ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ફ્લોર પરની ગંદી ટાઈલ્સને સરળતાથી સાફ કરવાની ટિપ્સ...જાણી લો

ઘર, ઓફિસ કે દુકાન દરેકના ફ્લોર વારંવાર સાફ કરવા છતા ગંદા થઈ જ જાય છે. તેમાંય ફ્લોર પરની ટાઈલ્સ પરના જીદ્દી ડાઘ તો સરળતાથી દૂર થતા જ નથી. આજે અમે આપને જણાવીશું કે ફ્લોટ ટાઈલ્સને સરળતાથી કઈ રીતે સાફ કરવી ?
07:00 PM Apr 07, 2025 IST | Hardik Prajapati
ઘર, ઓફિસ કે દુકાન દરેકના ફ્લોર વારંવાર સાફ કરવા છતા ગંદા થઈ જ જાય છે. તેમાંય ફ્લોર પરની ટાઈલ્સ પરના જીદ્દી ડાઘ તો સરળતાથી દૂર થતા જ નથી. આજે અમે આપને જણાવીશું કે ફ્લોટ ટાઈલ્સને સરળતાથી કઈ રીતે સાફ કરવી ?
Tile cleaning tips Gujarat First

Ahmedabad: ગંદો ફ્લોર અને તેમાંય જીદ્દી ડાઘવાળી ટાઈલ્સ સાફ કરવી બહુ મુશ્કેલ હોય છે. ઓફિસ, દુકાન, શાળા, મોલ અને હોસ્પિટલ્સમાં આ કામ માટે ચોક્કસ સંખ્યામાં સ્ટાફ હોય છે તેથી બહુ વાંધો આવતો નથી, પરંતુ ઘરની ટાઈલ્સ પરના જીદ્દી ડાઘને દૂર કરવા ગૃહિણી માટે માથાના દુઃખાવા સમાન બની જાય છે. આજે અમે આપને જણાવીશું એવી ટિપ્સ જેનાથી આપ સરળતાથી ફ્લોર ટાઈલ્સને સાફ કરી શકશો. એટલું જ નહિ પરંતુ આ કામ આપ ઓછા સમય અને ઓછી મહેનતે કરી શકશો.

વેરિયસ ટાઈલ્સ પેટર્ન

અત્યારે ટાઈલ્સમાં વિવિધ પેટર્ન રોજે રોજ બદલાઈ રહી છે. આ વિવિધ પેટર્નમાં કેટલીક ટાઈલ્સ એવી આવી જાય છે કે જેને સાફ કરવી મુશ્કેલ હોય છે. ઘરના ફ્લોર પર ટાઈલ્સ લગાવવાના અનેક ફાયદા છે પરંતુ વિવિધ પ્રકારની ટાઈલ્સ તેમાં ધૂળ, પાણી જેવી ગંદકી ભરાવાને લીધે ગંદી પણ બહુ થતી હોય છે. દરેક ઘરમાં ગૃહિણીઓ માટે કચરા પોતું જ કરવું જ બહુ થકવી નાખનારુ અને વધુ સમય માંગી લેતું કામ છે. જો કે ટાઈલ્સ વચ્ચે જમા થયેલી ગંદકીને કેટલીક સરળ પદ્ધતિઓથી દૂર કરી શકાય છે. અહીં રજૂ કરવામાં આવેલ કેટલીક ટિપ્સ તમે અજમાવશો તો ટાઈલ્સમાંથી ગંદકી સરળતાથી દૂર કરી શકશો અને ટાઈલ્સ નવા જેવી ચમકદાર બનશે.

લીંબુનો રસ

ફ્લોર પર પોતું કરવાની ડોલના પાણીમાં થોડાક લીંબુના ટીંપા ઉમેરી દેવાથી ફ્લોર સરળતાથી સાફ થઈ જાય છે. આ ઉપરાંત ટાઈલ્સ પણ ચમકવા લાગે છે. કેટલાક જીદ્દી ડાઘ સિવાય નાના મોટા અને હલકા ડાઘ લીંબુવાળા પાણીથી સરળતાથી સાફ થઈ જાય છે. લીંબુના રસનું પ્રમાણ ડોલમાં પાણીના બહુ ઓછા પ્રમાણમાં રાખવું કારણ કે વધુ પડતા લીંબુના રસને લીધે ક્યાંક ટાઈલ્સની કણીઓ ઉખડી શકે છે. જેનાથી આપની ટાઈલ્સની પેટર્ન બગડવાનો પણ ભય રહેલ છે.

આ પણ વાંચોઃ  શું માઈગ્રેનના દર્દીઓએ ACમાં બેસવું જોઈએ? જાણો નિષ્ણાત પાસેથી

બેકિંગ સોડા

ટાઈલ્સ પર રહેલા જીદ્દી ડાઘને દૂર કરવા માટે બેકિંગ સોડા એક ઉત્તમ ઉપાય બની શકે છે. થોડાક બેકિંગ સોડાની પેસ્ટ બનાવીને ફ્લોર પર જ્યાં જીદ્દી ડાઘ છે તેના પર ચોપડી દો. 10થી 15 મિનિટ થવા દો. ત્યારબાદ આ પેસ્ટને સ્ક્રબર વડે સાફ કરી લો. આપની ટાઈલ્સ પરનો જીદ્દી ડાઘ પણ સરળતાથી દૂર થઈ ગયો હશે. બેકિંગ સોડાની પેસ્ટ બનાવતી વખતે બેકિંગ સોડા અને પાણીના પ્રમાણને ડાઘની ઘટ્ટતા પ્રમાણે લેવું.

વિનેગર

પાણી ભરેલા સ્પ્રેમાં થોડું વિનેગર ઉમેરી લો. આ મિશ્રણને બરાબર શેક કર્યા બાદ જ્યાં ટાઈલ્સ વધુ ગંદી હોય તે ભાગ પર સ્પ્રે કરો. 5 મિનિટ રહેવા દીધા બાદ આ મિશ્રણને ભીના કપડા અથવા સ્ક્રબરથી સાફ કરી લો.

આ પણ વાંચોઃ  ટૂથપેસ્ટ ભૂલી જશો ... આ 5 ઝાડની ડાળીઓથી કરો દાતણ, તમારા દાંત ચમકવા લાગશે

Tags :
Baking soda for tile stainsCleaning tips for stubborn dirtCleaning with vinegar and waterEasy tile maintenanceEffective tile cleaning methodsGujarat FirstGUJARAT FIRST NEWSHome cleaning solutionsHow to clean floor tiles easilyLemon juice for tile cleaningNatural cleaning agents for tilesRemoving dirt from tile groutShiny tiles cleaning solutionStubborn tile stains removalTile cleaning tipsTile cleaning tricksVinegar and baking soda cleaning
Next Article