આદત શીખવો, પછી ભલે તે રમકડાં હોય, પુસ્તકો હોય કે કપડાં. આનાથી તેમનામાં જવાબદારી અને વ્યવસ્થિત રહેવાની આદત વિકસે છે.

Parenting Tips  આભાર અને માફ કરવાનું શીખવાડો

બાળકોને 'આભાર' અને 'માફ કરશો' જેવા શબ્દો ખાસ શીખવાડો, આ શબ્દો તેમનામાં નમ્રતા અને સંવેદનશીલતા વધારે છે.જેનાથી બાળક પોતાની ભૂલ પર માફી માંગશે,જે તેના જીવનમાં ખુબ ફાયદાકારક સાબિત થશે.

 નિયમિત અભ્યાસ , સૂવા-જાગવાની દિનચર્યા

બાળકો માટે નિયમિત દિનચર્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમયસર અભ્યાસ કરવો, રમવું અને સૂવા-જાગવાથી તેમના જીવનમાં શિસ્ત અને સંતુલન જળવાઈ રહે છે.

આ પણ વાંચો:   Cream Biscuit ખાવાથી ફાયદા નહીંવત અને નુકશાન વધારે, આજે જ ચેતી જજો

Tags :
Advertisement

.

×