પેટને લગતી બીમારીઓને મૂળમાંથી મટાડશે આ રેસીપી , આ રીતે બનાવો
- પાચન સંબંધી સમસ્યાઓને મટાડશે આ રેસીપી
- પાચન સંબંધી સમસ્યાઓ દરેક ઋતુમાં થઈ શકે છે
- શું છે નિષ્ણાતની સલાહ
- ઝૈદીએ 3 બીજ ખાવાની સલાહ આપી
- ઝૈદી એક યુનાની ડોક્ટર અને યુટ્યુબર છે
Stomach Care Tips: જો તમે ગેસ, અપચો અથવા પેટ સંબંધિત અન્ય સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે આ ત્રણ બીજ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. આવો જાણીએ કઈ રીતે તેનું સેવન કરવુ કે, જેથી ફાયદો થાય.
દરેક ઋતુમાં થઈ શકે છે પાચન સંબંધી સમસ્યાઓ
પાચન સંબંધી સમસ્યાઓ દરેક ઋતુમાં થઈ શકે છે, પછી તે શિયાળો હોય કે ઉનાળો. જો કે, આ એક સામાન્ય સમસ્યા છે પરંતુ તે એટલી ગંભીર છે કે, જો તે વધુ પડતી વધી જાય તો વ્યક્તિ આખો દિવસ પરેશાન રહે છે. પેટમાં દુખાવો અથવા ગેસ ક્યારેક કલાકો સુધી અથવા આખી રાત રહે છે. ક્યારેક ઝાડાની સમસ્યા ઠીક થવામાં એકથી બે દિવસ લાગે છે. અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ જે નિષ્ણાતો દ્વારા શેર કરવામાં આવ્યા છે. ચાલો આ વિશે જાણીએ.
શું છે ડૉ.સલિમ ઝૈદીની સલાહ
પેટની દરેક સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડૉ.સલિમ ઝૈદીએ 3 બીજ ખાવાની સલાહ આપી છે. સલીમ ઝૈદી એક યુનાની ડોક્ટર અને યુટ્યુબર છે, જેઓ તેમના પેજ પર હેલ્ધી વીડિયો શેર કરતા રહે છે.
નિષ્ણાતનો અભિપ્રાય શું છે?
ડૉક્ટર સલીમ કહે છે કે, આ 3 બીજની મદદથી તમને અપચો, ગેસ, એસિડિટી અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓથી રાહત મળશે. આ 3 બીજ છે - અજમો, જીરું અને વરિયાળી.
- જીરું- તેને ખાવાથી પેટનું ફૂલવું અને પાચનમાં સુધારો થાય છે.
- અજમો- આ બીજ ગેસની સમસ્યાને દૂર કરે છે અને આંતરડા સાફ કરે છે.
- વરિયાળી- એસિડિટીની સમસ્યાથી રાહત અપાવવામાં મદદરૂપ થાય છે અને પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે.
View this post on Instagram
આ પણ વાંચો : દુનિયાનું એવું શહેર જ્યાં માંસાહારી ભોજન ખાવા પર દંડ થાય છે
શું છે આ રેસીપી?
આ ઉપાય અજમાવવા માટે, તમારે એક કડાઈમાં 2 ગ્લાસ પાણી ઉકાળવું પડશે, તે પછી તેમાં ત્રણેય બીજ - 1 ચમચી વરિયાળી, અડધી ચમચી અજમો અને 1 ચમચી જીરું ઉમેરો અને સારી રીતે ઉકાળો. જ્યારે આ પીણું પાકીને અડધુ થઈ જાય, ત્યારે સમજો પીણું તૈયાર છે. આ પીણું દરરોજ ખાલી પેટે હૂંફાળું પીવું જોઈએ. આનાથી માત્ર પાચન જ નહીં પરંતુ મેટાબોલિઝમ પણ મજબૂત બને છે.
બીજું શું કરવું?
- તમારે તમારા આહારમાં ફાઈબરયુક્ત વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
- પાણી સાથે અન્ય પ્રવાહી પીવો.
- ભોજન સાથે દહીં કે છાશ પીઓ.
- વધુ પડતો તૈલી કે મસાલેદાર ખોરાક ન ખાવો.
- દરરોજ ચાલવું પણ ફાયદાકારક છે.
આ પણ વાંચો : Generation Beta : આજથી જન્મેલા બાળકો જનરેશન બીટાના હશે… જાણો શા માટે તેમને AI જનરેશન કહેવામાં આવે છે


