Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અખરોટ સ્વાસ્થય માટે છે ફાયદાકારક, યાદશક્તિ વધારવા માટે છે સંજીવની

અખરોટમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, કેલ્શિયમ અને હેલ્ધી ફેટ્સ આપણા આખા શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે
અખરોટ સ્વાસ્થય માટે છે ફાયદાકારક  યાદશક્તિ વધારવા માટે છે સંજીવની
Advertisement
  • Walnut Benefits:  અખરોટ તમારા સ્વાસ્થય માટે છે ફાયદાકારક
  • અખરોટને 'સુપર બ્રેઇન ફૂડ' કહેવામાં આવે છે
  • અખરોટને બ્રેઇન હેલ્થ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે

બાળપણથી જ આપણને કાજુ, બદામ કે અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. અખરોટને તેના દેખાવને કારણે 'સુપર બ્રેઇન ફૂડ' કહેવામાં આવે છે. જે યાદશક્તિ અને મગજની કાર્યક્ષમતા માટે અદ્ભુત માનવામાં આવે છે.  અખરોટમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, કેલ્શિયમ અને હેલ્ધી ફેટ્સ આપણા આખા શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે? તો ચાલો અખરોટનું રોજ સેવન કરવાથી મળતા સ્વાસ્થ્ય લાભો વિશે.

Walnut Benefits:  મગજને બનાવે છે તેજ અને સક્રિય

અખરોટને મગજનું સ્વાસ્થ્ય (બ્રેઇન હેલ્થ) જાળવવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.તેમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ્સ મગજના કાર્યને સક્રિય રાખવામાં મદદ કરે છે, જેનાથી યાદશક્તિ (મેમરી) તેજ થાય છે અને વસ્તુઓ લાંબા સમય સુધી યાદ રહે છે.અખરોટમાંના એન્ટીઑકિસડન્ટો મગજને 'ઓક્સિડેટીવ સ્ટ્રેસ'થી બચાવે છે, જે તણાવ (સ્ટ્રેસ), ડિપ્રેશન અને ચિંતા (એન્ઝાયટી) જેવા લક્ષણોને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

Advertisement

Walnut Benefits: એનર્જીનો મોટો સ્રોત

અખરોટમાં રહેલા પોષક તત્વો શરીરને ઝડપી તાકાત પૂરી પાડે છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરને આંતરિક શક્તિ મળે છે અને નબળાઈ દૂર થાય છે. ડૉક્ટરો પણ નબળાઈ અનુભવતા લોકોને દૂધ સાથે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. તેને સૂકા અથવા પલાળીને ખાઈ શકાય છે.

Advertisement

Walnut Benefits:  વજન નિયંત્રણમાં મદદરૂપ

જો તમે યોગ્ય માત્રામાં અખરોટનું સેવન કરો છો, તો તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. તેનાથી વારંવાર ભૂખ લાગતી નથી અને તમે વધારે ખોરાક (ઓવર ઇટિંગ) લેવાથી બચી શકો છો, જે વજન નિયંત્રણમાં મદદ કરે છે. શાકાહારી લોકો માટે અખરોટ પ્રોટીનનો એક સારો અને સરળ સ્રોત પણ છે.

Walnut Benefits: શરીરને અંદરથી રાખશે ગરમ

આયુર્વેદ અનુસાર, અખરોટની તાસીર ગરમ હોય છે. આ જ કારણ છે કે તેને ખાસ કરીને શિયાળાની ઋતુમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. ઠંડીના દિવસોમાં શરીરને અંદરથી ગરમ રાખવા માટે અખરોટનું સેવન કરવું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, જેનાથી શરીરને અનેક લાભ મળે છે.

અખરોટ ખાવાની સાચી રીત

અખરોટમાં કેલરીની માત્રા વધુ હોવાથી, દરરોજ 5-6 અખરોટ ખાવા એ સ્વાસ્થ્ય માટે પૂરતું અને ફાયદાકારક છે.સૂકા અખરોટ કરતાં પલાળેલા અખરોટ ખાવાથી શરીરને વધુ ફાયદો મળે છે, કારણ કે પોષક તત્વો ઝડપથી શોષાય છે.તેને દરરોજ સવારે ખાલી પેટે ખાવું સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે.પલાળેલા અખરોટને એક ગ્લાસ ગરમ દૂધ સાથે પણ ખાઈ શકાય છે, જે શરીરને તાકાત આપે છે.

આ પણ વાંચો:  આ પાંચ આદતો આજથી જ બદલી નાંખો, નહીંતર તમારા સ્વાસ્થય માટે છે જોખમકારક!

Tags :
Advertisement

.

×