જો તમે 14 દિવસ સુધી ખાંડ છોડી દેશો તો શું થશે, જાણો શરીરમાં કેટલો બદલાવ થશે?
- તમે 14 દિવસ સુધી ખાંડ છોડી દેશો તો શું થશે
- ખાંડનુ વધુ પડતું સેવન ખતરનાક બની શકે છે
- ખાંડને સ્વાસ્થ્ય માટે મીઠુ ઝેર માનવામાં આવે છે
- એક ભારતીય વર્ષમાં 20 કિલો ખાંડ ખાય છે
- ખાંડ સિવાય પણ અન્ય ઘણી વસ્તુઓમાં સુગર હોય છે
Quitting Sugar Benefits : ચા-કોફીથી લઈને બિસ્કિટ-ચોકલેટ અને જ્યુસ સુધી દરેક વસ્તુમાં ખાંડ હોય છે. જેનું વધુ પડતું સેવન ખતરનાક બની શકે છે. ખાંડના કારણે શરીરમાં અનેક ગંભીર અને જીવલેણ બીમારીઓનો ખતરો પણ રહે છે.
ખાંડના વધુ સેવનથી થઈ શકે છે સમસ્યા
ખાંડને સ્વાસ્થ્ય માટે મીઠુ ઝેર માનવામાં આવે છે. એક મર્યાદામાં ખાંડનું સેવન કરવું ઠીક છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈપરટેન્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે. અહેવાલો અનુસાર, સરેરાશ એક ભારતીય વર્ષમાં 20 કિલો ખાંડ ખાઈ જાય છે.
ખાંડ સિવાય પણ ઘણી વસ્તુઓમાં સુગર હોય છે
આપણે દરરોજ જે કંઈ પણ ખાઈએ છીએ, તેમાં ખાંડ સિવાય પણ અન્ય ઘણી વસ્તુઓમાં સુગર હોય છે, ઉદાહરણ તરીકે, ઠંડા પીણા, કૂકીઝ, બિસ્કિટ અને બ્રેડમાં પણ સુગર હોય છે. WHO અનુસાર, દિવસમાં 50 ગ્રામથી વધુ ખાંડ ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઊભો થાય છે કે જો આપણે માત્ર બે અઠવાડિયા એટલે કે 14 દિવસ સુધી ખાંડ ન ખાઈએ તો શરીરને કેટલો ફાયદો થશે. આવો જાણીએ...
આ પણ વાંચો: આંખોને સ્વસ્થ રાખવા માટે રોજ ખાઓ આ ફળ, બાજ જેવી ધારદાર થશે નજર
વધુ પડતી ખાંડ ખાવાથી થતી આડ અસરો
1. સ્નાયુઓ અને સાંધામાં દુખાવો
2. અકાળ વૃદ્ધત્વના સંકેતો દર્શાવે છે
3. ખોરાકની લાલસા વધી શકે છે
4. દાંતમાં પોલાણની સમસ્યા
5. પેટમાં બ્લોટિંગ થઈ શકે છે
6. દિવસભર દરમિયાન ઊર્જાના સ્તરોમાં ફેરફાર
7. વજન વધવું
8. વારંવાર બીમાર પડવું
9. મૂડ સ્વિંગ કરવો
જો તમે 14 દિવસ સુધી ખાંડ છોડી દો તો શું થશે?
પ્રથમ 7 દિવસ ખાંડ છોડ્યા પછી શરીરમાં ફેરફાર
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ખાંડ છોડવી એટલી સરળ નથી. શરૂઆતના બે-ત્રણ દિવસ સુધી તે ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. જેના કારણે માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ પણ એક સંકેત છે કે, તમારું શરીર ખાંડ વિના જીવી શકે છે. જો તમે આવુ ત્રણ દિવસ કરો છો, તો ચોથા દિવસથી તમારું શરીર સંપૂર્ણ રીતે તાજગી અનુભવવા લાગશે. તમે ઘણી ઉર્જાનો અનુભવ કરશો. સુગર લેવલ પણ નિયંત્રણમાં રહેશે.
8 થી 14 દિવસમાં શું થશે
જો તમે 7 દિવસ પછી પણ ખાંડ નહી ખાઓ તો પાચનક્રિયા સુધરવા લાગશે. તેનાથી કબજિયાત, પેટનું ફૂલવું અને પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે. જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને ઊંઘ સારી આવે છે. આ પછી ખાંડ ખાવાની ઈચ્છા જાતે જ ઓછી થવા લાગે છે. પછી તમારું શરીર ફ્રેશ રહેશે. ઊંઘ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
તમારે દરરોજ કેટલી ખાંડ ખાવી જોઈએ?
અમેરિકન હાર્ટ એસોસિએશને સલાહ આપી છે કે, પુરુષોએ દિવસમાં 150 કેલરી અથવા લગભગ 36 ગ્રામથી વધુ ખાંડ ન ખાવી જોઈએ, જ્યારે સ્ત્રીઓ માટે આ માત્રા 100 કેલરી અથવા લગભગ 24 ગ્રામ છે. આનાથી વધુ ખાંડ નુકસાનકારક બની શકે છે.
આ પણ વાંચો: આ 4 વ્યક્તિઓએ ક્યારે પણ મૂળાના પરાઠા ન ખાવા જોઈએ, જાણો કારણ


