Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vitamin C : આ વિટામિનની ઉણપથી આપને થઈ શકે છે 3 પ્રકારના કેન્સર

Vitamin C એક એવું પોષક તત્ત્વ છે કે જેની પૂરતી માત્ર ન લેવામાં આવે તો આપણને 3 પ્રકારના કેન્સર થઈ શકે છે. વાંચો વિગતવાર.
vitamin c   આ વિટામિનની ઉણપથી આપને થઈ શકે છે 3 પ્રકારના કેન્સર
Advertisement
  • Vitamin C ની ઉણપથી 3 પ્રકારના કેન્સર થઈ શકે છે
  • અન્નનળી, પેટ અને ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ વિટામિન સીની ઉણપ છે
  • દરરોજ 100 મિલિગ્રામ વધારાનું વિટામિન સી લેવાથી ફેફસાના કેન્સરનું જોખમ લગભગ 7% ઓછું થાય છે

Vitamin C : સામાન્ય રીતે માનવીના શરીરમાં કેન્સર જેવો રોગ કેન્સરજન્ય પદાર્થોને લીધે થાય છે. જેને અંગ્રેજીમાં કાર્સિનોજન પદાર્થો (Carcinogenic Substances) તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થો સિવાય કેટલાક પદાર્થોની ઉણપથી પણ માનવીને કેન્સર થઈ શકે છે. જેનું સૌથી મોટું ઉદાહરણ છે વિટામિન સી (Vitamin C).આ એક એવું મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેની વધુ પડતી ઉણપથી 3 પ્રકારના કેન્સર પણ થઈ શકે છે.

Vitamin C ની ઉણપથી થતાં કેન્સર

Vitamin C એક એવું મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં બહુ કારગત છે. તે શરીરને ઓક્સિડેટીવથી બચાવવામાં પણ મદદ કરે છે. વિટામિન સીની મદદથી આપણે વિવિધ રોગોથી બચી શકીએ છીએ. વિટામિન સીમાં રહેલ ખટાશ આપણા શરીરમાં પેદા થતા હાનિકારક તત્વોને પચાવવામાં મદદરુપ થાય છે. જો વિટામિન સીનું પૂરતું પ્રમાણ ન લેવામાં આવે એટલે કે તેની ઉણપ હોય તો 3 પ્રકારના કેન્સર થઈ શકે છે. જેમાં અન્નનળીનું કેન્સર, પેટનું કેન્સર અને ફેફસાનું કેન્સરનો સમાવેશ થાય છે.

Advertisement

<yoastmark class=

Advertisement

આ પણ વાંચોઃ પરફ્યુમના છંટકાવથી શરીરના આ અંગોને દુર રાખો, નહીં તો તકલીફ પડશે

Vitamin C ના ફાયદા

જો વિટામિન સીની ઉણપથી અન્નનળીનું કેન્સર, પેટનું કેન્સર અને ફેફસાનું કેન્સર થાય છે. જે લોકો પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી લે છે તેમને અન્નનળીનું કેન્સર થવાની શક્યતા ઓછી હોય છે. વિટામિન સીની એન્ટીઑકિસડન્ટ અસરો હાનિકારક અણુઓને તટસ્થ કરવામાં મદદ કરે છે. જો આ હાનિકારક અણુઓ તટસ્થ ન થાય તો તેઓ અન્નનળીના અંદરના નાજુક કોષોને નુકસાન પહોંચાડે છે. આ પ્રક્રિયા સતત થવાથી લાંબાગાળે કેન્સર થાય છે. પેટના કેન્સરને રોકવામાં વિટામિન સી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન સી પેટની બળતરા ઘટાડે છે જેથી પેટના કેન્સરનું જોખમ ઘટે છે. ફેફસાનું કેન્સર વિશ્વભરમાં સૌથી ઘાતક કેન્સરમાંનું એક છે. આ કેન્સરથી પીડિત લોકો પર કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે દરરોજ 100 મિલિગ્રામ વધારાનું વિટામિન સી લેવાથી ફેફસાના કેન્સરનું જોખમ લગભગ 7% ઓછું થાય છે. આ વિટામિન ફેફસાની પેશીઓને પ્રદૂષકો, ધૂમ્રપાન અને અન્ય પર્યાવરણીય ઝેરી તત્વોથી થતા ઓક્સિડેટીવ નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.

<yoastmark class=

આ પણ વાંચોઃ Health Tips: શરીર માટે છે લસણ વરદાન,સ્વાસ્થય માટે છે ખુબ ફાયદાકારક

(ડિસ્કલેમરઃ  આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Advertisement

.

×