Extra marital affair:દુનિયાના આ 5 દેશમાં સૌથી વધુ એક્સ્ટ્રા મેરિટલ અફેર!
- દુનિયાના આ 5 દેશમાં સૌથી વધુ એક્સ્ટ્રા મેરિટલ અફેર
- વૈવાહિક જોડાના સંબંધો જેમના સંબંધો સારા હતા
- લોકોમાં તાણ, આત્મહત્યા જેવા કેસ વધી રહ્યાં છે
Extra marital affair:એક્સ્ટ્રા મેરેટિયલ અફેરે (Extra marital affair)આજના સમયમાં ઘણાં ઘર તોડી નાખ્યા છે. જેને કારણે ઘણાં વૈવાહિક જોડાના સંબંધો જેમના સંબંધો સારા હતા. તેમને સંબંધો તોડવા પડી શકે છે. આજ કારણ છે કે, ઘણાં બધા લોકોમાં તાણ, ડિપ્રેશન, મેન્ટલ સ્ટ્રેસ અને આત્મહત્યા જેવા કેસ વધી રહ્યાં છે.
થાઇલેન્ડ
લગ્નેત્તર સંબંધોની વાત કરીએ તો, આ સમસ્યાનો સામનો કરનાર ટોચનો દેશ થાઇલેન્ડ છે, જે આ બાબતમાં પ્રથમ આવે છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ મુજબ, આજે થાઇલેન્ડમાં ૫૧ ટકા લોકો લગ્નેત્તર સંબંધો ધરાવે છે.
ડેનમાર્ક
આ પછી આવતા દેશનું નામ ડેનમાર્ક છે. આ દેશમાં પણ દરરોજ લગ્નેત્તર સંબંધોના ઘણા કેસ નોંધાય છે. જો આપણે આંકડાઓની વાત કરીએ તો, આ દેશમાં 46 ટકા લોકો લગ્નની બહાર કોઈ બીજા સાથે સંબંધ ધરાવે છે.
આ પણ વાંચો -Lifestyle News : 40 વર્ષની ઉંમર પછી પણ તમારી ત્વચા યુવાન અને ચમકતી રહેશે, બસ કરો આ કામ
જર્મની
જો આપણે એક કરતાં વધુ ભાગીદાર ધરાવતા દેશોની વાત કરીએ, તો જર્મની ત્રીજા સ્થાને આવે છે. આ દેશના લગ્નેત્તર સંબંધોના આંકડા પણ આશ્ચર્યજનક છે કારણ કે અહીંના 45 ટકાથી વધુ લોકો એક કરતાં વધુ જીવનસાથી સાથે સંબંધો ધરાવે છે.
આ પણ વાંચો -Health News : પ્લાસ્ટિકના વાસણોમાં ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધશે, સંશોધકોએ ચેતવણી આપી
લગ્નેત્તર સંબંધ
આ પછી ઇટાલી આવે છે. આ દેશ પોતાને અન્ય દેશો કરતાં વધુ વિકસિત માને છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, અહીંના સામાજિક માળખામાં હજુ પણ સુધારાની જરૂર છે. લગ્નેત્તર સંબંધોની વાત કરીએ તો, અહીં પણ એક કરતાં વધુ જીવનસાથી ધરાવતા લોકોની સંખ્યા લગભગ 45 ટકા છે.
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ ( World Population Review)
તેવી જ રીતે, પાંચમા નંબરે આવતા દેશનું નામ ફ્રાન્સ છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂના ડેટા અનુસાર, આ દેશમાં 43 ટકા પરિણીત લોકો લગ્નેત્તર સંબંધોમાં સંડોવાયેલા છે. જો આપણે ભારતની વાત કરીએ, તો આ આંકડામાં, ભારત ટોચના 10 દેશોની યાદીમાં પણ નથી આવતું.


